SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાકાર મહાપુરુષોનો પરિચય પૂનમિયા ગચ્છના નામે ઓળખાઈ. 4 પૂ.આચાર્ય મુનિચંદ્રસૂરિ મહારાજે ‘આવસય સિત્તરી' ગ્રંથ બનાવી તેમની ઉન્માર્ગ પ્રરૂપણાનું ખંડન કરી સંઘને સન્માર્ગની પ્રરૂપણા ક૨ી બચાવ્યો. ગ્રંથકાર - આ પૂનમિયા ગચ્છમાં પૂ.આ.શ્રી ધર્મઘોષસૂરિ, પૂ.આ.શ્રી દેવસૂરિ, પૂ.આ.શ્રી ચક્રેશ્વરસૂરિ, પૂ.આ.શ્રી સમુદ્રઘોષસૂરિ, પૂ.શ્રી વિમલગણી, પૂ.આ.શ્રી દેવભદ્રસૂરિ, પૂ.આ.શ્રી તિલકાચાર્યસૂરિ, પૂ.આ.શ્રી મુનિરત્નસૂરિ, પૂ.આ.શ્રી કમલપ્રભસૂરિ આદિ તેજસ્વી, વિદ્વાન અને પ્રભાવક આચાર્યો થયા છે. જેથી આ પૌર્ણમિક ગચ્છ વિદ્વાનોની આકર હોય એવું પણ અનુમાન કરાય છે. પાછળથી આ ગચ્છ ‘રાકાપક્ષ’ના નામથી પણ પ્રચલિત થયો. સંસ્કૃતમાં ‘રાકા' શબ્દ પૂનમ માટે વપરાય છે. ગ્રંથકાર પૂ. આ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજનો પરિચય આપતાં વૃત્તિકાર પૂ. આ.શ્રી દેવભદ્રસૂરિજી મહારાજ જણાવે છે કે - 6ઉચ્ચકોટિનો, દૃઢ વિસ્તા૨વાળો, પૃથ્વીતલમાં પ્રખ્યાત અને સાધુઓના સમુદાયનાં સ્થાનભૂત વિશાલ વૃક્ષ જેવો શ્રી કોટિકગણ છે. ’કોટિક ગણરૂપ વૃક્ષમાં લાંબી, ગાઢ છાયાવાળી, સજ્જન પુરુષોના સમૂહથી સ્તવના કરાયેલી, સદાકાળ ફલોથી શોભતી અને વિશ્વમાં વિખ્યાત એવી વૈર (વ) નામની શાખા છે. ૧૫ 8તે વૈર(વજ્રી)શાખામાં અમૃત સમાન વાણીથી સર્વ પૃથ્વીતલને સંતુષ્ટ કરનારું શુભ આચારથી સમ્યક્ રીતે શોભતું એવું ચાંદ્ર નામનું કુલ વિજયને પામે છે.” ૐતે ચાંદ્રકુળમાં આર્હત્ શાસનરૂપ વનમાં અદ્વિતીય સ્થાનભૂત અને વ્યાખ્યાનના ગુંજા૨વથી શ્રોતાજનોના અંતઃકરણ રૂપ ઝાડીમાં રહેલા પાપો રૂપી પશુઓને ચારે બાજુથી ત્રાસ પમાડતાં, વિશેષ ઉન્માદવાળા પ્રતિવાદીઓ રૂપ હાથીઓની હારમાળાને ક્ષોભ પમાડવામાં નિપુણ તથા જય કરવામાં સિંહ જેવા યથાર્થ ખ્યાતિને ધારણ કરનારા પૂ. આ. શ્રી જયસિંહસૂરિજી નામના આચાર્ય થયા. 10તેઓના શિષ્યરત્ન પૂ. આ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજ થયા, જેઓ અદ્ભુત ગુણોના નિધિ હતા, ચારિત્રથી શોભતા આત્માઓમાં અગ્રણી હતા, સઘળા શાસ્ત્રોમાં અને માર્ગમાં કુશલ બુદ્ધિવાળા હતા, આ કલિકાલમાં લાંબા સમયથી નાશ પામેલા પુરાતન વિધિમાર્ગનો ઉદ્ધાર કરનારા હતા અને પૃથ્વીતલમાં 4- જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પાના નં. ૪૨૪ जैन श्वेताम्बर गच्छों का संक्षिप्त इतिहास भाग - २ नं. ९३१ 5 6- આસ્તે તુર્કીને પનામોઃ, સુપ્રતિષ્ટો મુવસ્તરે ! પ્રાસ્થાન દિનસાર્યાનાં, શ્રી જોટિાળવુમ: રા 7. તત્રાયતા ધનછાયા:, સુમન: સ્તોમસંસ્તુતા। વેરશાવાઽસ્તિ વિદ્યાતા, સદ્દેવ શાહિની (રૂ।। 8- મિ: સુધાવવસ્થામિસ્તવિતારોષપૂતમ્। તસ્યાં સુવૃત્તસંશોમિ, પાનું વિનયતે મ્ ।|૪|| 9- अर्हच्छासनकाननैकवसतिर्व्याख्यानगुञ्जारवैः, श्रोतृस्वान्तनिकुञ्जकल्मषमृगानुत्त्रासयन् सर्वतः । प्रोन्मादितप्रतिवादिवारणघटाविक्षोभदक्षोऽभवत् तत्र श्रीजयसिंह इत्यवितथख्यातिं दधानः प्रभुः ॥ ५॥ 10- तच्छिष्यः समजायताऽद्भूतनिधिश्चारित्रिणामग्रणीः, शास्त्रस्यास्य विधायकः कुशलधीर्निशेषशास्त्राध्वनि । लुप्तस्येह चिराच्चिरन्तनविधेरुद्धारकर्ता कलौ श्रीचन्द्रप्रभसूरिरित्यभिधया ख्यातः क्षितौ सद्गुरुः ।। ६ ।। ܀ આ તેમના નૂતન ગચ્છની માન્યતા અનુસારે લખાણ છે. - સંપા. 15 आ. श्री. देवभद्रसूरिकृता दर्शनशुद्धिप्रकरणवृत्तिप्रशस्तिः ।
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy