SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ..૪ ૫૯ (6) શંકા - વ્યાકરણશાસ્ત્રમાં જેમ થી સુધીના વર્ષો બતાવ્યા છે, તેઓ કોઇકને કોઇક શબ્દોમાં વપરાતા હોવાથી સપ્રયોજન (સફળ) છે, પરંતુ ઝૂ અને વર્ગોનું કાંઈ પ્રયોજન ન હોવાથી તેમની કોઇ જરૂર નથી. કારણ ઝૂ કાર તો માત્ર ૨-નૃ-નં. ૨.રૂ.૬૨' સૂત્રથી ધાતુના ત્રનો નૃ થાય ત્યારે જ જોવા મળે છે. વળી તે તૂને સ્વરસંશક માનવાનું કોઇ ફળ મળતું નથી. તથા નૂ કારનો તો સર્વથા પ્રયોગ જ સંભવતો નથી. સમાધાન - તૃને સ્વર માનવાથી કોઇ ફળ મળતું નથી, એ વાત ખોટી છે. તેને સ્વર માનવાના ત્રણ ફળ મળે છે(A). (i) વીર્યાદિ. ૨.રૂ.રૂર' સૂત્રથી વસ્તૃત ના ને ધિત્વ થવાથી વસ્તૃપ્ત: આવો પ્રયોગ તો જ થાય, જો તૃને સ્વર માનવામાં આવે. વળી વસ્તૃરૂશિવ!ઇત્યાદિ પ્રયોગમાં તૂરાવામ7Ú૦ ૭.૪.૨૨' સૂત્રથી જે કુતકાર્ય થયું છે, તે વૃને સ્વર માનીએ તો જ થઈ શકે. તેથી ને સ્વર માનવો જરૂરી છે. (ii) વળી શબ્દો ચાર પ્રકારના હોય છે. જતિશબ્દ, ગુણશબ્દ, ક્રિયાશબ્દ અને યદચ્છા શબ્દ. ત્યાં પદાર્થમાં રહેલા ધર્મની પ્રવૃત્તિનિમિત્તB) રૂપે જે શબ્દો અપેક્ષા નથી રાખતા, તેવા શબ્દોને યદચ્છા શબ્દ’ કહેવાય છે. તેવા નૃત વિગેરે યદચ્છા શબ્દ પરમાં હોતે છતે ધ્વસ્તૃત દિ, મસ્તૃત દિ (વૃતક” નામના વ્યકિતને દહીં આપ મધ આપ.) ઇત્યાદિ પ્રયોગમાં વહે. ૨.૨.૨૨’ સૂત્રથી ષિ અને મધુ ના સ્વરનો, ટૂ વિગેરે કરવો તે ને (A) “વૃક્ષારોપશો યદચ્છાશનિનુર-સુતા (T., પ્રત્યા.ર, વર્તિક-૨) ઝૂ કારની જરૂર (1) યદચ્છા પ્રકારના શબ્દો માટે, (ii) ઉચ્ચાર કરવાની અશક્તિથી ત્રાના બદલે સ્ત્રનું ઉચ્ચારણ થઈ જાય તો તેના અનુકરણ અવસ્થામાં ઝૂકારનું ઉચ્ચારણ કરવા માટે અને (iii) ધિત્વ-પ્લત વિગેરે કાર્ય કરવા માટે છે. શબ્દનો પ્રયોગ કરવો તેને શબ્દની પ્રવૃત્તિ કહેવાય અને શબ્દોની પ્રવૃત્તિ પદાર્થમાં રહેલ કો'ક ધર્મને નજરમાં લઈને થાય. જાતિ, ગુણ કે કિયા રૂપ જે ધર્મને નજરમાં રાખી શબ્દની પ્રવૃત્તિ થાય તે પ્રમાણે તે જાતિપ્રવૃત્તિનિમિત્તક, ગુણપ્રવૃત્તિનિમિત્તક કે ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દ કહેવાય. જેમકે વ્યક્તિમાં રહેલ પુરુષત્વ, ગોત્વ વિગેરે જાતિઓને નજરમાં રાખીને પુરુષ, જો વિગેરે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આવા શબ્દોને જાતિ પ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય. વ્યક્તિમાં રહેલ શ્વેત વર્ણ સ્વરૂપ ગુણને નજરમાં રાખી ‘મરે શ્વેતા' આમ શ્વેત શબ્દની પ્રવૃત્તિ થાય છે, તેથી આવા શબ્દોને ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય. વ્યકિતમાં રહેલ ભણાવવાની ક્રિયાને નજરમાં રાખી તેને માટે પહજ શબ્દનો પ્રયોગ થાય છે. માટે આવા શબ્દોને ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય છે. યદચ્છા શબ્દોની પ્રવૃત્તિ પદાર્થમાં રહેલ કોઈ ધર્મને નજરમાં રાખીને નહી, પણ યથેચ્છપણે કરવામાં આવે છે. જેમકે ડિત્ય વિગેરે શબ્દો. આવા ડિલ્ય, રેવત્ત વિગેરે સંજ્ઞાશબ્દોમાં સંજ્ઞા પોતે જ પ્રવૃત્તિ નિમિત્ત બનતી હોય છે. અર્થાત્ જે શબ્દોની પદાર્થમાં પોતાના સ્વરૂપનો આરોપ કરવાપૂર્વક પ્રવૃત્તિ થતી હોય તેમને યદચ્છા શબ્દો કહેવાય. ઉપરોકત જાતિપ્રવૃત્તિનિમિત્તક વિગેરે ત્રણ પ્રકારના શબ્દોને જાતિશબ્દ વિગેરે રૂપે પણ કહેવાય છે અને તેઓ યૌગિક કે યોગરૂઢ શબ્દો હોય છે. જો કે અહીં શંકા થશે કે “બધા શબ્દો ધાતુ થકી જ ઉત્પન્ન થનારા હોય છે, તેથી સંજ્ઞા શબ્દો પણ ક્રિયાશબ્દ ગણાવાથી ‘પદચ્છા શબ્દ' આવો કોઈ ભાંગો માનવાની જરૂર જ નથી.” પરંતુ ચદચ્છા શબ્દો અવ્યુત્પન્ન હોય છે, માટે તેમને માનવા જરૂરી છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy