SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ દ્વીપ-સમુદ્રોના નામ કેટલાક દ્વીપોના નામ - પહેલો જંબૂદ્વીપ, આઠમો નન્દીશ્વરદ્વીપ, બીજો ધાતકીખંડ, નવમો અરુણદ્વીપ, ત્રીજો પુષ્કરવરદીપ, દસમો અણવરદ્વીપ, ચોથો વાણીવરદ્વીપ, અગિયારમો અણવરાવભાસદ્વીપ, પાંચમો ક્ષીરવરદ્વીપ, બારમો કુંડલદ્વીપ, છઠ્ઠો વૃતવરદ્વીપ, તેરમો કુંડલવરદ્વીપ, સાતમો ઈયુવરદ્વીપ, ચૌદમો કુંડલવરાવભાસદ્વીપ. અહીં સુધી ક્રમસર નામો છે. પછી ગમે તે ક્રમે ત્રણ-ત્રણ નામો છે. પરંતુ તે પણ ત્રિપ્રત્યવતાર છે. એટલે કે એકવાર એકલું નામ, બીજીવાર “વર' લગાડેલુ નામ અને ત્રીજી વાર “વરાવભાસ” લગાડેલું નામ. તે આ પ્રમાણે - શંખદ્વીપ, શંખવરદ્વીપ, શંખવરાવભાસદીપ, ચકદીપ, ચકવરદ્વીપ, ચકવરાવભાસદ્વીપ, ભુજગદીપ, ભુજગવરદ્વીપ, ભુજગવરાવભાસદ્વીપ, કુશદ્વીપ, કુશવરદ્વીપ, કુશવરાવભાસદ્વીપ, ક્રૌંચદ્વીપ, ક્રૌંચવરદ્વીપ, ક્રૌંચવરાવભાસદ્વીપ, એમ ત્રિપ્રત્યવતાર નામો ત્યાં સુધી જાણવા કે દેવદ્વીપની પહેલા સૂર્યવરાવભાસદ્વીપ આવે. પછી ક્રમશઃ દેવદ્વીપ, નાગદ્વીપ, યક્ષદ્વીપ, ભૂતદીપ અને સ્વયમ્ભરમણદ્વીપ આવે. સમુદ્રોના નામ - આ દરેક દ્વીપ વલયાકાર સમુદ્રથી વિટડાયેલ છે. તે આ પ્રમાણે – જંબૂઢીપને ફરતો લવણસમુદ્ર છે. ધાતકીખંડને ફરતો કાળોદધિસમુદ્ર છે. શેષ દ્વીપોને ફરતા સમુદ્રો દ્વીપની સમાન નામવાળા છે. પછી પછીના દ્વીપ-સમુદ્ર બમણા-બમણા વિસ્તારવાળા છે. તિસ્તૃલોકમાં સૌથી છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy