________________
१.१.१७
૧૨૧
શંકા ઃ- તમે વિવૃતતર, અતિવિવૃતતર અને અતિવિવૃતતમ ; એમ પ્રયત્નના બીજા ત્રણ પ્રકાર બતાવ્યા. તેથી
=
પ્રયત્નની કુલ સંખ્યા તમારે સાત બતાવવી જોઇએ. જ્યારે તમે તો આસ્વપ્રયત્ન ના ૪ પ્રકાર કહેલા છે.
સમાધાન ઃ- વિવૃતતર, અતિવિવૃતતર અને અતિવિવૃતતમ એ ત્રણે પ્રકારોનો અમે વિવૃતમાં અંતર્ભાવ કર્યો છે. કેમકે સામાન્યમાં વિશેષનો અંતર્ભાવ થઇ શકે છે. દા.ત. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આ ચાર વર્ણ વિશેષનો મનુષ્યસામાન્યમાં અંતર્ભાવ થઇ શકે છે. અર્થાત્ તે ચારેયને મનુષ્યરૂપે કહી શકાય છે. તેથી આસ્યપ્રયત્ન ૪ પ્રકારના
કહ્યાં છે.
(9) આપિશલિ, પાણિનિ, ચંદ્ર વિગેરે પોતે રચેલી શિક્ષામાં 5 કારને સંવૃત માને છે. (આમના મતે સંવૃતતા નામનો પાંચમો આસ્યપ્રયત્ન મનાશે.) આ લોકોના મતમાં ૐ નો સંવૃતતા આસ્યપ્રયત્ન અને આનો વિવૃતતા આસ્યપ્રયત્ન હોવાથી આસ્યપ્રયત્નની જુદાઇને લઇને અ અને આ પરસ્પર સ્વસંજ્ઞક નહીં બને. આવું ન થાય માટે પ્રસ્તુત વ્યાકરણકારે વ્યાકરણશાસ્ત્રની પ્રક્રિયા દરમિયાન જ્ઞ નો વિવૃતતા આસ્યપ્રયત્ન સ્વીકાર્યો છે, જ્યારે પ્રયોગકાળે (શબ્દ વ્યવહારમાં) તેને સંવૃતતા આસ્યપ્રયત્નવાળો સ્વીકાર્યો છે. અન્યમતે પ્રક્રિયા કે પ્રયોગ સર્વ અવસ્થામાં અ ને સ્વરૂપથી સંવૃતતા આસ્યપ્રયત્નવાળો સ્વીકાર્યો છે.
(10) હવે 7 વર્ણને આશ્રયીને વિચારીએ તો તેના ૧૮ ભેદ છે. તે આ રીતે જ્ઞ વર્ણ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત(A)
(A) ૩ન્નૈ: ૩પત્તપ્યમાનો ય: સ્વર: સ વાત્તસંજ્ઞો મતિ' અહીં ઊંચા સાદે સંભળાતો કે બોલાતો સ્વર ઉદાત્તરૂપે નથી સમજવાનો. કેમકે એકનો એક શબ્દ, સૂવાની ઇચ્છાવાળાને મોટો લાગતો હોય તો સાંભળવાની ઇચ્છાવાળાને નાનો લાગતો હોવાથી ઉચ્ચતાની બાબતમાં ધારાધોરણ ન રહી શકે. તેથી જેમાં વર્ણોની ઉત્પત્તિ થાય છે એવા કંઠ વિગેરે સ્થાનોના ઉપલા ભાગમાં જો સ્વર ઉત્પન્ન થાય તો તેને ઉદાત્ત ગણવામાં આવે છે. યદ્યપિ વિવક્ષિત સ્વર કંઠ વિગેરે સ્થાનના ઉપલા ભાગમાં ઉત્પન્ન થયો છે તે પ્રત્યક્ષ નથી થતું. તેથી તેનો નિશ્ચય કરવા આ ચિહ્ન સમજવું કે જે સ્વરોના ઉચ્ચારણમાં શરીરના અવયવો સ્તબ્ધ થતા હોય, અવાજ અસ્નિગ્ધ થતો હોય અને કંઠવિવર સંકોચાતુ હોય તે સ્વરોને ઉદાત્ત સમજવા.
નીચેહવતમ્યમાનો ય: સ્વરઃ સોડનુવાત્તઃ' કંઠ વિગેરે સ્થાનોના નીચેના ભાગમાં જો સ્વર ઉત્પન્ન થાય તો તેને અનુદાત્ત કહેવાય. જે સ્વરોના ઉચ્ચારણમાં શરીરના અવયવો ઢીલા પડતા હોય, અવાજ મૃદુ (સ્નિગ્ધ) થતો હોય અને કંઠવિવર વિકસે તે સ્વરોને અનુદાત્ત સમજવા.
‘વાત્તાડનુંવાત્તસ્વરસમાહારો ય: સ્વર: સ સ્વરિતસંજ્ઞો મતિ' જે સ્વરોમાં ઉદાત્ત અને અનુદાત્ત સ્વરોના ગુણધર્મોનો સમાહાર જોવા મળે તેમને સ્વરિત કહેવાય. અહીં બન્નેના ગુણધર્મોનો સમાહાર આમ સમજવો કે ‘હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત સ્વરોમાં શરૂઆતની અર્ધમાત્રા ઉદાત્ત લેવાની અને બાકીની ક્રમશઃ અડધી, દોઢ અને અઢી માત્રા અનુદાત્ત લેવાની.’ કેટલાક એમ કહે છે કે ‘હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત સ્વરોની અડધો અડધ માત્રા ઉદાત્ત લેવાની અને બાકીની અનુદાત્ત લેવાની. અર્થાત્ શરૂઆતની ક્રમશઃ અડધી, એક અને દોઢ માત્રા ઉદાત્ત લેવાની અને બાકીની ક્રમશઃ અડધી, એક અને દોઢ માત્રા અનુદાત્ત લેવાની.'