SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (૩) પ્રાણને આશ્રયીને થતા ગુણના ભેદ ઘોષ, અઘોષ વિગેરે છે. ત્યાં આમ સમજવું – “સ્પર્શ-રસનાઘાણ-ચક્ષુ-શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયાના ત્રણ બળો, શ્વાસોચ્છવાસ અને આયુષ્યઆ દશ પ્રાણ પ્રભુએ કહ્યાં છે. (અને જીવથી તેમનો વિયોગ કરવો તેને હિંસા કહેવાય.)” દશ પ્રાણ બતાવ્યા, તેમાં વર્ષોત્પત્તિની બાબતમાં અહીં મનબળ, વચનબળ અને કાયબળને પ્રાણ તરીકે વિવક્યા છે. આ ત્રણ બળ રૂપ પ્રાણના પ્રયોગના ભેદને લઈને વર્ગોમાં ઘોષ આદિ ગુણો ઉત્પન્ન થાય છે. જેમ સમાન દેશમાં રહેલી તથાસમાનવેગવાળીબે આંગળીઓને એક જ જગ્યાએ ઠપકારવામાં આવે છતાં ઠપકારનાર વ્યક્તિવિશેષ (ના બળના પ્રયોગો ને આશ્રયીને ક્યારેકમંદ શબ્દ ઉત્પન્ન થાય, ક્યારેક સ્પષ્ટ શબ્દ ઉત્પન્ન થાય, તો ક્યારેક અત્યંત સ્પષ્ટ શબ્દ ઉત્પન્ન થાય છે. તેમ વર્ગોના સ્થાન અને આસ્વપ્રયત્ન તુલ્ય હોવા છતાં પણ મન, વચન અને કાયાના બળના પ્રયોગના ભેદને લઈને તેમના શ્રવણમાં ભેદ પડે છે. (11) સૂત્રમાં માત્ર પ્રયત્નનું ગ્રહણન કરતા માર્યાવિશેષણ પૂર્વકના માસ્યપ્રયત્નનું ગ્રહણ કર્યું છે, કારણ કે તેમને બાહ્યપ્રયત્ન અને આંતરપ્રયત્નએમ બે પ્રકારના પ્રયત્નમાંથી બાહ્યપ્રયત્નનો વ્યવચ્છેદ કરી માત્ર આંતરપ્રયત્નનું જ ગ્રહણ કરવું છે. કારણ બાહ્યપ્રયત્ન સ્વ સંજ્ઞા કરવામાં જરાય ઉપયોગી નથી (તેનો ઉપયોગ મહાકાળ પ્રયત્નને આશ્રયીને માત્ર ૭.૪.૨૨૦' સૂત્રમાં છે તથા અન્ય બાહ્યપ્રયત્નનો ઉપયોગ વેદમાં છે.) જો તેઓ સ્વ સંજ્ઞામાં ઉપયોગી હોત તો સૂત્રમાં તેનો વ્યવચ્છેદન કરત. “ ોતિ' અહીં અને એ બન્નેનું સ્થાન તાલુ હોવાથી તુલ્ય છે અને વિવૃત-શ્વાસ-અઘોષ” સ્વરૂપવાટ્યપ્રયત્ન પણ તુલ્ય છે. આમ એ બન્ને તુલ્ય હોવાથી તેમને જો સ્વસંજ્ઞા થાત તો ‘ઘુટો ધુટિ વે વા .રૂ.૪૮' સૂત્રથી જૂ પરમાં હોવાથી શું નો લોપ થાત. પરંતુ બાહ્યપ્રયત્ન સ્વ સંજ્ઞામાં અકિંચિત્કર છે. આંતરપ્રયત્ન જ ત્યાં ઉપયોગી છે. તેથી અહીં શું એ રૂપશ્વિવૃત અને ન્ એ સૃષ્ટ હોવાથી બન્નેના આંતરપ્રયત્ન ભિન્ન હોવાથી તેઓ પરસ્પર સ્વ નથી, માટે શું ના લોપનો પ્રસંગ ન હોવાથી અમ્ ચ્યોતિ એવો પ્રયોગ થઇ શકશે. આમ આંતરપ્રયત્નને ગ્રહણ કરવા સૂત્રમાં ગીચપ્રયત્ન એમ લખ્યું છે. પ્રશ્ન - બાહ્યપ્રયત્ન કેટલા પ્રકારના છે? જવાબ - ૧૧ પ્રકાસ્ના છે. તે આ પ્રમાણે ; વિવાર-સંવાર, શ્વાસ-નાદ, ઘોષ-અઘોષ, અલ્પપ્રાણમહાપ્રાણ, ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત). પ્રશ્ન :- આ ૧૧ પ્રયત્નોને કેમ બાહ્ય એવા પ્રયત્નો કહેવાય છે ને સ્પષ્ટતા વિગેરેને આંતરપ્રયત્ન કહેવાય છે? (A) यद्यप्येते वर्णोत्पत्त्यनन्तरभाविनो न प्रयत्नाः, तथापि वर्णविशेषप्रतिपत्तिहेतुत्वात् तेऽपि प्रयत्ना इति वृद्धव्यवहार इति માવડા (.મા. પ્રવીપોદ્યોતનમ્ ૨.૨)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy