SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૪૯ ગુણા પગલા વડે આઠ દેવલોકમાં, સાત ગુણા પગલા વડે રૈવેયકમાં અને નવગુણા પગલા વડે ચાર અનુત્તરમાં જાણવું. (૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪). પઢમપયરંમિ પઢમે, કપે ઉડુ નામ હૃદયવિમાણે. પણયાલલખજોયણ, લખે સવ્વરિ સવઠું ૧૨પા પહેલા દેવલોકના પહેલા પ્રતરમાં, ઉડુ નામનું ઈન્દ્રક વિમાન ૪૫ લાખ યોજનાનું છે. બધાની ઉપર રહેલ સર્વાર્થસિદ્ધ વિમાન ૧ લાખ યોજનનું છે. (૧૨૫). ઉડુ ચંદ રયય વગુ, વરિય વરુણે તહેવ આણંદે ! ખંભે કંચણ રુઈરે, ચંદ અરુણે ય વરુણે ય ૧૨૬ll. ઉડુ, ચંદ્ર, રજત, વલ્થ, વીર્ય, વરુણ, આનંદ, બ્રહ્મ, કાંચન, રુચિર, ચન્દ્ર, અરુણ અને વરુણ – (આ પહેલા-બીજા દેવલોકના ઇન્દ્રક વિમાનો છે.) (૧૨૬). વેરૂલિય યગ રુઈરે, અંકે ફલિહે તહેવ તવણિજ્જ ! મેહે અગ્ધ હાલિદે, નલિણે તહ લોહિયર્મે ય /૧૨ વઈરે અંજણ વરમાલ, રિટ્ટ દેવે ય સોમ મંગલએ ! બલભદે ચક્ક ગયા, સોવસ્થિય સંદિયાવરે ૧૨૮ વૈર્ય, રુચક, રુચિર, અંક, સ્ફટિક, તપનીય, મેઘ, અર્થ, હાલિદ્ર, નલિન, લોહિતાક્ષ, વજ - (આ ત્રીજા-ચોથા દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) અંજન, વરમાલ, રિષ્ટ, દેવ, સોમ, મંગળ(આ બ્રહ્મલોક દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) બલભદ્ર, ચક્ર, ગદા, સ્વસ્તિક, નંદાવર્ત - (આ લાંતક દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) (૧૨૭, ૧૨૮)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy