SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો મતાંતર ૨૭ જે દ્વીપ-સમુદ્ર જેટલા લાખ યોજનાના વિસ્તારવાળો હોય તેમાં ચન્દ્ર-સૂર્યની તેટલી પંક્તિ હોય. પૂર્વેના દ્વીપ-સમુદ્રની પહેલી પંક્તિમાં જેટલા ચન્દ્ર-સૂર્ય હોય તેના કરતા બમણા ચન્દ્રસૂર્ય પછીના દ્વીપ-સમુદ્રની પહેલી પંક્તિમાં હોય. બીજી પંક્તિમાં ૬ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય. ત્રીજી પંક્તિમાં ૭ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય. ત્યાર પછી બે-બે પંક્તિમાં ૬-૬ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય અને ત્રીજી પંક્તિમાં ૭ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય. આમ તેતે દ્વીપ-સમુદ્રની ચરમ પંક્તિ સુધી જાણવું. પુષ્કરવરાર્ધદ્વીપની પહેલી પંક્તિમાં ચન્દ્ર-સૂર્ય ૧૪૫-૧૪૫ છે. પુષ્કરવરસમુદ્રની પહેલી પંક્તિમાં ચન્દ્ર-સૂર્ય ૨૯૦-૯૦ છે. બીજો મતાંતર - મનુષ્યક્ષેત્ર પછી ૫૦,૦00 યોજન ઓળંગી પહેલી પંક્તિમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય છે. ત્યાં તેમનું પરસ્પર અંતર ૧,૦૧,૦૧૭ યોજન* છે. તે આ પ્રમાણે - પહેલી પંક્તિનો વ્યાસ = ૪૬ લાખ યોજન. પહેલી પંક્તિની પરિધિ = ૧,૪૫,૪૬,૪૭૭* યોજન. ચન્દ્ર-સૂર્યનું અંતર = ૧,૪૫,૪૬,૪૭૭ - ૧૪૪ = ૧,૦૧,૦૧૭ યોજન*. બે ચન્દ્રનું પરસ્પર અંતર અને બે સૂર્યનું પરસ્પર અંતર આનાથી બમણુ જાણવું. * સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી મ. કૃત ટીકામાં અહીં ચન્દ્ર-સૂર્યનું અંતર ૧,૦૧,૦૧૭ યોજને કહ્યું છે. સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી મ. કૃત ટીકામાં અહીં મનુષ્યક્ષેત્રની બહારની પ્રથમ પંક્તિની પરિધિ ૧,૪૫,૪૬,૪૭૭યોજન કહી છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy