SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् मुहमहुरं परिणइ - मंगलं च गिण्हंति दिंति उवएसं । मुहकडुयं परिणइसुंदरं च विरलचिय भांति । । ९७ ।। આચાર્ય આદિ મોટાભાગના સાધુઓ પ્રારંભમાં મીઠો તથા પરિણામે દારૂણ વિપાકવાળો ઉપદેશ આપે છે અને મોટાભાગના શ્રાવકો પણ તેઓના તેવા અહિતકારી ઉપદેશને સાંભળે છે, વિરલ આચાર્યાદિ સાધુઓ જ પ્રારંભમાં કડવો તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે અને તે હિતકારી ઉપદેશને વિરલ શ્રોતાઓ સાંભળે છે. ૯૭ भवगिहमज्झम्मि पमायजलणजलियंमि मोहनिद्दाए । उट्ठवइ जो सुयंतं सो तस्स जणो परमबन्धू । । ९८ ।। ગુરુ ભગવંતાદિ જેઓ પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસારગૃહમાં મોહની નિદ્રાથી સુતેલા આત્માને જાગૃત કરે છે, તે ગુરુભગવંતાદિ તે આત્માના પરમબંધુ છે. ૯૮ जइवि हु सकम्मदोसा मणयं सीयंति चरणकरणेसु । सुद्धप्परूवगा तेण भावओ पूयणिज्जत्ति ।। ९९ ।। જો કે પોતાના પૂર્વકૃત કર્મના દોષથી જે આત્માઓ ચ૨ણકરણના યોગોમાં સહેજ મંદ આચ૨ણવાળા થાય છે, તો પણ શુદ્ધપ્રરૂપણાના ગુણથી શુદ્ધધર્મનો ઉપદેશ આપનારા તેઓ ભાવથી પૂજનીય બને છે. ૯૯ एवं जिया आगमदिट्ठिदिट्ठ सुत्रायमग्गा सुहमग्गलग्गा । गामीण जाण मग्गे लग्गंति नो गड्डरियापवाहे । । १०० ।। આગમરૂપ નેત્રથી સન્માર્ગને જોનારા અને વિશેષથી જાણનારા તથા સારી રીતે ધર્માનુષ્ઠાનોમાં તત્પર થયેલા ધર્માત્માઓ ગતાનુગતિક લોકોના ગાડરિયા પ્રવાહરૂપ માર્ગમાં જોડાતા નથી. ૧૦૦ गंतेणं चिय लोगनायसारेण इत्थ होयव्वं । बहुमुंडाइवयणओ आणा इत्तो इह पमाणं । । १०१ । । માત્ર માથું મુંડાયેલા એવા સાધુઓના વચનથી અવિવેકીજનોના દૃષ્ટાંતનું અવલંબન લઈને પ્રવર્તવા યોગ્ય નથી. કારણ કે મોક્ષમાર્ગની સાધનામાં તીર્થંકરની આજ્ઞા જ પ્રમાણ છે. ૧૦૧ बहुजणपवित्तिमित्तं इच्छंतेहिं इहलोइओ चेव । धम्मो न उज्झियव्वो जेण तहिं बहुजणपवित्ती । । १०२ । । હવે ગતાનુગતિક પક્ષને કહે છે : ‘ઘણા લોકો જે ધર્મ કરે તે જ ધર્મ ક૨વો જોઈએ' એવું માનનારા આત્માઓ ક્યારેય પણ લૌકિક ધર્મનો ત્યાગ કરી શકશે નહિ, કારણ કે રાજા અમાત્ય વિગેરે મોટા ભાગના લોકો લૌકિક ધર્મમાં જ પ્રવૃત્તિ કરનારા હોય છે. ૧૦૨
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy