SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ 8 अविद्यया विद्याप्राप्तिः અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૫૩ नाभिमतम् । अत 'उत्तमया' इति विशेषणमुपात्तम् । अपुनर्बन्धकादिनियता मन्दशक्तियुक्ता तादृशी उत्तमा अविद्याऽपि प्रकृते नाभिमता, तदानीं तस्याः स्वविवर्धनोद्यमोत्थत्वात् । तदानीन्तनेन शुभोपयोगेन हि शुभोपयोगसन्ततिर्विवर्धत एव, न तु हीयते । यद्यपि तादृशशुभोपयोगेन कालान्तरे शुद्धोपयोगलाभात् शुभोपयोगसन्ततिर्विनश्यत्येव तथापि प्रबलशक्तिशून्यतया स साक्षात् स्वनाशाऽकारणत्वान्नात्राभिमतः । यद्वा साधिकनवपूर्वविदः द्रव्यचारित्रिणोऽभव्यस्यासन्नग्रन्थिदेशस्य योत्तमाऽविद्या तव्यवच्छेदार्थं 'स्वात्मनाशोद्यमोत्थया' इति विशेषणमवगन्तव्यम् । एतेन → अविद्यया मृत्युं तीा विद्ययाऽमृतमश्नुते ८(११) इति ईशावास्योपनिषद्वचनमपि व्याख्यातम्, विद्यापदेन शुद्धोपयोगस्याऽविद्यापदेन शुभोपयोगस्य, मृत्युपदेन हिंसाद्यशुभोपयोगस्य ग्रहणात् अमृतपदेन च मुक्तिग्रहणादिति जिनसमयवेदिभिर्विभावनीयम् । वस्तुतस्त्वात्मतत्त्वविलोकनपरायणत्वमेवाऽविद्यायाः उत्तमायाः स्वनाशोद्यमः । इदमेवाभिप्रेत्य महोपનિવરિ > મસ્યા: ૫ પ્રપન્યા : ચીત્મનારઃ નાયતે – (૪/૨૨૨) હ્યુમ્ | મોનિપર तु → अविद्ययैवोत्तमया स्वार्थनाशोद्यमार्थया । विद्या हि प्राप्यते ब्रह्मन् ! सर्वदोषापहारिणी ॥ ८દીર્ઘ કાલ પછી શુદ્ધ ઉપયોગનો લાભ થાય છે જ, અને તેનાથી તે શુભ વિચારણાઓની ધારે નાશ પામે જ છે, છતાં પણ પ્રબળ શક્તિથી રહિત હોવાના કારણે તે શુભ વિચારણાઓ પોતાના નાશની સાક્ષાત્ કારણ બનતી નથી. માટે તે પ્રસ્તામાં અભિમત નથી. અથવા એમ પણ કહી શકાય કે હા પૂર્વથી કાંઈક નૂન જ્ઞાનવાળા અને માખીની પાંખ જેવું શુદ્ધ દ્રવ્ય ચારિત્ર પાળનારા એવા અભવ્ય જીવ ગ્રંથિદેશ પાસે આવીને જે શુભ વિચારોની હારમાળા બનાવે છે તે પણ ઉત્તમ અવિદ્યા જ કહી શકાય, પરંતુ તેનાથી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ વિદ્યા પ્રાપ્ત થતી નથી. તેથી તેની બાદબાકી કરવા માટે પોતાની જાતનો નાશ કરવાના પુરૂષાર્થથી ઉત્પન્ન થયેલી' - (વાત્મનારોમોત્થા) આ પ્રમાણે ઉત્તમ અવિદ્યાનું વિશેષણ સાર્થક જાગવું. - “આત્માને સાંભળવો, વિચારો અને ઘૂંટવ' - આવી આકાંક્ષા સ્વરૂપ જે પુરૂષાર્થ છે તેના વડે ઉત્તમ અવિદ્યા સ્વયં નાશ પામે છે. અર્થાત આત્મકેન્દ્રિત પ્રબળ શુભ વિચાર પોતાના નાશ માટે જ ઉત્પન્ન થાય છે. અને તેનાથી શુદ્ધ ઉપયોગ પરિણતિ સ્વરૂપ વિદ્યા પ્રાપ્ત થાય છે. તે વિદ્યા સર્વ કર્મકલંકનો નાશ કરનારી છે. તેન૦ | ઈશાવાસ્ય ઉપનિષમાં જે જણાવેલ છે કે – અવિદ્યા વડે મૃત્યુને તરીને વિદ્યા દ્વારા સાધક અમૃતને મેળવે છે. – તેની પણ વ્યાખ્યા ઉપરોક્ત વિવરણ દ્વારા થઈ જાય છે. “મૃત્યુ' શબ્દથી અશુભ ઉપયોગ અને “અમૃત” શબ્દથી મોક્ષનું ગ્રહણ સમજવું. અર્થાત્ શુભ વિકલ્પ સ્વરૂપ અવિદ્યા વડે હિંસા, જૂઠ, ચોરી વગેરે વિષયક અશુભ ઉપયોગ સ્વરૂપ મૃત્યુને ઓળંગી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ વિદ્યા દ્વારા સાધક મોક્ષને મેળવે છે. આવું તેનું તાત્પર્ય છે. આ પ્રમાણે જિનાગમવેત્તાઓએ વિચારવું. વસ્તુતઃ | વાસ્તવમાં તો આત્મતત્વનો સાક્ષાત્કાર કરવામાં રચ્યા-પચ્યા રહેવું - તે જ પોતાની જાતના નાશ માટેનો ઉત્તમ અવિદ્યાનો ઉદ્યમ જાણવો. “આત્માને સાંભળવો, જાણવો, વિચારવો..' આવી શબ્દપ્રધાન સામાન્ય કક્ષાની આકાંક્ષા તો યોગારંભદશામાં પણ આવી શકે છે, પરંતુ તેનાથી કાંઈ તેવી વિચારધારાનો નાશ થતો નથી. તેમ જ શુદ્ધ - નિર્વિકલ્પક ઉપયોગ દશા પ્રાપ્ત થતી નથી. આત્મતત્ત્વના અપરોક્ષ અનુભવમાં પરાયણ એવી ઉત્તમ અવિદ્યા જ પોતાની જાતનો નાશ કરવા સમર્થ છે. આ જ અભિપ્રાયથી મહોપનિષદ્ ગ્રંથમાં જણાવેલ છે કે – પરબ્રહ્મને પ્રકુટ રીતે જોતી એવી અવિદ્યા પોતાની જાતનો નાશ કરે છે. <-પ્રસ્તુત બીજા અધિકારના ૫૩માં શ્લોકના જ ભાવનો શ્લોક મહોપનિષદુમાં પ્રાપ્ત થાય છે. ત્યાં જણાવેલ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy