SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક દર્શનશુદ્ધિપ્રકરણ ગ્રંથનો પરિચય સમ્યગ્દર્શનના વિષયને સ્પષ્ટ કરતા અનેક ગ્રંથોમાં પૂ.આ.શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજે રચેલ ‘દર્શનશુદ્ધિ પ્રકરણ” ગ્રંથ છે, જે “સમ્યકત્વપ્રકરણ'ના નામે પણ પ્રસિદ્ધ થયેલ છે તે - એક આગવી વિશેષતા ધરાવે છે. સામાન્ય રીતે અન્ય ગ્રંથોમાં દેવ-ગુરુ-ધર્મ એમ તત્ત્વત્રયીની શ્રદ્ધાને સમ્યગ્દર્શન તરીકે વર્ણવેલ છે, જ્યારે પ્રસ્તુત ગ્રન્થમાં દેવ-ધર્મ-માર્ગ-સાધુ અને જીવાદિ નવતત્ત્વરૂપ તત્ત્વપંચકની શ્રદ્ધાને સમ્યગ્દર્શન તરીકે વર્ણવેલ છે. પોતાના મૃતવૈભવથી શ્રુતકેવલીનું સ્મરણ કરાવનાર પૂ. મહોપાધ્યાય વાચકવર શ્રી યશોવિજયજી ગણિવરે કાત્રિશદ્ધાત્રિશિકાની ત્રીજી માર્ગદ્વત્રિશિકાના ૧૨ મા શ્લોકની વૃત્તિમાં યોગ્ય શ્રાવકો સમક્ષ શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થો-પદાર્થોનું નિરૂપણ કરવું વિહિત હોવા છતાં કેટલાકો દ્વારા “ શ્રાવકો સમક્ષ સૂક્ષ્માર્થનું કથન ન કરવું જોઈએ - એવું જે કહેવાય છે તે ખોટું છે' એ વાતને પુષ્ટ કરવા માટે પ્રસ્તુત ગ્રંથની “ મતિ મUUI' થી શરૂ થતી ૮૯મી ગાથાને લક્ષ્યમાં રાખીને “સખ્યત્વેરિએ પ્રસિદ્ધોડયમર્થ:' સમ્યકત્વપ્રકરણમાં આ અર્થ પ્રસિદ્ધ છે, એવો ઉલ્લેખ કરીને પ્રસ્તુત ગ્રંથના મહત્ત્વને પ્રકાશિત કર્યું છે. વિજ્જનોમાં આ ગ્રંથ અનેક નામની પ્રસિદ્ધિને પામ્યો છે. જેવાં કે ૧-સમ્યક્ત પ્રકરણ, ૨-સમ્યક્તસ્વરૂપ પ્રકરણ, ૩-દર્શનશુદ્ધિપ્રકરણ, ૪-ઉપદેશાત્મકોશ, પસંદેહવિષષધિ, ૬-પંચરત્ન પ્રકરણમ્, ૭-'મિથ્યાત્વમહાર્ણવતારણતરી, ૮-આગમસમુદ્રબિંદુ, ૯-કુગ્રાહગ્રહમંત્ર, ૧૦-સમ્યક્તરત્નમહોદધિ. આમ છતાં ગ્રંથકારને પોતાને ‘દર્શનશુદ્ધિ પ્રકરણ' અને “સમ્યક્ત પ્રકરણ' - આ બે નામો વધુ ઈષ્ટ હોવાથી આ ગ્રંથને આ બે નામે વિશેષ પ્રસિદ્ધિ મળી છે." પૂર્વાચાર્યકૃત ગ્રંથોમાંથી ગાથાઓનો ઉદ્ધાર કરીને આ ગ્રંથરત્નની રચના કરવામાં આવી છે, જેનો ઉલ્લેખ ગ્રંથકારે પોતે જ ગ્રંથનો ઉપસંહાર કરતાં ૨૧૭ મી ગાથામાં કરે છે. આ ગ્રંથમાં સમ્યગ્દર્શનના સ્વરૂપને વિશદ છણાવટપૂર્વક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગ્રંથકારશ્રીએ પ્રારંભમાં મંગલાચરણ કરીને સંક્ષેપથી સમ્યગ્દર્શનના સ્વરૂપને રજુ કરવાની પ્રતિજ્ઞા કરીને સંપેશ કથનનો હેતુ દર્શાવ્યો છે. ગ્રંથ પદાર્થ વર્ણન : સમ્યક્તના સ્વરૂપને જણાવતાં એક વાત એ કરી છે કે દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને જીવાદિનવતત્ત્વરૂપ પાંચ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાને ધારણ કરવી તેને સમ્યક્ત કહેવાય છે. આ પાંચ તત્ત્વો પ્રત્યે વિપરીત શ્રદ્ધા કરવી તેને મિથ્યાત્વ કહેવાય. સામાન્ય રીતે અન્યત્ર દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણ તત્ત્વોની વાત આવે છે. જ્યારે અહીં માર્ગ અને જીવાદિતત્ત્વ આ બેયને પણ તત્ત્વ તરીકે જુદાં જણાવ્યાં છે અને એ પાંચેય તત્ત્વો ઉપર શ્રદ્ધા કરવી 1 સન્માર્ગદર્શન ભાગ-૨ ઢાળ-૪, ગાથા-૧૦નું વિવેચન 2. હેમચન્દ્રસૂરિ જ્ઞાનમંદિર પાટણનું લીસ્ટ, 3-9 જુઓ પ્રસ્તુતગ્રંથની ગાથા-૨૦૯, ૨૭0 10-તિલકાચાર્યરચિતટીકાની વિ.સં. ૧૫૦૪માં લખાયેલ હસ્ત પ્રતમાં તથા હેમચન્દ્રસૂરિજ્ઞાનમંદિર પાટણનું લીસ્ટ ! 11-જુઓ પ્રસ્તુત ગ્રંથની ગાથા ૨ તથા ૨૭૧
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy