________________
૩૮૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન કરી શકાય. માટે અહીં તનુજન્યને 'ન્યાયની પ્રવૃત્તિ શક્ય નથી. તેથી આ સૂત્રથી ડાવતુ અને સુપ્રત્યયગત અનર્થક અંતવાળા પતાવ અને કૃતવત્ શબ્દોના સ્વરનો દીર્ધ આદેશ થઇ શકે છે.
હવે અનુબંધના અનેકાન્તપક્ષ અને એકાન્તપક્ષ અંગે જાણી લઈએ.
(a) અનેકાન્તપક્ષ - પાન્ત શબ્દ ‘અવયવ’ અર્થનો વાચક છે. તેથી જ પાન્ત: = મનેન્તિ = અનવયવ અર્થાત્ જે અવયવ ન બનતો હોય તે. અનુબંધના અનેકાન્તપક્ષવાળા કહે છે કે અનુબંધ જેની સાથે જોડાયો હોય તેનો અવયવ બનતો નથી. કેમકે જે અવયવ હોય તે પોતાના અવયવી સાથે સંબદ્ધ હોય છે. જેમકે હાથ, પગ વિગેરે શરીરના અવયંવ છે, તો તેઓ અવયવી શરીર સાથે સંબદ્ધ (જોડાયેલા) જોવા મળે છે. અનુબંધ ઈત હોવાથી તે જેની સાથે જોડાયો હોય છે તે પ્રત્યયાદિની સાથે પ્રયોગકાળે તે ક્યાંય પણ સંબદ્ધ જોવા મળતો ન હોવાથી અનુબંધ પોતાના સંબંધી પ્રત્યયાદિનો અવયવ બનતો નથી. હવે પ્રશ્ન થાય કે “જો અનુબંધ અવયવ ન બને તો ત (#) વિગેરે પ્રત્યયોને વિત્ આદિ રૂપે ન કહી શકાય. કેમકે વિન્ શબ્દનો અર્થ અવયવ છે ઇ જેમાંથી આમ થાય છે. જ્યારે ત (#) પ્રત્યયગત અનુબંધ અવયવરૂપ ન હોવાથી ત્યાં ત્િ શબ્દનો અર્થ ઘટતો નથી. હવે જો ત (f) પ્રત્યયને ત્િ ન કહી શકાય તો તે પરમાં વર્તતા પૂર્વના સ્વરના ગુણનો નિષેધ ન થઇ શકે. માટે ત () પ્રત્યયને વિન્ કહેવડાવવા શું કરવું?' પણ આ પ્રશ્નનો ઉત્તર આમ સમજવો કે “ભલે અનુબંધ વાસ્તવિક રીતે અવયવ ન બને પણ “સ્વસમીપતેિનુવાજે સ્વાવયવતમારોuતે' નિયમાનુસારે તેમાં ઉપચરિત અવયવત્વની કલ્પના કરી શકાય છે. નિયમ એમ કહે છે કે “અનુબંધ જેની નજીકમાં (અનન્તરમાં) ઉચ્ચારાય છે તેના અવયવ રૂપે ઉપચારથી તેને ગણી શકાય છે. આ જ વાતને નજરમાં રાખતા ઍન્યાસમાં માનન્તર્યત્નક્ષળડનુન્યાનુન્યવતોઃ સવજે.' પંકિત દર્શાવી છે. તો ત () પ્રત્યયગત અનુબંધ ત (f) પ્રત્યયની નજીકમાં (અનંતરમાં) ઉચ્ચારાતો હોવાથી તેને ઉપચારથીત (7) પ્રત્યયના અવયવરૂપે ગણી શકાય. તેથી ત (#) પ્રત્યયમાં શિત્ શબ્દનો અવયવ છે ઇત્ જેમાંથી' અર્થ ઘટી શકતા તેને વિન્ કહી શકવાથી તે પરમાં વર્તતા પૂર્વના સ્વરના ગુણનો નિષેધ થઈ શકશે.” આમ અનુબંધના અનેકાનપક્ષવાળા અનુબંધને વાસ્તવિક અવયવરૂપે સ્વીકારતા નથી. પરંતુ આદિ સ્થળે આવતી આપત્તિ ટાળવા તેને ઉપચારથી અવયવ રૂપે સ્વીકારે છે. આના માટે વિશેષ જાણવા અને સત્તા અનુવન્ય તિ (રિ છે.૪) ન્યાયની ટીકાઓ દ્રષ્ટવ્ય છે.
(b) કાન્તપ - અનુબંધના એકાન્તપક્ષવાળા કહે છે કે અનુબંધ જેની સાથે જોડાયો હોય તેનો તે (વાસ્તવિક) અવયવ બને છે. કેમકે અનુબંધ જે ઉપલબ્ધ થાય તો પોતાના અવયવી સાથે જ ઉપલબ્ધ થાય છે અન્યત્ર ક્યાંય પણ ઉપલબ્ધ થતો નથી. જે જેની સાથે ઉપલબ્ધ થાય તે તેનો અવયવ કહેવાય. ગુમડું શરીર સાથે જ ઉપલબ્ધ થાય તો તે શરીરનું અવયવ કહેવાય છે, જ્યારે કાગડો ક્યારેક ગૃહ સાથે સંબદ્ધ હોય છે, તો ક્યારેક વૃક્ષની શાખા સાથે. તેથી કાગડો ગૃહાદિનો અવયવ ગણાતો નથી. અનુબંધ પણ ગુમડા જેવો છે, કાગડા જેવો નહીં.