SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨.૨.૪ ની અવતરણિકા – અહીં (આ ગ્રંથમાં) શબ્દોનું અનુશાસન (= નિરૂપણ) આરંભેલ હોવાથી તેમના નિરૂપણમાં સાધુ શબ્દો કયા છે તેનું નિરૂપણ કરવું જોઇએ?, અપશબ્દો કયા છે. તેનું નિરૂપણ કરવું જોઇએ ? કે સાધુ શબ્દો અને અપશબ્દો બન્નેનું નિરૂપણ કરવું જોઇએ ? આવા ત્રણ ભાંગા ઉપસ્થિત થાય છે. તે પૈકી ત્રીજા ભાંગાને ન સ્પર્શતા પહેલા કે બીજા ભાંગા પૈકીના કોઇપણ એક ભાંગાને લઈને જ કામ સરી જાય એમ છે. તે આ રીતે – જેમ ‘શમ વિગેરે ગુણો કેળવવા જોઇએ” આમ કહેવામાં આવતા સાંભળનારને શમાદિના પ્રતિપક્ષી ક્રોધાદિનો પ્રતિષેધ સહજ સમજાઈ જાય. અથવા ક્રોધાદિનો પ્રતિષેધ કરવામાં આવતા સમાદિ ગુણો કેળવવા જોઇએ” એ આપમેળે સમજાઈ જાય. તેમ પ્રસ્તુતમાં પણ જો' સાધુશબ્દ છે, એમ નિરૂપણ કરવામાં આવતા તરત સમજાઇ જાય કે “જાવી વિગેરે અપશબ્દો છે. અથવા વિવિગેરે અપશબ્દોનું નિરૂપણ કરવામાં આવતા સમજાઈ જાય કે જે સાધુશબ્દ છે. પરંતુ પ્રશ્ન થાય કે “ભલે બન્ને પૈકીના કોઇ પણ ભાંગાને લઇને નિરૂપણનો મેળ પડે, પણ સાધુશબ્દોના નિરૂપણના ભાંગામાં લાઘવ છે? કે અપશબ્દોના નિરૂપણના ભાંગામાં ?” ત્યાં સાધુ (= ઉપાદેય) શબ્દોના નિરૂપણના ભાંગામાં લાઘવ અને અપશબ્દોના નિરૂપણના ભાંગામાં ગૌરવ જાણવું. લાઘવે એટલા માટે કે સાધુશબ્દનું નિરૂપણ થતા આપણને સાક્ષાત્ તે સાધુ શબ્દનો બોધ થઇ જાય છે અને અપશબ્દોના નિરૂપણમાં ગૌરવ એટલા માટે છે કે એક એક સાધુશબ્દોના અપભ્રંશ ઘણા છે. જેમકે એક ' સાધુ શબ્દના રવી, જોળી, ગોતા, જોવોનિ વિગેરે અનેક અપભ્રંશ રૂપ અપશબ્દો છે. અપશબ્દોના નિરૂપણમાં એ બધાનું નિરૂપણ કરવા બેસવું પડતું હોવાથી ગૌરવ થાય છે. આટલી વાત ઉપરથી સાધુ શબ્દોનું નિરૂપણ કરવું જોઇએ એ વાતનો નિશ્ચય તો થઇ ગયો. પરંતુ શું સાધુશબ્દોના જ્ઞાન માટે જો, અશ્વ: પુરુષ:, રસ્તી, શનિ., ગૃપ, બ્રાહી: આમ પ્રતિપદપાઠ (= એક એક સાધુશબ્દનો પાઠ) કરવો જોઇએ? જો એ રીતે સાધુશબ્દો સમજાવવા બેસીએ તો સાધુ શબ્દો તો અનંતા છે. એવી વાત પણ સંભળાય છે કે “બૃહસ્પતિએ ઇન્દ્રને દેવતાઇ હજાર “વર્ષ સુધી એક-એક સાધુશબ્દોનું શબ્દપારાયણ કહ્યું, તો પણ તે અંતને ન પામ્યું.” દેવોના ગુરુ બૃહસ્પતિ જેવા વક્તા અને ઇન્દ્ર જેવા બુદ્ધિશાળી શ્રોતા, એમાં વળી દેવતાઇ હજાર વર્ષ જેટલો અધ્યયનકાળ, છતાં શબ્દપારાયણ અંતને ન પામે તો અલ્પ આયુષ્યવાળી આજની પ્રજાથી શી રીતે શબ્દપારાયણ અંતને પામે? વળી કોઇપણ વિદ્યા ગ્રહણકાળ (= અધ્યયનકાળ), અભ્યાસ (= સ્વાધ્યાય) કાળ, અધ્યાપન (ઉપદેશ) કાળ અને ક્રિયા (લોકવ્યવહાર) કાળને લઇને ઉપયુક્ત થાય છે. તેથી જો આ રીતે એક એક શબ્દોનો પાઠ કરવા બેસીએ તો આખું જીવન ચાર પૈકીના પ્રથમ અધ્યયનકાળમાં જ પૂરું થઇ જાય. તેથી સાધુશબ્દોનો પ્રતિપદપાઠ કરવો વ્યાજબી નથી. પણ સામાન્ય (= ઉત્સર્ગ) વિશેષ (= અપવાદ) સૂત્રોની (A) મનુષ્યોનું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ, મનુષ્યોના 30' વર્ષ એટલે દેવોનો એક માસ, મનુષ્યોના ૩૬૦વર્ષ એટલે દેવોનું એક વર્ષથાય. આવા ૧ હજાર દેવતાઇ વર્ષ અર્થાત્ માનવોના ૩,૬૦,૦૦૦વર્ષ અહીં સમજવાના છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy