SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ અધ્યાત્મોપનિષત્રકરણ 888 प्रशस्तालम्बनविचारः 88 કશુમોથો વિના સુમોપયોગsfજ નતીતિ સ્પષ્ટપતિ – “વ્રતારિરિતિ | व्रतादिः शुभसङ्कल्पो, निर्णाश्याशुभवासनाम् । दाह्यं विनेव दहनः, स्वयमेव विनश्यति ॥५६॥ व्रतादिः = व्रत-महाव्रत-प्रतिक्रमणालोचनादिरूपः पुण्यानुबन्धिपुण्यप्रयोजकः शुभसङ्कल्पः = प्रशस्तोपयोगः हिंसाद्यव्रतस्वरूपां अशुभवासनां संस्कारात्मनाऽपि यदा विनाशयति तदा तां निर्णाश्य = विनाश्य स्वयमेव = अन्यनैरपेक्ष्येणैव विनक्ष्यति, तथास्वाभाव्यात् । किंवत् ? इत्याह - दाह्यं = इन्धनं विना दहनो = वह्निः इव । एवमेव ध्यानादावप्यवगन्तव्यम्, असदालम्बनगर्भितमप्रशस्तचित्तं विनाश्य स्वालम्बनस्य प्रशस्तध्यानस्याऽपि स्वयमेव नाशात । इत्थमेव निरालम्बनध्यानकालीनाऽव्याहतसाम्यसखलाभात् । तदुक्तं अध्यात्मसारे > आलम्ब्यैकपदार्थं यदा न किश्चिद् विचिन्तयेत् । अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ॥ <- (२०/१७) इति । मैत्रेय्युपनिषद्यपि -> यथा निरिन्धनो वह्निः स्वयोनावुपशाम्यति । तथा वृत्तिक्षयाच्चित्तं स्वयोनावुपशाम्यति || <- (१/३) इत्युक्तम् ॥ यथा बद्धकोष्ठतात्यागार्थं गृहीतमेरण्डतैलं मलविसर्जनेन सहैव स्वयमेव निर्गच्छति तथेदमपि भावनीयम् ॥२/५६॥ અશુભ ઉપયોગનો નાશ કરીને શુભ ઉપયોગ પણ નાશ પામે છે. આ વાતને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે. શ્લોકાર્ચ :- વ્રત વગેરે સંકલ્પો હિંસાદિ સ્વરૂપ અશુભ વિકલ્પોનો નાશ કરી, સ્વયં જ દૂર થશે. જેમ ઈન્દન વિના અગ્નિ સ્વંય બુઝાય છે તેમ. (૨/૫૬) અશુભ દૂર થતાં શુભ દૂર થાય, શુદ્ધ પ્રગટે છે, ટીકાર્ય :- જે વ્રત, મહાવ્રત, પ્રતિક્રમણ, આલોચના વગેરે સ્વરૂપ પ્રશસ્ત ઉપયોગ પુણ્યાનુબંધી પુણયનો પ્રયોજક હોય તે હિંસા, જૂઠ, ચોરી વગેરે અવ્રત સ્વરૂપ અશુભ ઉપયોગનો સંસ્કારરૂપે પણ નાશ કરી, બીજા કોઈની અપેક્ષા વિના જાતે જ નાશ પામશે. કારણ કે તેનો તેવા પ્રકારનો સ્વભાવ છે. જેમ ઈશ્વનને અગ્નિ બાળે છે અને ઈન્જનનો નાશ કર્યા પછી ઈન્જનની ગેરહાજરીમાં અગ્નિ જાતે જ નાશ પામે છે તેમ આ વાત સમજવી. આ જ રીતે ધ્યાન વગેરેમાં જાણવું. અશુભ આલંબન યુક્ત ચિત્તનો નાશ કરીને સારા આલંબનવાળું પ્રશસ્ત ધ્યાન પણ જાતે જ નાશ પામે છે. આ રીતે જ નિરાલંબને ધ્યાનકાલીન અવ્યાહત સામ સુખની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે – એક પદાર્થનું આલંબન કરીને જ્યારે કશું પણ વિચારવામાં ન આવે ત્યારે મન શાંત = નિર્વિચાર થાય છે. જેમ સળગતા અગ્નિમાં લાકડા વગેરે નાંખવામાં આવે ત્યાં સુધી અગ્નિ સળગે છે, અને નવા લાકડા વગેરે ઉમેરવાનું બંધ કરવામાં આવે, અને પૂર્વે ઉમેરેલા લાકડા ભસ્મીભૂત થાય ત્યારે અગ્નિ શાંત થઈ જાય છે તેમ આ જાણવું. -તથા મૈત્રેયી ઉપનિષદ્દમાં પણ જણાવેલ છે કે – જેમ ઈશ્વન વગરનો અગ્નિ પોતાના કારણમાં શમી જાય છે તેમ વૃત્તિઓનો ક્ષય થવાના કારણે ચિત્ત પોતાના કારણમાં શમી જાય છે. – જેમ કબજિયાત દૂર કરવા માટે દિવેલ લેવામાં આવે તો તે દિવેલ કબજિયાતને દૂર કરીને જાતે જ બહાર નિકળી જાય છે. દિવેલને બહાર કાઢવા માટે બીજી કોઈ ચીજની આવશ્યકતા રહેતી નથી, તેમ અશુભ ઉપયોગને દૂર કરવા શુભ ઉપયોગની આવશ્યકતા રહે છે. પરંતુ શુભ ઉપયોગને દૂર કરવા બીજી કોઈ ચીજની આવશ્યકતા રહેતી નથી અશુભ ઉપયોગ દૂર કરી, શુભ ઉપયોગ સ્વયં દૂર થાય છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. (૨/પS)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy