SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ परिशिष्ट-३ 72) ઘsઘર્ષ – પુણ્ય, પાપ. 73) નામાર્થ – કોઇપણ અર્થવાન શબ્દને (મૂળ શબ્દને) સ્ત્રી પ્રત્યયો કે વિભકિતના પ્રત્યય લાગતા વ્યાકરણસૂત્રવિહિત જે કાર્ય થાય તેનામકાર્ય કહેવાય. દા.ત. : પ્રયોગસ્થળે જો શબ્દને સિ પ્રત્યય લાગતા “મોત શો .૪.૭૪' સૂત્રથી જે જો શબ્દના અંત્ય ગો નોગો આદેશ કરીએ છીએ તે નામકાર્ય ગણાય. 74) નામથતુ - નામવાચક શબ્દોને વચન વચઃ વર્ષ, વિશ્વપૂ આદિ પ્રત્યયો લાગી નામ પરથી ધાતુ બને તેને નામધાતુ કહેવાય. દા.ત. પુત્રીતિ, દંસાયતે વિગેરે. 75) નિત્ય – કૃતાકૃતપ્રસંગી. 76) નિત્યસમાસ – ‘વિપ્રદોસ્વપવિપ્રોડસ્વાચિતરવપ્રદ વા નિત્યસમાસ:” જે સમાસનો વિગ્રહ જ બતાવવો શક્ય ન હોય, અથવા સમાસના ઘટકીભૂત અવયવોનો વપરાશ વિગ્રહમાં ન કરાતો હોય, કે પછી છેવટે સમાસના ઘટકીભૂત એક પદનો તો વપરાશ વિગ્રહવાક્યમાં દર્શાવવો શક્ય જ ન હોય તેને નિત્યસમાસ કહે છે. 77) નિયતા - નિયતગણ એટલે એવા પ્રકારનો શબ્દસમૂહ કે જેમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત હોય છે. આ ગણમાં જેટલા શબ્દો લેવાના હોય છે તે બધા બ્રહવૃત્તિસ્થ ગણપાઠમાં દર્શાવી દીધા હોય છે. જેમકે ‘શ્રેન્થ વૃતાર્થે રૂ.૨.૨૦૪' વિગેરે સૂત્રમાં બતાવેલા શ્રેન્કર વિગેરે ગણો. 78) નિયમ - નિયમ એટલે સંકોચ. તે બે પ્રકારે જોવા મળે છે. ક્યાંક તે પ્રકૃતિસંકોચ રૂપ હોય છે, તો ક્યાંક તે પ્રત્યયસંકોચ રૂપ હોય છે. 19) નિરવાર – જે સ્થળે એક સાથે બે સૂત્રોની પ્રવૃત્તિ પ્રાપ્ત હોય તેને વિવાદનું સ્થળ કહેવાય અને તાદશ વિવાદના સ્થળને છોડીને અન્ય સ્થળે બન્ને પૈકી જે સૂત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક ન થઈ શકતું હોય તે સૂત્રને નિરવકાશ સૂત્ર કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો ‘વિવાદના સ્થળને છોડીને અન્યત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક ન થતા સૂત્રને નિરવકાશ (= અવકાશ વિનાનું) સૂત્ર કહેવાય.' 80) નિર્ધારણ – જાતિ, ગુણ કે કિયાદિની વિશેષતાને લઇને અમુક વ્યકિતને સમુદાયમાંથી જુદો તારવવો તેને નિર્ધારણ કહેવાય. 81) નિવેશ - સ્થાપન, મૂકવું. 82) પદાર્થ – નામને એકવાર વિભકિતના પ્રત્યયો લાગ્યા પછી જ્યારે તે ભાષા કે લોકવ્યવહારમાં પ્રયોગને યોગ્ય પદરૂપે તૈયાર થઈ જાય, ત્યાર પછી તે પદનો પદાન્તર સાથે સંબંધ કરાતા મૂળ પદને વ્યાકરણના સૂત્રો પ્રમાણે જે કાર્ય થાય તે પદકાર્ય કહેવાય. જેમકે મનીષોનો પ્રયોગસ્થળે મનિશ સોમ = મનિષોમો આમ ભાષા
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy