SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૬.૨ ૪૧ (iii) ગોત્રં ચ ચરળે: સદ ગોત્રવાચી નામ અને ચરણ (= વેદશાખાના અધ્યાયીઓના) વાચક નામોથી વાચ્ય પદાર્થમાં પણ આ ત્રીજા ભાંગાથી જાતિ સિદ્ધ કરવામાં આવે છે. વ્યાકરણની પરિભાષા મુજબ પૌત્રાદિ પેઢીને ગોત્ર ગણવામાં આવે છે. પરંતુ અહીં તે ન લેતા લૌકિક પુત્ર, પૌત્રાદિ રૂપ પેઢીને ગોત્રરૂપે લેવી. વાત એમ છે કે નાડાયણ, ચારાયણ આદિ ગોત્રના વ્યક્તિઓ તેમજ કઠ, બહુવ્ચ વિગેરે વેદશાખાના અધ્યયનકર્તા વ્યક્તિઓ આકૃતિથી સમાન હોય છે, તેથી આકારના વૈસદશ્યને લઇને તેમનામાં રહેલી નાડાયણત્વાદિ તેમજ કઠત્વાદિ જાતિઓ પકડી શકાતી નથી. વળી નાડાયળ: પુમાન, નાડાયળી સ્ત્રી તેમજ નાડાયનું વિત્ત્તવમ્ આમ નાડાયળ આદિ તેમજ જ્ડ આદિ શબ્દો ત્રણે લિંગમાં વર્તે છે. તેથી બીજા લક્ષણ મુજબ પણ નાડાયણ વિગેરે ગોત્રના વ્યક્તિઓમાં તેમજ કઠ વિગેરે વેદશાખાધ્યાયીઓમાં જાતિ સિદ્ધ થઇ શકતી નથી. માટે આ ત્રીજું લક્ષણ તેમનામાં નાડાયણત્વ આદિ જાતિઓ તેમજ કઠત્વ આદિ જાતિઓ સિદ્ધ કરવા દર્શાવ્યું છે. - (૫) વાત : --> (a) ત્રુટ્યાતિ: હ્રાતઃ । – સ્વસ્થ મનુષ્યની ડાબી આંખ જેટલા કાળમાં એક સ્પંદન કરે તે કાળનો ૩૦ મો ભાગ તે ત્રુટી. (b) પરાપરાવિપ્રત્યયદેતુ: જાત: I – આ ઘટ જૂનો (પર) છે, આ ઘટ નવો (અપર) છે, આવી બુદ્ધિ થવામાં કારણ કાળ છે. (૬) નિ; : → (a) ચાનપ્રસì નિદ્રા – સ્યાન એટલે તિરોભાવ અથવા અપચય (હ્રાસ) અને પ્રસવ એટલે આવિર્ભાવ અથવા ઉપચય. વિવક્ષિત દ્રવ્યગત રૂપાદિ ગુણોના અપચયની વિવક્ષા હોય તો તેને સ્ત્રીલિંગ ગણાય. જો તેના ગુણોના ઉપચયની વિવક્ષા હોય તો તેને પુંલિંગ ગણાય અને જો તેના ગુણોની સામ્યાવસ્થાની વિવક્ષા હોય તો તેને નપુંસકલિંગ ગણાય. આમ રૂપાદિ ગુણોના અપચય, ઉપચય અને અને સ્થિરીભાવને ક્રમશઃ પુંલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ કહેવાય. આ વાત સાંખ્યમત પ્રમાણે છે. આ બાબતમાં વિશેષ ઊંડાણથી ‘૧.૧.૨૯’ સૂત્રના વિવરણમાં કહેવાશે. (b) અનુમાનં ıિşı – અનુમિતિના કરણને અનુમાન કહેવાય. જ્ઞાયમાન લિંગ એ અનુમિતિનું કરણ હોવાથી તેને અનુમાન કહેવાય. (૭) સ્વા। : → ii iii iv vi ‘अविकारोऽद्रवं मूर्त, प्राणिस्थं स्वाङ्गमुच्यते । च्युतं च प्राणिनस्तत्तन्निभं च प्रतिमादिषु ।।' અર્થ - ‘જે વિકારરૂપ કે દ્રવીભૂત વસ્તુ ન હોય, મૂર્ત (રૂપી) હોય, પ્રાણિમાં અર્થાત્ બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના શરીરમાં રહેલ હોય, પછી ભલે તે તેઓના શરીરથી ચ્યુત (= કપાઇ જવું વિગેરેના કારણે છુટું પડી ગયું) હોય કે બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની મૂર્તિ કે ચિત્રમાં આલેખાયેલ હોય તેને સ્વાંગ કહેવાય.'
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy