SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ધ્વનિના સંસર્ગથી ‘ધોષ પ્રયત્ન પેદા થાય છે. જ્યારે મસ્તકમાં અથડાઇને પાછો ફરેલો વાયુ કંઠબિલ સંકોચાયેલું હોવાથી તેની સાથે તે અલ્પાયુનો સંસર્ગ થાય તો “અલ્પપ્રાણતા' પ્રયત્ન થાય છે અને કંઠબિલ પહોળું હોવાથી જો તેની સાથે અધિક વાયુનો સંસર્ગ થાય ત્યારે “મહાપ્રણતા પ્રયત્ન થાય છે. મહાપ્રાણ હોવાથી ઉષ્ણત્વ થાય છે અર્થાત જ્યાં મહાપ્રાણ પ્રયત્ન હોય તે વર્ગો ઉષ્મ કહેવાય. જ્યારે સર્વાગાનુસારી (બધા અંગમાં થવાવાળો) પ્રયત્ન તીવ્ર હોય છે ત્યારે ગાત્રનો નિગ્રહ (અકકડપણું) થાય છે, કંઠનું બિલ અણબની જાય (= સંકોચાઈ જાય) છે અને વાયુની ગતિ તીવ્ર હોવાથી સ્વરરૂક્ષ (અસ્નિગ્ધ) થાય છે, તેને ઉદીત પ્રયત્ન કહે છે. જ્યારે સર્વાગાનુસારી પ્રયત્ન મંદ થાય છે ત્યારે માત્ર શિથિલ થાય છે અને કંઠબિલ મોટું થાય છે (= વિકસે છે) અને વાયુની ગતિ મંદ હોવાથી સ્વર સ્નિગ્ધ થાય છે, તેને ‘અનુદાન' કહે છે. જ્યારે ઉદાત્ત સ્વર અને અનુદાત્તસ્વરના સંનિપાતથી (ભેગા થવાથી) “સ્વરિત' નામનો પ્રયત્ન થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ૧૧ પ્રયત્નોની ઉત્પત્તિ થાય છે. આમ ઉત્પત્તિ ભેદે સ્પષ્ટતાદિ અને વિવારાદિના ‘આન્તરપ્રયત્ન અને બાહ્યપ્રયત્ન' એમ બે ભેદ પડે છે. અથવા બીજી રીતે વિચારીએ તો વિવાર વિગેરે ૧૧ પ્રયત્નો વર્ણની નિષ્પત્તિ થયા બાદ (વાયુના કારણે) ઉત્પન્ન થાય છે. જ્યારે સ્પષ્ટતા વિગેરે ૪ પ્રયત્નો વર્ણ ઉત્પત્તિના સમયે જ (સ્થાન અને આસપ્રયત્નના વ્યાપાર દ્વારા) ઉત્પન્ન થાય છે. આમવર્ણનિષ્પત્તિકાળે વિવારાદિ પ્રયત્નોનો અભાવ હોવાથી તે બાહ્ય પ્રયત્નો છે, જ્યારે સ્પષ્ટતાદિ પ્રયત્નોનો ભાવ (અસ્તિત્ત્વ) હોવાથી તે આંતર પ્રયત્નો છે. • હવે દરેક વ્યંજનના બાહ્યપ્રયત્નો કયા છે? તે જણાવાય છે. વ્યંજનો બાહ્યપ્રયત્ન ર્ છું F | વિવૃત તથા વિસર્ગ, જિલ્લામૂલીય અને ઉપપ્પાનીય | વ્યાસ અઘોષ નાદ ઘોષ શું શું તથા સ્ત્ર શું ? – ૬ ૬૬ – K | સંવૃત અને અનુસ્વાર (A) क् ग् ङ् च् ज् ञ् ट् ड् ण् त् द् न् प् ब् म् અલ્પપ્રાણ અને ... – ૨ બુ વૃત્તિમાં વનત્તિનમાવાડમાવાગ્યામ્' પંક્તિસ્થળે મનાવ અને માવશબ્દોનો દુન્દસમાસ થયો છે, જેમાં ભાવ શબ્દ અલ્પસ્વરવાળો હોવાથી ‘નમ્બક્ષીસવી. રૂ.૧.૬૦' સૂત્રથી તેનો સમાસમાં પૂર્વનિપાત થયો છે. બાકી પંક્તિના અર્થમાં અભાવને પહેલા બતાવવાનો છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy