SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ નરકોમાં જે પૃથ્વીમાં જેટલી ભવધારણીય શરીરની અવગાહના છે તે બમણી ઉત્તરવૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. (૨૭૯) ભવધારણિજ્યરૂવા, ઉત્તરવેઉક્વિઆ ય નરએસુ ઓગાહણા જહન્ના, અંગુલઅસંખ સંખે ઉ ॥ ૨૮૦ ॥ નરકોમાં ભવધારણીય શરીરની અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના ક્રમશઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ છે. (૨૮૦) ૨૦૭ ચઉવીસયં મુહુત્તા, સત્ત અહોરત્ત તહ ય પત્નરસ I માસો અ દો અ ચઉરો, છમ્માસા વિરહકાલો ઉ || ૨૮૧ || ઉફ્ફોસો રયણાઇસુ, સવ્વાસુ જહન્નઓ ભવે સમઓ । એમેવ ય ઉન્વટ્ટણ, સંખા પુણ સુરવરુતુલ્લા II ૨૮૨ ॥ ૨૪ મુહૂર્ત, ૭ અહોરાત્ર, ૧૫ અહોરાત્ર, ૧ માસ, ૨ માસ, ૪ માસ, ૬ માસ ક્રમશઃ રત્નપ્રભા વગેરે નરકોમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છે. બધી નરકોમાં જઘન્ય ૧ સમય છે. એ જ પ્રમાણે ઉદ્ધર્તનવિરહકાળ છે. (એક સમયમાં ઉપપાત-ઉર્તન) સંખ્યા દેવોતુલ્ય છે. (૨૮૧, ૨૮૨) નરતિરિય સંખજીવી, નરએ ગચ્છતિ કેવિ પંચિંદિ । અઇકૂરઝવસાણા, અહો અહો જાવ સત્તમિયા ॥ ૨૮૩ ॥ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અતિક્રુર અધ્યવસાયવાળા, કેટલાક પંચેન્દ્રિય મનુષ્ય-તિર્યંચ નરકમાં નીચે નીચે યાવત્ સાતમી નરક સુધી જાય છે. (૨૮૩) અસન્ની ખલુ પઢમં, દુચ્ચું ચ સરીસવા તઇય પક્ષી । સીહા જંતિ ચઉત્થિ, ઉરગા પુણ પંચમિ પુઢવી ॥ ૨૮૪ ॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy