SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર - ટીકાકાર મહાપુરષોનો પરિચય જેઓની ખ્યાતિ વિસ્તારને પામેલી હતી. તે પૂ. આ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે આ દર્શનશુદ્ધિપ્રકરણ ગ્રંથની રચના કરી હતી. પૂ.આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજના શિષ્યોમાં અગ્રેસર પૂ. શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજનું માહાભ્ય પણ ઘણું પ્રસરેલ હતું. એવું વિવિધ પદ્યો અને પ્રશસ્તિઓ દ્વારા અનુમાન કરાય છે. જેમાં સમ્યક્ત્વ પ્રકરણવૃત્તિમાં પૂ.આ.શ્રી તિલકસૂરિજી મ. અપરનામ શ્રી તિલકાચાર્યજી જણાવી રહ્યા છે કે, 11જેમના પાદપદ્મમાં સિદ્ધરાજ જયસિંહ કલહંસની લીલાને કરતો હતો.' પૂ.આ.શ્રી હેમપ્રભસૂરિ મહારાજ પ્રશ્નોત્તરરત્નમાળાની વૃત્તિની પ્રશસ્તિમાં જણાવી રહ્યા છે કે, “12શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટતિલકરૂપ શ્રી જયસિંહ રાજાએ સ્તુતિ કરેલ શ્રી ધર્મઘોષ પ્રભુ નિગ્રંથોમાં મુગટ સમાન જાણવા' અમમ ચરિત્રમાં પૂ.આ.શ્રી મુનિરત્નસૂરિજી જણાવી રહ્યા છે કે, “1 શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ દેવતા સમાન આકૃતિવાળા હતા, સિદ્ધરાજથી સ્તવાયેલા હતા અને પોતાની મૂર્તિ સમાન વીસ આચાર્યોના કર્તા હતા.' 14જેમણે ૫૦ વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા હતા અને પારણામાં માત્ર કાંજી અને ખીચ લેતા હતા. તેઓ વિદ્વાન અને ત્યાગી હતા. તેમને રાજા સિદ્ધરાજ બહુ માનતો હતો. તેમણે “શબ્દસિદ્ધિ' તથા “મહરિસીકુલય' (ઋષિમંડલ)ની રચના કરી છે. આ જ સૂરિવરની પરંપરામાં થયેલા શિષ્ય-પ્રશિષ્યોમાંથી આ ગ્રંથ ઉપર કુલ ત્રણ વૃત્તિ ઉપલબ્ધ થાય છે. જેમાં પૂ.આ.શ્રી ધર્મઘોષસૂરિજીના લઘુ સહોદર પૂ. શ્રી વિમલગણિએ ૧૨૧૦૦ શ્લોક પ્રમાણ વિ.સં. ૧૧૮૪માં એક વૃત્તિ રચી છે. જે હજી અપ્રગટ છે અને એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ વગેરે જ્ઞાન ભંડારોમાં જેની હસ્ત પ્રતિઓ વિદ્યમાન છે. બીજી વૃત્તિ પૂ શ્રી વિમલગણીના શિષ્ય પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિએ વિ.સં. ૧૨૨૪માં ૩૮૦૦ શ્લોક પ્રમાણ રચી છે. જે રચનામાં પોતાના શિષ્ય શાંતિભદ્રસૂરિજી સહાયક થયા છે અને જેનો પ્રથમાદર્શ મુનિખભે લખેલ છે. જેને વિવિધ હસ્તપ્રતોના આધારે શુદ્ધ કરીને “દર્શનશુદ્ધિપ્રકરણ'ના નામે અત્રે સંપાદિત કરેલ છે. આ ટીકાકારશ્રીએ પૌષધવિધિ પ્રકરણ ગ્રંથની પણ રચના કરેલ છે. પ્રસ્તુત ટીકાને જામનગરના સુશ્રાવક હીરાલાલ હંસરાજે ઈ.સ. ૧૯૧૩માં પ્રકાશિત કરી છે અને તે પછી પૂ.પં.શ્રી ચંદ્રગુપ્તવિજયજી ગણિવરે (વર્તમાનમાં આચાર્ય) મોશૈકલક્ષી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાવી હતી. આ વૃત્તિમાં પદાર્થોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. દૃષ્ટાંતો પ્રાયઃ નથી. 11- “પાપ છે જ્હસીટ્સ તો નૃ: શ્રીનસિંદવ:' 12- 'श्रीचन्द्रप्रभसूरिपट्टतिलको निर्ग्रन्थचूडामणिर्जज्ञे श्रीजयसिंहभूपतिनतः श्रीधर्मघोषप्रभु...' 13- 'सूरिः श्रीधर्मघोषोऽभूत् तत्पट्टे देवताकृतिः सिद्धराजस्तुतः कर्ता स्वमूर्तेः सूरिविंशतेः' 14- જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પાના નં. ૪૯૯ 15. સૂર: શ્રીશક્તિપદાથર્યાશી મહામઃ સદાયમારો નિષ્ઠાડ્યોટિમટીd: T૩ાા ___ मुनिप्रभाभिधानेन विदुषैष स्फुटाक्षरा । अलेखि प्रथमादर्श विश्वविज्ञानशालिना ।।१४।। 16- જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ ભાગ-૪ પાના નં. ૩૦૧ 16
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy