SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम जो भणइ नत्थि धम्मो न य सामइयं न चेव य वयाई । सो समणसंघबज्झो कायव्वो समणसंघेण।।१७०।। જે કહે કે, વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને મહાવ્રતો પણ નથી, તેવું બોલનાર પુરુષને શ્રમણસંઘે સંઘ બહાર કરવો જોઈએ. ૧૭૦ दुप्पसहंतं चरणं जं भणियं भगवया इहं खेत्ते । आणाजुत्ताणमिणं न होइ अहुण त्ति वामोहो ।।१७१।। ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે કે, આ ભરત નામના ક્ષેત્રમાં દુ:મસભ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞાયુક્ત આત્માઓને “આ દુષમકાળમાં ચારિત્ર નથી' એવો વ્યામોહ કરવાનું કાંઈ જ કારણ નથી. ૧૭૧ कालोचियजयणाए मच्छररहियाण उज्जमंताणं । जणजत्तारहियाणं होइ जइत्तं जईण सया।।१७२।। દુષમકાળને ઉચિત યતનાથી જીવનારા, ઈષ્યદોષથી રહિત થયેલા, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરનારા અને લોકવ્યવહારથી પર થયેલા, સાધુઓને સદા માટે યતિપણું હોય છે. ૧૭૨ न विणा तित्थं नियंठेहिं नातित्था य नियंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दुण्हं ।।१७३।। નિગ્રંથો-સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના સાધુઓ હોતા નથી. જ્યાં સુધી પકાયનો સંયમ હોય છે, ત્યાં સુધી તીર્થ અને નિગ્રંથ એ બન્નેનો પરસ્પર સંબંધ ટકે છે. ૧૭૩ जा संजमया जीवेसु ताव मूला य उत्तरगुणा य । इत्तरियछेयसंजम नियंठ बउसायपडिसेवी।।१७४।। જ્યાં સુધી પૃથ્વી આદિ જીવોનું સંયમ-રક્ષણ કરવાનો પરિણામ હોય છે, ત્યાં સુધી જ મૂલગુણો અને ઉત્તરગુણો રહે છે અને ત્યાં સુધી સામાયિક અને છેદોપસ્થાપનીય આ બે સંયમ હોય છે, ત્યાં સુધી તે દ્વિવિધ સંયમના સાધક બકુશચારિત્રી અને પ્રતિસેવનકુશીલ ચારિત્રી મહાત્માઓ હોય છે. ૧૭૪ सव्वजिणाणं निचं बकुसकुसीलेहिं वट्टए तित्थं । नवरं कसायकुसीला अपमत्तजई वि सत्तेण ।।१७५ ।। બકુશ અને કુશીલ સાધુઓથી જ સર્વ જિનેશ્વરદેવોનું તીર્થ ટકે છે, કેવળ વિશેષતા એટલી છે કે અપ્રમત્તયતિઓ (સાતમે ગુણઠાણે રહેલા સાધુઓ) ક્રોધાદિ કષાયોની માત્ર સત્તાથી જ કષાયકુશીલ કહેવાય છે. બીજી કુશીલતા તેઓમાં હોતી નથી. ૧૭૫
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy