SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૦૩ બીજા વગેરે પ્રતોમાં દિશા-વિદિશામાં ૧-૧ નરકાવાસ ઓછુ થાય. ૪૯મા પ્રતરમાં દિશાઓમાં ૪ નરકાવાસ છે. (૨૫૭) સત્તમમહીએ એક્કો, પયરો તત્તો ઉ ઉવિર પુઢવીસું । ઇગદુતિગાઇવુડ્ડી, જા રયણાએ અઉણવન્તા II ૨૫૮ ॥ સાતમી પૃથ્વીમાં ૧ પ્રતર છે. તેનાથી ઉપરની પૃથ્વીઓમાં (દિશા-વિદિશામાં) ૧, ૨, ૩ વગેરે નરકાવાસની વૃદ્ધિ થાય યાવત્ રત્નપ્રભામાં (દરેક દિશામાં) ૪૯ નરકાવાસ હોય. (૨૫૮) ઇટ્ઝપયરસ્સ સંખા, અગુણા તિરહીઆ ભવે સંખા । પઢમો મુહમંતિમઓ, ભૂમિં તેસિં મુણસુ સંખ ॥ ૨૫૯ ॥ ઇષ્ટપ્રતરની (એક દિશાના નરકાવાસની) સંખ્યાને આઠથી ગુણી ૩ ઓછા કરવાથી તે પ્રતરના બધા નરકાવાસની સંખ્યા આવે. પહેલા પ્રત૨ના નરકાવાસ તે મુખ છે, છેલ્લા પ્રતરના નરકાવાસ તે ભૂમિ છે. તેમની સંખ્યા સાંભળ. (૨૫૯) સીમંતયનરઈંદય પઢમે, પયરંમિ હોઈ સંખાઓ । તિમ્નિ સય અઉણનઉયા, નિરયા તહ અંતિમે પંચ ॥ ૨૬૦ II પહેલા પ્રતરમાં સીમન્તક નરકેન્દ્રક છે. નરકાવાસની સંખ્યા ૩૮૯ છે. છેલ્લા પ્રતરમાં (નરકાવાસ) ૫ છે. (૨૬૦) મુહભૂમિસમાસદ્ધ, પયરેહિં ગુણં તુ હોઈ સવ્વધણું | તેવન્નહિયા છસ્સય, નવ ચેવ સહસ્સ સવ્વધણું ॥ ૨૬૧ ॥ મુખ અને ભૂમિને જોડી અર્ધ કરી પ્રતરોથી ગુણવાથી સર્વધન (કુલ નરકાવાસ) થાય છે. ૯,૬૫૩ સર્વધન છે. (૨૬૧) આવલિઆગયનરયા, ઇત્તિઅમિત્તા ઉ સવ્વપુઢવીસુ । તેહિં વિણા સબ્વે, સેસા પુપ્તાવકિન્નાઓ ॥ ૨૬૨ ॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy