SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગ્રંથો અને તેની વૃત્તિઓની સાથે તુલના પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે આ ગ્રંથની ૨૬૭મી ગાથામાં જણાવ્યું છે કે, “ફા પર્વ પુત્રાયરિયર દાન સંપદો સો વિદગો' આના ઉપરથી જણાય છે કે, આ ગ્રંથની રચના મોટે ભાગે પૂર્વાચાર્યોએ રચેલ ગાથાઓનો સંગ્રહ કરીને કરવામાં આવી છે માટે જ આ ગ્રંથના રચનાકાળ પૂર્વે રચાયેલા અને પછી પણ રચાયેલા અનેક ગ્રંથોમાં આ ગ્રંથની ગાથાઓ પ્રાપ્ત થાય છે. જેની સૂચિ મારા દ્વારા સંશોધિત-સંપાદિત થયેલ અને વિસં. ૨૦૩૯માં નગીનભાઈ પૌષધશાળા-પાટણ દ્વારા પ્રકાશિત કરાયેલ શ્રી હિતોપદેશમાના દર્શનશુદ્ધિપ્રકરણ આ બંને ગ્રંથોને સમાવિષ્ટ કરતાં સંયુક્ત પુસ્તકમાં આપવામાં આવી હતી. તે સૂચિ ઉપરાંત શાસ્ત્રસંદેશમાળા અકારાદિક્રમ, આગમ અકારાદિક્રમ, નિર્યુક્તિસંગ્રહ આદિના આધારે એક નવી સૂચિ બનાવવામાં આવી છે. જેને પરિશિષ્ટ-૨ વિપસન્દસમુધ્ધમૂ થાસૂઃ રૂપે ગ્રંથના પ્રાંત ભાગમાં મૂકવામાં આવી છે. જેમાં સટીક અને ટીકાથી રહિત ગ્રંથોના અંદાજિત ૫૮૦ સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ ગ્રંથોક્ત ૮૧ જેટલી ગાથાઓ અમને કોઈપણ ગ્રંથમાં પ્રાપ્ત થઈ નથી. આ ગ્રંથની ર૭૧ ગાથાઓ પૈકી ૧૫૫ ગાથાની ટીકાઓ આચારાંગનિર્યુક્તિ, આવશ્યકનિયુક્તિ, દશવૈકાલિકનિયુક્તિ, પિંડનિર્યુક્તિ, નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, ઉપદેશપદ, ઉપદેશમાલા, પુષ્પમાલા, ધર્મસંગ્રહણિ, પંચસંગ્રહ, પંચવસ્તુ, પંચાશક, પ્રવચનસારોદ્ધાર જેવા અંદાજિત ૩૭ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જેની ટીકાઓ તે તે ગાથાની બંને ટીકાઓની નીચે મૂકવામાં આવી છે. પ્રચલિત ગાથાઓની તો અનેક ગ્રંથોમાં અનેક ટીકાઓ પણ પ્રાપ્ત થઈ છે. પરંતુ વિસ્તાર ભયથી અમે માત્ર મુખ્ય ટીકાઓ જ લીધી છે. તો અમુક ટીકાઓના માત્ર પદાર્થ વિશેષને જ ગ્રહણ કર્યો છે. આ ગ્રંથમાં અન્ય ગ્રંથોની કુલ ૨૪૨ ટીકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે જોવા માટે પરિશિષ્ટ-૩ પ્રસ્તુતપ્રકાશને પૃદતા ચળાવૃત્તીનાં સૂવઃ ઉપકારક નીવડશે. એક જ પદાર્થને અન્ય-અન્ય ટીકાકાર ભગવંતોએ કેવી ભિન્ન-ભિન્ન રીતે ખોલ્યો છે - એનો બોધ થવાની સાથે તુલનાત્મક અધ્યયન કરવામાં પણ ઉપયોગી બનશે. અંતે આત્મલક્ષી બનીને શાંતચિત્તે આ ગ્રંથરત્નનું અધ્યયન મનન કરવામાં આવે અને એમાં દર્શાવેલા સર્વજ્ઞકથિત માર્ગે શક્તિ મુજબ ચાલવામાં આવે કે જેથી જરૂર મિથ્યાત્વની મંદતા, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્તદશા વગેરે ગુણસ્થાનકોની પ્રાપ્તિ સુલભ બને અને સર્વકર્મનો ક્ષય કરી આપણે સૌ સિદ્ધિપદના ભોક્તા બનીએ એવી શુભાભિલાષા. સૂરિ રામચંદ્ર દીક્ષા શતાબ્દી વર્ષ વ્યાખ્યાન વાચસ્પતિ, જૈનશાસનશિરતાજ, તપાગચ્છાધિરાજ, વિ.સં. ૨૦૬૯ કારતક સુદ-૫ ભાવાચાર્ય ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ સમાધિ ધર્મનગરી, અમદાવાદ સાધક વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો ચરણ ચંચરીક વિજય કીર્તિયશસૂરિ 23
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy