SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् ३९९ ता आणाणुगयं जं तं चेव बुहेहिं सेवियव्वं तु। किमिह बहुणा जणेणं हंदि न से अत्थिणो बहुया ।।१०३।। તેથી વિવેકી આત્માઓએ તો જે ધર્મ અને ધર્માનુષ્ઠાન શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને અનુસરતું હોય, તે જ આચરવું જોઈએ, ધર્મની સાધના કરનારે ઘણા લોકો શું કરે છે, તે જોવાનું હોય જ નહિ. ખેદની વાત તો એ છે કે - તે આજ્ઞાનુગત ધર્મના અર્થી આત્માઓ ઘણા નથી. પણ અતિ અલ્પ સંખ્યામાં છે. ૧૦૩ दूसमकाले दुलहो विहिमग्गो तम्मि चेव कीरंते । जायइ तित्थुच्छेओ केसिंची कुग्गहो एसो ।।१०४।। અવસર્પિણીના પાંચમા આરા રૂપ આ દુષમકાળમાં વિધિમાર્ગનું પાલન કરવું દુર્લભ છે. તે વિધિમાર્ગને જ આચરવામાં આવે તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય.” આ પ્રમાણે કેટલાક અજ્ઞાની પુરુષોનો કદાગ્રહ છે. ૧૦૪ जम्हा न मोक्खमग्गे मुत्तूणं आगमं इह पमाणं । विज्जइ छउमत्थाणं तम्हा तत्थेव जइयव्वं ।।१०५।। જેથી આ મોક્ષમાર્ગમાં છદ્મસ્થ જીવોને આગમ સિવાય બીજું કોઈ પ્રમાણરૂપ નથી, તેથી તે મોક્ષમાર્ગમાં જ પ્રયત્ન કરવો જોઈએ. ૧૦૫ गिहिलिंग-कुलिंगिय-दवलिंगिणो तिन्नि हंति भवमग्गा । सुजइ-सुसावग-संविग्गपक्खिणो तिनि मोक्खपहा ।।१०६।। ગૃહસ્થલિંગ-ચરકાદિ કુલિંગ અને પાર્થસ્થાદિ દ્રવ્યલિંગ આ ત્રણ સંસારમાર્ગ છે, સુસાધુ-સુશ્રાવક અને સંવિપાક્ષિક આ ત્રણ મોક્ષમાર્ગ છે. ૧૦૬ सम्मत्तनाणचरणा मग्गो मोक्खस्स जिणवरुद्दिट्ठो । विवरीओ उम्मग्गो नायव्वो बुद्धिमंतेहिं ।।१०७।। બુદ્ધિમાનું પુરુષોએ સમજવું જોઈએ કે, શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશેલ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર એ જ મુક્તિમાર્ગ છે, તથા મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ઉન્માર્ગ છે. ૧૦૭ सन्नाणं वत्थुगओ बोहो सदसणं च तत्तरुई। सञ्चरणमणुट्ठाणं विहिपडिसेहाणुगं तत्थ।।१०८।। જીવાદિ પદાર્થોના સ્વરૂપને જાણવું તે સમ્યગુજ્ઞાન કહેવાય, શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ તત્ત્વોમાં શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન કહેવાય અને વિધિ તથા પ્રતિષેધરૂપ શ્રી જિનાજ્ઞાને અનુસરનારા અનુષ્ઠાનોને આચરવાં તે સમ્યફચારિત્ર કહેવાય. ૧૦૮
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy