________________
૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આને સ્કૂલથી કહેવું હોય તો જે અવયવ પ્રાણીના શરીરમાં રહેલું હોય તેને સ્વાંગ કહેવાય.’ પરંતુ ઝીણવટથી નીચે પ્રમાણે જાણવું.
| (i) વ્યાકરણમાં પ્રાણી તરીકે એકેન્દ્રિયોને બાકાત રાખતા બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને લેવામાં આવે છે. આનું કારણ પ્રાનિસ્' શબ્દસ્થળે જોઈ લેવું. તેથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનાં શરીરના અવયવોને સ્વાંગ તરીકે નહીં લઇ શકાય. સ્વાંગ બનનાર વસ્તુ પ્રાણીના શરીરનો અવયવ હોવો જોઇએ.
(i) પ્રાણીના શરીરમાં વાયુ, કફાદિ પ્રકોપને કારણે જે સોજા, ગુમડા વિગેરે વિકારો પેદા થાય તે સ્વાંગ નથી ગણાતા.
(ii) પ્રાણીના શરીરમાં રહેલી કક, પરૂ વિગેરે દ્રવીભૂત વસ્તુઓ પણ સ્વાંગ નથી ગણાતી.
(iv) જ્ઞાન, ઇચ્છા વિગેરે એક તો આત્માના ગુણ હોવાથી તેમજ તેઓ રૂપાદિથી યુકત ન હોવાથી મૂર્ત નથી, માટે તેમને સ્વાંગ ન ગણી શકાય. સ્વાંગ બનનારી વસ્તુ મૂર્ત હોવી જોઇએ.
(૫) પ્રાણીના શરીરમાં વર્તતા કેશ, નખ વિગેરે અવયવો ઉપરોકત બધી શરતોથી યુકત છે, તેથી સ્વાંગ ગણાય. પરંતુ તેમને કાપી નાંખવામાં આવે અથવા ખરી જાય અર્થાત્ તેઓ પ્રાણીના શરીરથી છુટ્ટાં પડી જાય તો પણ તેમને સ્વાંગ ગણવામાં આવે છે.
(vi) પ્રાણીના શરીરમાં વર્તતા સ્વાંગ ગણાતા અવયવ સરખા જે અવયવો પ્રતિમા કે ચિત્ર વિગેરેમાં આલેખાયેલા હોય તેમને પણ સ્વાંગ ગણવામાં આવે છે. જેમકે પ્રતિમાના મુખ વિગેરે અવયવો.
અહીં વિશેષ એ કે સ્વાંગનો સમુદાય સ્વાંગ નથી ગણાતો. અર્થાત્ બે કે વધુ સ્વાંગવાચી શબ્દોનો સમાસ કરી સમુદાય બનાવવામાં આવે તો તે સ્વાંગ નથી ગણાતો.
(૮) સંધ્યા fમાન યહેતુઃા - એક-બે .. ઇત્યાકારક વ્યવહારના હેતુને રાખ્યા કહે છે.
(૯) પરિમા : (a) સર્વતો માનું પરિમાળ – જેના વડે ઊંચાઈ અને પહોળાઇ બધી રીતે માપ કરી શકાય તે પરિમાણ છે. (સૂત્ર - ૨.૪.૨૩ જુઓ)
(b) અનુ-મહાફિકg: રિમાળનું – નાનુ-મોટું, લાંબુ-ટૂંકું એ બોધ થવામાં જે હેતુ છે તે પરિમાણ કહેવાય છે, આમ તાર્કિકો (નૈયાયિકો) કહે છે.
(૧૦) અપરા – પુત્ર અને તેના પછીની પરંપરા.