SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.१७ ૧૧૩ દેખી શકાય તો તેમાં રહેલ ગોત્વ જાતિ પણ ચક્ષુથી દેખી શકાય. આમ પણ પ્રશ્ન થાય કે એકવાર ગાયને ઓળખ્યા પછી બીજી ગાયોને જોતા આ પણ ગાય છે. આ પણ ગાય છે....” આવી અનુગતપ્રતીતિ કેમ થાય છે?' કેમકે પ્રથમ ગોદર્શન કાળે ગાયમાં વર્તનાર ગોત્વ સામાન્યનું પણ ચક્ષુ દ્વારા ગ્રહણ થયું છે. આમ ગોત્વ જાતિનું બાધેન્દ્રિય પ્રત્યક્ષ સંભવે છે. હવે વ્યભિચાર દોષ દ્વારા હેતુમાં સાધ્યની વ્યામિ તૂટવાથી બાલ્વેન્દ્રિય પ્રત્યક્ષત્વ હેતુ ભલે પક્ષમાં રહે, પણ જ્યાં બાધેન્દ્રિયપ્રત્યક્ષત્વ હોય ત્યાં પુદ્ગલપરિણામત્વ સાધ્યનું હોવું જરૂરી નરહેતા વર્ણ સ્વરૂપ પક્ષમાં પુદ્ગલપરિણામત્વ સાધ્યની સિદ્ધિ નહીં કરી શકાય. સમાધાન - આમ વ્યભિચાર દોષનહીં આવે. કેમકે ગોત્વ વિગેરે જાતિઓ સદશપરિણામરૂપ હોવાથી તેઓ પણ પુદ્ગલપરિણામ જ છે. આશય એ છે કે દરેક ગાયમાં વર્તતા ખુર, કાંધ, પૂંછડી, શિંગડા અને ગળાની ગોદડી રૂપ સદશ (સમાન) પર્યાય એ જ ગોત્વ રૂપ સામાન્ય (A) છે. ગાય જોતા તેના શિંગડા, ગોદડી વિગેરે સિવાય બીજી કાંઈ એક, નિત્ય અને અનુગત એવી વસ્તુ પ્રત્યક્ષમાં ભાસતી નથી કે જેને જાતિ કહી શકાય. આમ ગોત્યાદિ જાતિમાં પુલપરિણામત્વ સાધ્ય રહેવાથી ત્યાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ હેતુ રહે તેમાં વ્યભિચાર દોષ ન આવે. તેથી વ્યામિ અકબંધ રહેતા વર્ણ સ્વરૂપ પક્ષમાં પગલપરિણામત્વ રૂપ સાધ્ય સિદ્ધ થઇ શકે છે. શંકા - પહેલું અનુમાન તો બરાબર છે. પરંતુ બીજા અનુમાનનો વાપિ પ્રતિમાનત્વ હેતુ વર્ગમાં ક્યાં ઘટે છે? અર્થાત્ વર્ણ બાહ્ય વસ્તુથી પ્રતિહન્યમાન શી રીતે સંભવે? સમાધાન - વર્ણ બાહ્યવસ્તુ દ્વારા પ્રતિહન્યમાન આરીતે સંભવે. કોઇક દિશામાં બોલાતો વર્ણ (શબ્દ) પવનના બળથી રૂના ઢગલાની જેમ બીજી દિશામાં ગતિ પામતો અનુભવાય છે. ક્યારેક પર્વતની ગુફા, વન આદિમાં પ્રહાર કરેલા પથ્થરની જેમ સામે અથડાઇને પાછો ફરેલો શબ્દપડઘો બોલનારને જ ફરી કાનમાં સંભળાય છે. ક્યારેક નોળીયાના દર આદિને વિશે નીકના પાણીની જેમ શબ્દ અટકી જાય છે. ક્યારેક વાંસળીના કાણાં ઉપર કાણું પૂરું ઢંકાય તેમ તથા કાણું અડધું ખુલ્લું રહે તેમ આંગળીના જુદા જુદા પ્રયોગોને લઈને શબ્દ અનેક પ્રકારે વિકારને પામે છે. તથા કાંસા આદિના વાસણ સાથે શબ્દ અથડાતા તે વાસણની ધુજારીના નવા ધ્વનિનાં ઉત્પત્તિનું કારણ બને છે. કયારેક કર્કશ પ્રયોગ કરાયેલો શબ્દ લાકડાનો ફટકો જેમ પીડા પમાડે તેમ કાનમાં પીડા ઉત્પન્ન કરે છે. તો વળી કયારેક અતિ વેગીલા પુષ્કળ ઘોડા અને ખચ્ચરની ખુરાદિના પછડાટથી વેગ પામેલો શબ્દ ઘન એવા પણ દ્રવ્યને ભેદી નાંખે છે. આવા પ્રકારનો વિકાર પુલના પરિણામરૂપે સંભવતી વસ્તુમાં જ જોવા મળતો હોવાથી અનુમાન થઈ શકે છે કે શબ્દ એ પુદ્ગલનો પરિણામ અર્થાત્ પૌદ્ગલિક છે. (A) वस्तूनामेव गवादीनां खुर-ककुद-लाङ्गुल-विषाण-सास्नादिमत्त्वलक्षणो यः सदृशपर्यायः स एव सामान्यम्। (વિ. આ. ભાષ્ય-૨૨૦૨)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy