SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મૂળગાથા - શબ્દાર્થ સાતમી પૃથ્વીમાં ઉપર-નીચે ૫૨,૫૦૦ યોજન એ નરકાવાસ રહિત છે, શેષમાં નિરન્તર નરકાવાસ છે. (૨૫૨) તેરિક્કારસ નવ સત્ત પંચ, તિન્નેવ હુંતિ ઇક્કો ય । પત્થડસંખા એસા, સત્તસુ વિ કમેણ પુઢવીસુ ॥ ૨૫૩ ॥ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૧ - સાતે ય પૃથ્વીઓમાં આ ક્રમશઃ પ્રતરોની સંખ્યા છે. (૨૫૩) બિસહસ્યૂણા પુઢવી, સગપયરેહિં તિસહસ્સગુણિએહિં । ઊણા રૂપૂણિયપયર-ભાઈયા પત્થઅંતરયું ॥ ૨૫૪ ॥ ૧ ૨૦૦૦ યોજન ન્યૂન પૃથ્વી(પિંડ)માંથી પોતાના પ્રતરોને ૩૦૦૦થી ગુણી ન્યૂન કરવા. તેને ૧ ન્યૂન પોતાના પ્રતરથી ભાગવુ. તે પ્રતરાંતર છે. (૨૫૪) તીસા ય પત્નવીસા, પનરસ દસ ચેવ તિનિ ય હવંતિ । પંચૂણ સયસહસ્સે, પંચેવ અણુત્તરા નિરયા ॥ ૨૫૫ ॥ (સાત પૃથ્વીમાં ક્રમશઃ) ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ન્યૂન ૧ લાખ અને ૫ અનુત્તર નરકાવાસ છે. (૨૫૫) રયણાએ પઢમપયરે, દિસિ દિસિ એગૂણવન્ત નરયાઓ । વિદિસાસેઢીએ પુણો, અડયાલા ઇંદઓ મઝે ॥ ૨૫૬ ॥ રત્નપ્રભાના પ્રથમપ્રતરમાં દિશા-દિશામાં ૪૯ નરકાવાસ છે, વિદિશાની શ્રેણીમાં ૪૮ નરકાવાસ છે, વચ્ચે નરકેક છે. (૨૫૬) બિઇયાઇસુ પયરેસું, દિસાસુ વિદિસાસુ હીયમાણેણં ઇક્કિક્કેણું પયરે, અઉણાવને દિસિસુ ચઉરો ॥ ૨૫૭ ॥
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy