SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् પણ શોભશે-સાર્થક થશે અને જો ક્ષમા નહિ રાખે તો બીજાના વંદનને પામીશ નહિ અને ક્ષમાશ્રમણ નામને પણ તે નિરર્થક વહન કરે છે. ૧૮૮ पासत्थओसन्नकुसीलरूवा संसत्तऽहाछंदसरूवधारी । आलावमाईहिं विवज्जणिज्जा अवंदणिज्जाय जिणागमंमि।।१८९।। પાંચ અવંદનીકઃ પાર્શ્વસ્થા, અવસન્ના, કુશીલિયા, સંસક્ત અને યથાછંદપણાના સ્વરૂપને ધારણ કરનાર સાધુઓની સાથે આલાપ-વાર્તાલાપ આદિ કાર્યોનો પરિત્યાગ કરવો જોઈએ. કેમ કે, શ્રી જિનેન્દ્રોના આગમમાં તેઓને અવંદનીક કહ્યા છે. ૧૮૯ वंदंतस्स उ पासत्थमाइणो नेव निज्जर न कित्ती । जायइ कायकिलेसो बंधो कम्मस्स आणाई ।।१९०।। પાર્થસ્થાદિ પાંચેયને વંદન કરનાર આત્માને નિર્જરા પણ થતી નથી અને કીર્તિ પણ થતી નથી. માત્ર વંદન કરનારની કાયાને ફલેશ થાય છે તથા તે આત્માને કર્મનો બંધ થાય છે અને આજ્ઞાભંગાદિ દોષો લાગે છે. ૧૯૦ जे बंभचेरस्स वयस्स भट्ठा उद्युति पाए गुणसुट्ठियाणं । जम्मंतरे दुल्लहबोहिया ते कुंटत्तमंटत्तणयं लहंति ।।१९१।। બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થયેલા જે સાધુઓ, ગુણોમાં સુસ્થિર એવા સાધુઓને પોતાના પગમાં પાડે છે - વંદન લે છે, તે અન્ય જન્મમાં દુર્લભ બોધિવાળા થાય છે, કદાચ તેઓને બોધિનો લાભ થાય તો પણ પગુપણું, બહેરાપણું તથા બોબડાપણું પામે છે. ૧૯૧ पासत्थो ओसन्नो कुसीलसंसत्तनी य अहाच्छंदो । एएहिं आइनं न आयरिज्जा न संसिज्जा।।१९२।। પરંપરાનો વિવેક પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ આ પાંચ કુસાધુઓએ જે જે અનુષ્ઠાનો આચરિત કર્યા હોય, તે તે અનુષ્ઠાનો આચરવાં જોઈએ નહિ અને તેની પ્રશંસા પણ કરવી જોઈએ નહિ. ૧૯૨ जंजीयमसोहिकरं पासत्थपमत्तसंजयाईहिं । बहुएहिं वि आइन्नं न तेण जीएण ववहारो।।१९३।। કર્મમળને દૂર કરવામાં અસમર્થ એવો જીત વ્યવહાર ઘણા પણ પાસસ્થા અને પ્રમત્ત સંયતિઓએ ભેગા થઈને આચરણ કરેલો હોય; તો પણ તે જીત વ્યવહાર દ્વારા ધર્મ વ્યવહાર કરી શકાય નહિ. ૧૯૩
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy