SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ परोक्षधियो दुर्बलत्वम् तत्सामर्थ्यविरहात् । तदुक्तं पञ्चदश्यां विद्यारण्येनापि અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૪ अखण्डं सच्चिदानन्दं परं ब्रह्मैव लक्ष्यते (१/ ४८) सच्चिदानन्दरूपस्य शास्त्राद्भानेऽप्यनुल्लिखन् । प्रत्यञ्चं साक्षिणं तत्तु ब्रह्म साक्षान वीक्षते ॥ ( ९/ १८) शास्त्रोक्तेनैव मार्गेण सच्चिदानन्दनिश्चयात् । परोक्षमपि तज्ज्ञानं तत्त्वज्ञानं न तु भ्रमः ॥ — (९/१९) इति । न च शास्त्रस्य तददर्शकत्वेऽपि अखण्डानन्दरूपेण तल्लक्षकत्वात् तद्गोचरभ्रमनिवृत्तिः स्यादिति शङ्कनीयम्, यतः अदृष्टात्मतत्त्वस्य = धन-पत्नी- देह कर्माऽऽद्यबद्धत्वेनाऽप्रत्यक्षीकृतात्मद्रव्यस्य दृष्टभ्रान्तिः = प्रत्यक्षीभूता आत्मविशेष्यक-बद्धत्वप्रकारिका भ्रान्तिः न च = नैव निवर्तते, प्रमात्मिकाया अपि परोक्षधियः प्रत्यक्षभ्रमं प्रत्यविरोधित्वात् । तदुक्तं अध्यात्मसारे दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां न हि हन्ति परोक्षधी: || शङ्खे श्वैत्यानुमानेऽपि दोषात्पीतत्वधीर्यथा । शास्त्रज्ञानेऽपि मिथ्याधीसंस्काराद् बन्धधीस्तथा || <- (१८/१७५-१७६) इति । शक्तिरूपेण विपरीतसंस्कारस्याभिव्यक्तिरूपेण च विपरीतदर्शनस्य सत्त्वेन सद्दर्शनमपि नोपजायते । तदुक्तं पञ्चदश्यां → देहाद्यात्मत्वविभ्रान्तौ जाग्रत्यां न हठात् पुमान् । ब्रह्मात्मत्वेन विज्ञातुं क्षमते मन्दधीत्वतः ॥ — — (૨/ કે શાસ્ત્ર પાસે તેવું સામર્થ્ય નથી. પંચદશી ગ્રંથમાં વેદાંતાચાર્ય વિદ્યારણ્યસ્વામીએ પણ જણાવેલ છે કે —> મહાવાક્ય દ્વારા અખંડ સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહ્મ જ લક્ષિત = સૂચિત થાય છે. શાસ્ત્રથી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું ભાન થવા છતાં પણ શાસ્રજન્ય બોધમાં પ્રત્યક્ ચૈતન્યને નહિ જોતો પુરૂષ બ્રહ્મસ્વરૂપે પ્રત્યક્ ચૈતન્યનો આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરતો નથી. શાસ્રોક્ત રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો નિશ્ચય થવાથી પરોક્ષ એવું પણ જ્ઞાન તે તત્ત્વજ્ઞાન છે, ભ્રમ નથી. —અહીં એવી શંકા થાય કે —> શાસ્ત્ર ભલે, આત્માનો સાક્ષાત્કાર ન કરાવે પરંતુ અખંડ આનંદ સ્વરૂપે આત્માનો નિશ્ચય કરાવતું હોવાથી દેહાધ્યાસ રૂપી આત્મસંબંધી ભ્રમની નિવૃત્તિ થઈ જશે. — તો આ શંકા નિરાધાર છે. કારણ કે ધન, પત્ની, શરીર, કર્મ વગેરેથી આત્મા = હું બંધાયેલો નથી.'' આ પ્રમાણે આત્મદ્રવ્યનો સાક્ષાત્કાર જેને થયો નથી તે વ્યક્તિને “હું ધન, પત્ની-પરિવાર, શરીર, કર્મ વગેરેથી બંધાયેલો છું.'' આવો પ્રત્યક્ષાત્મક ભ્રમ દૂર નથી જ થતો. જે વ્યક્તિને શાસ્ત્ર દ્વારા ‘હું અબદ્ધ છું'' એવો નિશ્ચય થયેલો છે તે નિશ્ચય પરોક્ષ છે. તથા “હું શરીર છું. હું શ્યામ છું. હું પત્નીથી-દુકાનથી બંધાયેલો છું.'' - આવો ભ્રમ અપરોક્ષજ્ઞાનાત્મક = પ્રત્યક્ષાત્મક છે. પરોક્ષ જ્ઞાન કરતાં પ્રત્યક્ષ જ્ઞાન બળવાન્ હોવાથી શાસ્રજન્ય પ્રમાત્મક પરોક્ષ એવો પણ નિશ્ચય કયારેય પ્રત્યક્ષાત્મક ભ્રમને દૂર કરી શકતો નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું છે કે > (૧/૬૯ શ્લોકમાં પૃષ્ઠ ૧૩૬ ઉપર બતાવેલ) શાખાચન્દ્રન્યાયથી શાસ્ર દિગ્દર્શન કરાવે છે, પરંતુ પ્રત્યક્ષવિષયક શંકા કે ભ્રમને પરોક્ષ બુદ્ધિ હણી શકતી નથી. શંખમાં શ્વેત વર્ણનો પરોક્ષ એવા અનુમાન પ્રમાણથી નિશ્ચય હોવા છતાં પણ કમળાના રોગીને આંખમાં રહેલ પિત્તદોષના કારણે ‘‘શંખ પીળો છે.' એવી પ્રત્યક્ષાત્મક ભ્રાંતિ જેમ ઉત્પન્ન થઈ શકે છે તેમ શાસ્ત્ર દ્વારા ‘‘આત્મા અબદ્ધ છે.’’ એવો પરોક્ષ નિર્ણય હોવા છતાં પણ અનાદિકાલીન મિથ્યાબુદ્ધિના સંસ્કારના કારણે “હું કર્મ વગેરેથી બંધાયેલો છું.'' - આવો પ્રત્યક્ષાત્મક ભ્રમ પ્રવર્તે છે. < —શક્તિરૂપે વિપરીત સંસ્કાર હોવાથી અને અભિવ્યક્તિરૂપે વિપરીત દર્શન હોવાના કારણે યથાર્થ આત્મસાક્ષાત્કાર પણ થતો નથી. પંચદશી ગ્રંથમાં જણાવેલ છે કે —— મંદબુદ્ધિપણાથી શરીર વગેરેમાં આત્મત્વની ભ્રમણા જાગતી હોય ત્યારે “બ્રહ્મ તત્ત્વ એ જ આત્મા છે.” આવું બળજબરીથી જાણવા માટે જોવા માટે પુરૂષ સમર્થ નથી. —આ રીતે ફલિત થાય છે કે આત્માના પરોક્ષ જ્ઞાનની અપેક્ષાએ આત્માનું અપરોક્ષ = પ્રત્યક્ષ ૧૬૩ =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy