SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૨૧ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય-એકેકમાં ૭ લાખ યોનિઓ છે, પ્રત્યેક વનસ્પતિકાયમાં અને અનંતકાયમાં (ક્રમશઃ) ૧૦ લાખ અને ૧૪ લાખ યોનિ છે, વિકલેન્દ્રિયમાં ૨-૨ લાખ, નારક-દેવોમાં ૪-૪ લાખ, તિર્યંચમાં ૪ લાખ, મનુષ્યમાં ૧૪ લાખ યોનિ છે. (૩૫૧, ૩૫૨) બારસ સત્ત ય તિન્નિ ય, સત્ત કુલકોડિ સયસહસ્સાઈ । નેયા પુઢવિદગાગણિ-વાઊણ ચેવ પરિસંખા ॥ ૩૫૩ ॥ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાયમાં ક્રમશઃ ૧૨ લાખ, ૭ લાખ, ૩ લાખ, ૭ લાખ કુલકોટિ જાણવી. (૩૫૩) કુલકોડિસયસહસ્સા, સત્તદ્ઘ ય નવ ય અટ્ઠવીસં ચ । બેઇંદિઅતેઇંદિઅ-ચઉરિંદિઅહરિયકાયાણં ॥ ૩૫૪ ॥ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, વનસ્પતિકાયમાં ક્રમશઃ ૭ લાખ, ૮ લાખ, ૯ લાખ, ૨૮ લાખ કુલકોટિ છે. (૩૫૪) અદ્વૈતેરસ બારસ, દસ દસ નવ ચેવ સયસહસ્સાઈ । જલયરપક્ષ-ચઉપ્પય-ઉરભુઅસપ્પાણ કુલસંખા ॥ ૩૫૫ ॥ જલચર, પક્ષિ, ચતુષ્પદ, ઉ૨પરિસર્પ, ભુજપરિસર્પની કુલકોટિની સંખ્યા ક્રમશઃ ૧૨ લાખ, ૧૨ લાખ, ૧૦ લાખ, ૧૦ લાખ અને ૯ લાખ છે. (૩૫૫) છવ્વીસા પણવીસા, સુરનેરઈઆણ સયહસ્સાઇ । બાર સયસહસ્સાÛ, કુલકોડીણું મણુસ્સાણું ॥ ૩૫૬ ॥ દેવો-નારકોની ક્રમશઃ ૨૬ લાખ, ૨૫ લાખ, મનુષ્યની ૧૨ લાખ કુલકોટિ છે. (૩૫૬) એગા કોડાકોડી, સત્તાણઉઈ ભવે સયસહસ્સા । પન્નાસં ચ સહસ્સા, કુલકોડીણું મુર્ણયવ્વા ॥ ૩૫૭ ॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy