SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૪૧ ચન્દ્રના ૧૦ મંડલ લવણસમુદ્રની ઉપર છે અને ૫ મંડલ નિષધપર્વતની ઉપર છે. મંડલના અંતરનું પ્રમાણ અને વિમાનનું પ્રમાણ પૂર્વે કહ્યા મુજબ જાણ. (૮૩) પણસટ્ટી નિસઢમિ ય, દુન્નેિ ય બાહા દુજોયણુતરિયા ! ઈગુણવીસ તુ સય, સૂરસ્સ ય મંડલા લવણે ૮૪ સૂર્યના ૨ યોજના અંતરવાળા ૬૫ મંડલ નિષેધપર્વત ઉપર છે, તેમાંથી બે મંડલ (હરિવર્ષક્ષેત્રની) બાહા ઉપર છે અને ૧૧૯ મંડલ લવણસમુદ્ર ઉપર છે. (૮૪) સસિરવિણો લવણમિ ય, જોયણસય તિત્રિ તીસ અહિયાઈ ! અસીમં તુ જોયણસયું, જંબુદ્દીવંમિ પવિસત્તિ /પા ચન્દ્ર-સૂર્ય લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અને જંબુદ્વીપમાં ૧૮૦ યોજન પ્રવેશે છે. (૮૫) ગહ- રિખ-તાર-સંબં, જલ્થચ્છસિ નાઉમુદહિદીવે વા. તસ્યસિહિ એગતસિણો, ગુણ સંપ્ન હોઈ સવગું ૮૬ll જે દ્વીપમાં કે સમુદ્રમાં ગ્રહ, નક્ષત્ર અને તારાની સંખ્યા જાણવા ઇચ્છે છે તેના ચન્દ્રો વડે એક ચન્દ્રના પરિવારની) સંખ્યાને ગુણવાથી સર્વસંખ્યા થાય છે. (૮૬) બત્તીસટ્ટાવીસા, બારસ અડ ચઉ વિમાણલમ્બાઈ ! પત્રાસ ચત્ત છ સહસ્સ, કમેણ સોહમ્માઈસુ II૮ણા સૌધર્મ વગેરે દેવલોકમાં ક્રમશઃ ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦, ૬,૦૦૦ દેવવિમાનો છે. (૮૭).
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy