SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ xxxix આટલાં દાખલાઓ પરથી આપણે સહજ સમજી શકશે કે વસંતભાઇ ફકત પાણિનિ વ્યાકરણના સૂત્ર રચનાનો કમ દેખી‘પાણિનિ વ્યાકરણ વાક્યસંસ્કારપક્ષને સ્વીકારે છે.” એમ જે કહે છે, તે વાત ભૂલભરી છે અને ‘પદસંસ્કારપક્ષે વકતાનો વિવક્ષિતાર્થ કઈ વિભકિતથી વ્યકત થશે તે જાણ્યા વિના જ તેમજ ક્રિયાપદથી કે નામપદથી તદ્દન નિરપેક્ષ રહીને યાદચ્છિક રીતે રૂપો નિષ્પન્ન કરવામાં આવે છે.” એવી તેમની વાત પણ ગેરવ્યાજબી છે. ) છેલ્લે વસંતભાઈ ભટ્ટ તેમના લેખમાં જણાવે છે કે “એક પદનિષ્પાદક વ્યાકરણતત્ર તરીકે સિ.કે.શ. નો અભ્યાસ કરીએ તો જણાય છે કે અહીં આરંભે રૂપઘટક સામાન્ય પ્રત્યયોનું વિધાન કર્યા પછી, પ્રકૃતિના વૈવિધ્ય અનુસાર તેના ઉપરૂપઘટકોનું વર્ણન કરવું – એવી વર્ણનાત્મક શૈલી અપનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, નામરૂપ પ્રકૃતિને લાગતા રૂપઘટક સામાન્ય પ્રત્યયો “૧.૧.૧૮' સૂત્ર પ્રમાણે - fસ, , નસ્ (પ્રથમ) ; મમ્ , , શમ્ (દ્વિતીયા) ; ટા, ગ્રામ્ , મસ્ (તૃતીયા) ; કે, ગ્રામ્ , સ્ (વતુર્થી); ........ આમ પ્રથમાથી લઈને સપ્તમી સુધી ત્રણ-ત્રણની જોડીમાં ૨૧ મુખ્યરૂપઘટકો છે, અને તેને આધારે જુદા-જુદા નામપદોનીપસિદ્ધિ વર્ણવવા માટે હેમચન્દ્રાચાર્યે પ્રકૃતિના વૈવિધ્ય અનુસાર જુદાં-જુદાં ઉપરૂપઘટકોનું નીચે મુજબ વર્ણન કર્યું છે. જેમ કે - મુખ્યરૂપઘટક 2 | ચતુર્થીએકવચનનો કે પ્રત્યય ઉપરૂપઘટકો | ય | મે | રે | g | કુત્ત | રમાય | સર્વ | માર્ચ | સર્વર્સ | ન | નો 2 | ૧.૪૬ | ૧.૪૭ ૧.૪.૧૭| ૧.૪.૧૮ ૧.૪૨૩] ૧.૪.૨૯ પરંતુ હેમચન્દ્રાચાર્યે આ શૈલીનું સાધન પરિપાલન કર્યું નથી. દા.ત. ક્રિયાવાચક ધાતુઓ ઉપરથી દશેય કાળ અને અર્થોની અભિવ્યક્તિ કરતાં ક્રિયાપદનારૂપોની સિદ્ધિ પ્રદર્શિત કરતી વખતે તેમણે ઉપર્યુક્ત શૈલીનો ત્યાગ કરી દીધો છે. તેમણે જુદાં-જુદાં દશ સૂત્રો રચીને દશેય કાળ અર્થોના પ્રત્યયો અલગ અલગ દર્શાવ્યા છે. જુઓ સિ.કે.શ. ના ૩.૩.૬ થી ૩.૩.૧૬ સુધીના સૂત્રો. આમ ક્રિયાપદની સિદ્ધિ માટે ૧૮૦ (૯૦ પરસ્મપદના અને ૯૦ આત્મપદના) પ્રત્યયોનું મુખ્યરૂપઘટક તરીકે જ પ્રદર્શન કર્યું છે. જ્યારે પાણિનિએ તો (નામપદની સિદ્ધિ કરવા જે પદ્ધતિ અજમાવી છે તેની જ જેમ) દશેય કાળ અને અર્થમાં જુદા-જુદા ધાતુઓ ઉપરથી ક્રિયાપદના રૂપો સાધવા માટે પણ પહેલાં એક જ સામાન્ય સૂત્ર 'તિપતિિસષ્યમવર્મ તાતીયાણાયામવહિમહિા પા. સૂ. ૩-૪-૭૮ સૂત્રથી સામાન્ય રૂપઘટકોનું વર્ણન કર્યું છે, અને ત્યાર પછી તેના ઉપરૂપઘટકોનું વર્ણન કર્યું છે. આમ મહર્ષિ પાણિનિએ તો નામપદ અને ક્રિયાપદ (સુબજો અને વિડન્સ) નું રૂપાખ્યાન વર્ણવવા માટે એક સરખી શૈલી અજમાવી છે. જેમ કે - सूत्र
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy