SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબર મતાંતર ૨૫ છે. જંબૂદ્વીપમાં પૂર્વમાં નિષધ પર્વતની ઉપર ૬૩ સૂર્યમંડલ છે અને હરિવષક્ષેત્રની જીવાના છેડા ઉપર બે સૂર્યમંડલ છે, તથા પશ્ચિમમાં નીલવંત પર્વતની ઉપર ૬૩ સૂર્યમંડલ છે અને રમ્યકક્ષેત્રની જીવાના છેડા ઉપર બે સૂર્યમંડલ છે. • બધા ચન્દ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા જંબૂદ્વીપના મેરુપર્વતને વચ્ચે રાખીને પરિભ્રમણ કરે છે. ચન્દ્ર-સૂર્ય-ગ્રહનો નક્ષત્ર સાથે યોગ અનવસ્થિત હોય છે. નક્ષત્ર-તારાનું મંડલ સદા અવસ્થિત હોય છે. તેમના દક્ષિણાયનઉત્તરાયણ થતા નથી. મેરુ પર્વતની ચારે દિશામાં ૧-૧ ધ્રુવતારો છે. આ ધ્રુવતારાના પરિવારના તારાઓ ધ્રુવતારાની જ ચારે બાજુ પરિભ્રમણ કરે છે, મેરુપર્વતની ચારે બાજુ નહીં. દિગંબર મતાંતર – આ મત દિગમ્બરસંમત એવા કર્મપ્રકૃતિપ્રાભૃતમાં બતાવ્યો છે. મનુષ્યલોકની બહાર ચન્દ્ર-સૂર્ય વચ્ચે સાધિક ૫૦,000 યોજનનું અંતર છે. બે ચન્દ્ર વચ્ચેનું અંતર અને બે સૂર્ય વચ્ચેનું અંતર આનાથી બમણું જાણવું. મનુષ્યલોકની બહાર પહેલી પંક્તિમાં ૧૪૫ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય છે. તે આ પ્રમાણે - મનુષ્યક્ષેત્ર પછી ૫0,000 યોજન ઓળંગી ગોળાકારે ચન્દ્રસૂર્યની પહેલી પંક્તિ છે. તેનો વ્યાસ ૪૬ લાખ યોજન છે. તેની
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy