SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 9 ગુસમર્પિતી નામસ્વરૂપનિષતા: @િ ___ इह = जिनप्रवचने प्रविततं = असङ्ख्येयभेदभाजनतया प्रकर्षेण विस्तृतं व्यवहारमार्ग = व्यवहारनयनिरूपितं मोक्षमार्ग अभ्यस्य तु = सम्यक् परिशील्य एव सद्गुरुवाक्यनिष्ठः = निर्व्याजकृपान्वितगीतार्थसंविग्नगुरूपदेशवर्ती प्रज्ञापनीयः = कदाग्रहत्यागेन प्रज्ञापनीयत्वगुणोपेतः असौ = आत्मज्ञानी योगी वीर्योल्लासक्रमेण चिद्दर्पणप्रतिफलत्रिजगद्विवर्ते = विशुद्धविज्ञानलक्षणादर्शसङ्क्रामत्रिभुवनगतसर्वद्रव्य-गुणपर्याये सहजात्मरूपे = सहजे कैवल्यैकलक्षणे आत्मस्वभावे किं पुनः = कथमपि = अकथनीयरूपेण वर्तेत = अवतिष्ठेत । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे → गुर्वाज्ञापारतन्त्र्येण द्रव्यदीक्षाग्रहादपि । वीर्योल्लासक्रमात् प्राप्ता बहवः परमं पदम् ।। (२/२७) शास्त्रोपदर्शितदिशा गलितासद्ग्रहकषायकलुषाणाम् । प्रियमनुभवैकवेद्यं માવિર્મવતિ વિમવિ | – (૨૦/૧) ઘુમ્ | इदञ्चात्रावधेयम् प्रशस्ताऽप्रशस्तवस्तुप्रतिबिम्बनिमित्तकराग-द्वेषराहित्य-प्रतिबिम्बमूर्छाराहित्य-यथावस्थि છે. આત્મજ્ઞાની આત્મરમણતાને માણે છે ઢીકાર્ચ - જૈન શાસનમાં વ્યવહાર નથી બતાવેલો મોક્ષમાર્ગ અત્યંત વિસ્તૃત છે. કેમ કે તેના અસંખ્ય ભેદ અને પેટા ભેદ રહેલા છે. આવા વ્યવહાર નયને માન્ય વિસ્તૃત મોક્ષમાર્ગનું સમ્યક રીતે પરિશીલન કરીને જ અપુનર્ધધક વગેરે પ્રજ્ઞાપનીય જીવ મોક્ષમાર્ગે આગળ વધે છે. કદાગ્રહનો ત્યાગ કરી પ્રજ્ઞાપનીયત્વ (જેને સુખેથી સમજાવી શકાય તે) ગુણથી યુક્ત એવા જીવો પ્રસ્તુતમાં પ્રજ્ઞાપનીય પદથી સમજવા. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કૃપાદષ્ટિ રાખનારા ગીતાર્થ સંવિગ્ન ગુરૂને સદ્દગુરૂ જાણવા. આવા સદ્દગુરૂના ઉપદેશ-હુકમમાં રહેવાને કારણે પ્રજ્ઞાપનીય જીવ મોક્ષમાર્ગે આગળ વધવાનો વિલાસ પ્રાપ્ત કરે છે. એ વર્ષોલ્લાસ ક્રમે કરીને જ્યારે પ્રબલ બને છે ત્યારે પ્રજ્ઞાપનીય આત્મજ્ઞાની યોગી કોઈક અવર્ણનીયરૂપે સહજ આત્મસ્વરૂપમાં રહે છે. કેવલજ્ઞાન = સંપૂર્ણ વિશુદ્ધ જ્ઞાન એ તો આત્માનો સહજ સ્વભાવ છે. આત્માનું શુદ્ધ ચેતન્ય એ દર્પણ જેવું નિર્મળ છે. તેમાં ત્રણેય જગતમાં રહેલ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો સંક્રમે છે. આવા જ અભિપ્રાયથી અધ્યાત્મસા૨ ગ્રંથમાં – દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને પણ ગુરૂઆજ્ઞાની પરતંત્રતા (સમર્પિતતા) ના કારણે ક્રમે કરીને વર્ષોલ્લાસ વધતાં ઘણા જીવો મોક્ષમાં ગયા છે. શાસ્ત્રોક્ત દિશા મુજબ કદાગ્રહ અને કષાયની કલુષિતતા દૂર કરનારા જીવોને કોઈક પ્રિય રહસ્ય પ્રાપ્ત થાય છે કે જે કેવલ અનભવગમ્ય જ હોય છે. <– આ પ્રમાણે છે. તેથી આત્મજ્ઞાની યોગી નિયમાં સહજ આત્મસ્વભાવમાં રહે - આ વાત નિર્વિવાદ સિદ્ધ છે. શું દર્પણ ઉપમાનું રહસ્યોદ્ઘાટન # અહીં આત્માના વિશુદ્ધ ચૈતન્યને દર્પણની ઉપમા આપવાની પાછળ ચાર પ્રયોજન રહેલા છે. (૧) જેમ અરીસાની સામે સારી વસ્તુ આવે ત્યારે તેનું સુંદર પ્રતિબિંબ બતાવવા છતાં અરીસાને તેના પ્રત્યે રાગ નથી હોતો અને તેની સામે ખરાબ વસ્તુ આવે ત્યારે તેનું અસુંદર પ્રતિબિંબ બતાવવા છતાં અરીસાને તેના પ્રત્યે દેષ ભાવ નથી હોતો. બરોબર આ રીતે જ શુભ કે અશુભ દ્રવ્ય, ગુણ, પર્યાયોને શુભ કે અશુભ રૂપે જાણવા છતાં આત્માનું શુદ્ધ ચૈતન્ય તેના પ્રત્યે રાગ-દ્વેષની પરિણતિથી દૂષિત થતું નથી. (૨) જેમ અરીસો વસ્તુના પ્રતિબિંબને બતાવવા છતાં તેને પકડી રાખતો નથી, તેમ આત્મા શુભાશુભ ભાવોને જાણવા છતાં તેનો પરિગ્રહ રાખતો નથી. (૩) જેમ સાદો અરીસો વસ્તુ જેવી હોય તેવી જ તેને બતાવે છે. વસ્તુના સ્વરૂપને વિકૃત કરીને અરીસો તેને જણાવતો નથી, બરોબર આ જ રીતે આત્માનું શુદ્ધ ચૈતન્ય પણ સર્વ પ્રશસ્ત, અપ્રશસ્ત
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy