SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 388 द्रव्यभावविशुद्धिहेतुताविमर्शः 88 ૩૧૮ = प्रकर्षण गच्छति एव । न च अध्यात्मसारे → अभ्यासे सत्क्रियापेक्षा योगिनां चित्तशुद्धये । ज्ञानपाके शमस्यैव ८- (१५/२१) इत्येवं ज्ञान-क्रिययोः कालभेदेनैव चित्तशुद्धिकारकत्वमुक्तं, अत्र तु युगपत् ज्ञान-क्रिययोः यथाक्रमं भावद्रव्यशुद्धिजनकत्वमुच्यत इति कथं न विरोध इति शङ्कनीयम्, तत्र योगारम्भदशायां सत्क्रियानादरादिजनकबहिरङ्गचित्तशुद्धये प्राधान्येन सत्क्रियाया उत्तरकाले च षोडशकोक्त-ध्यानविक्षेपकारिखेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गलक्षणदोषाष्टकाक्षेपकासत्संस्कारात्मकान्तरङ्गचित्तशुद्धये मुख्यतया शमस्य पक्कतत्त्वज्ञानस्थानीयस्य हेतुत्वं प्रतिपिपादयिषितमिति यथाक्रमं तयोः द्रव्य-भावशुद्धिहेतुताऽनाविलैव । प्रागुत्तरकालापेक्षया ज्ञानक्रिययोः शुद्धीकरणं प्रति गौण-प्रधानभावेऽपि युगपदुभयत्र यत्नविधेरविरोधात् । युगपन्निश्चयव्यवहारयत्नस्तु -> व्यवहाराद् बहिः कार्यं कुर्याद्विधिनियोजितम् । निश्चयं चान्तरे धृत्वा तत्त्ववेदी सुनिश्चત્રમ્ -(૭/૨૨) રૂર્વ પ્રમુવતરીત્યા તત્ત્વજ્ઞાનતિષ્યિનુસરતઃ શર્તવ્ય ત્યરું વિસ્તરણ ૩/૪રા રિલાયુમેનપસંદ્દતિ > “શિવેતિ | હું અધ્યાત્મસારગ્રંથ વિરોધનો પરિહાર છે ન ૧૦ | અહીં એક શંકા થઈ શકે છે કે – “અધ્યાત્મસાર ગ્રંથમાં તો “પ્રારંભમાં = અભ્યાસદશામાં યોગીઓને ચિત્તશુદ્ધિ માટે સત્ ક્રિયાની અપેક્ષા છે અને જ્ઞાનનો પરિપાક થાય ત્યારે પ્રથમભાવની અપેક્ષા છે.” આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયામાં ચિત્તશુદ્ધિની કારગતા કાલભેદથી બતાવેલ છે, એકી સાથે નહિ. જ્યારે તમે તો પ્રસ્તૃતમાં એકી સાથે જ્ઞાન અને ક્રિયામાં પ્રયત્ન કરવાની વાત કરો છો, તથા ક્રિયા દ્વારા દ્રવ્યશુદ્ધિ અને જ્ઞાન દ્વારા ભાવશુદ્ધિ પ્રાપ્ત થાય છે તેવું જણાવે છે. તેથી અધ્યાત્મસારની ઉપરોક્ત વાત સાથે તમારી વાતનો તાલમેળ બેસતો નથી.' <- પરંતુ આ શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે યોગની પ્રાથમિક અવસ્થામાં સક્રિયામાં અનાદર વગેરે ઉત્પન્ન કરનાર જે બહિરંગ ચિત્ત છે તેની શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા રહેલી છે તથા પ્રાથમિક અવસ્થાને ઓળંગી ગયા બાદ આગળની અવસ્થામાં ધ્યાનમાં વિક્ષેપ કરનાર (૧) ખેદ, (૨) ઉદ્વેગ, (૩) ક્ષેપ, (૪) ઉત્થાન, (૫) ભ્રાન્તિ, (૬) અમૃત, (૭) રોગ અને (૮) આસંગ નામના જે આઠ દોષ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે તેને ખેંચી લાવનાર ખરાબ સંસ્કાર સ્વરૂપ અંતરંગ ચિત્તની શુદ્ધિ માટે મુખ્યતયા પરિપક્વ તત્ત્વજ્ઞાનસ્થાનીય એવો પ્રશમ ભાવ કારણ છે. આવું પ્રતિપા અધ્યાત્મસાર ગ્રંથમાં અભિમત છે. વિચારાત્મક બહિરંગ ચિત્તની શુદ્ધિ ક્રિયા દ્વારા અને સંસ્કારાત્મક અંતરંગ ચિત્તની શુદ્ધિ જ્ઞાન દ્વારા થાય છે. ક્રિયામાં અનાદર તે કુવિચાર સ્વરૂપ બહિરંગ ચિત્ત છે. તે કિયામલ સ્વરૂપ છે, અથવા તો ક્રિયામલનો હેતુ છે. વિધિ, યતના વગેરે પૂર્વક સતકિયાનું સેવન કરતા કરતા કિયામલની નિવૃત્તિ થવાથી દ્રવ્યશુદ્ધિ થાય છે અને તત્ત્વજ્ઞાનનું સેવન કરવાથી ખેદ, ઉદ્વેગ વગેરે સ્વરૂપ દોષનો ત્યાગ થવાથી કુસંસ્કાર સ્વરૂપ અંતરંગ મલિન ચિત્ત દૂર થાય છે. અને તેનાથી ભાવશુદ્ધિ પ્રાપ્ત થાય છે. અર્થાત સંસ્કારાત્મક અંતરંગ ચિત્ત શુદ્ધ બને છે.-એવું અમે અહીં જણાવીએ છીએ. તેથી બન્ને ગ્રંથમાં કોઈ વિરોધ નથી. પૂર્વોત્તર કાળની અપેક્ષાએ શુદ્ધિકરણ પ્રત્યે જ્ઞાન અને ક્રિયામાં ગૌણ-મુખ્ય ભાવ હોવા છતાં પણ એકી સાથે તે બન્નેમાં પ્રયત્ન કરવામાં આવે તેમાં કોઈ વિરોધ જણાતો નથી. -> હૃદયમાં અત્યંત નિશ્ચલ રીતે નિશ્ચયને ધારણ કરીને તત્વવેત્તા પુરૂષ બહારમાં વ્યવહારનયને આશ્રયીને શાસ્ત્રોક્ત રીતે વિહિત એવા અનુષ્ઠાનને કરવું જોઈએ. – આ પ્રમાણે તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં જણાવ્યા મુજબ એકી સાથે જ્ઞાન અને ક્રિયામાં અર્થાત નિશ્ચય અને વ્યવહારમાં પ્રયત્ન કરવો જોઈએ. અધિક વિસ્તારથી સર્યું. (૩/૪૨)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy