________________
પ્રસ્તાવના કે સંસ્કૃત ભાષા તો પરાપૂર્વથી ચાલી આવે છે. તેથી ભાષા અને તેના પ્રયોગોને લગતી ચર્ચાઓ તો મહદંશે એની એ જ રહેવાની અને તેને સમજાવતાં વ્યાકરણો પણ મળવાનાં, પરંતુ કાળક્રમે ભાષામાં જે થોડા નવા પ્રયોગો તથા ચર્ચાઓ ઉમેરાય તેને આવરવા અને પૂર્વના વ્યાકરણોમાં કર્તાને જે માત્રા કે પ્રક્રિયાને લગતું ગૌરવ, અપપ્રયોગની સિદ્ધિ કે સમ્યક પ્રયોગની પણ અયોગ્ય રીતે સિદ્ધિ વિગેરે દોષ લાગતા હોય, તેમને સુધારવા તેઓ લાઘવયુક્ત નવા વ્યાકરણની રચના કરે છે. પાણિનિ ઋષિ માટે એમ કહેવાય છે કે તેમણે પૂર્વના વ્યાકરણોની ખામી દૂર કરી એક સુગ્રથિત વ્યાકરણની રચના કરી. પૂર્વના વ્યાકરણની વાત પછીના વ્યાકરણમાં આવે, એટલા માત્રથી તે અનાદરણીય ન બની જાય, પરંતુ પૂર્વના વ્યાકરણો કરતા તેમાં લાઘવ, સુકરબોધકતા આદિ વિશેષતાઓ કેવી છે તે જોવું જોઇએ. કલિકાલસર્વજ્ઞશ્રી સ્વયં સિદ્ધહેમ વ્યાકરણની રચનાનું પ્રયોજન બતાવતા કહે છે કે -
तेनाऽतिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन। अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त, शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः।। (सिद्धहेम-पुष्पिकायाम्)
પાણિનિ આદિવ્યાકરણો અતિવિસ્તાર, કઠિનતા, વિપ્રકીર્ણસૂત્રોની રચના વિગેરે દોષવાળા છે, જ્યારે કાતન્ત્રાદિ વ્યાકરણો અતિ ટૂંકા છે. આ દોષોને નજરમાં લઈ કલિકાલસર્વજ્ઞશ્રીએ અતિવિસ્તૃત નહીં અને અતિ ટૂંકા નહીં એવા સુગમ અને પ્રકરણશઃ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી છે. અર્થાત્ તેમણે બીજા વ્યાકરણોનું અવલોકન કર્યું છે એ સ્પષ્ટ છે, છતાં સિદ્ધહેમ વ્યાકરણમાં કેટલાય એવા સ્થળો છે જ્યાં જોનારને પાણિનિ આદિ વ્યાકરણોની અપેક્ષાએ લાઘવ, મૌલિકતાદિ વિશેષતાઓ જોવા મળશે. જેમકે -
(i) નામસંજ્ઞા માટે સિદ્ધહેમવ્યાકરણમાં' ધાતુ-વિપત્તિ-વાવચમ્ અર્થવસાન..ર૭' સૂત્ર છે અને પાણિનિ વ્યાકરણમાં અર્થવ અધાતુ: સંપ્રત્યય: પ્રતિપમ્િ ' (T...૨.૪૫) સૂત્ર છે. સિદ્ધહેમના સૂત્રમાં વપત્તિ: એમ વિભક્તિનું વર્જન કર્યું હોવાથી સાદિ અને ત્યાદિ વિભજ્યન્તને નામસંજ્ઞાનો નિષેધ થાય છે, જ્યારે પાણિનિના સૂત્રમાં અપ્રત્યયઃ એમ પ્રત્યયમાત્રનું વર્જન કર્યું હોવાથી સ્કી, મામ્ ક, ડાયન, વિશ્વમ્, ઇવ, કૂવું, ગુ, ચરિ વિગેરે દરેક પ્રત્યયાન્તને નામસંજ્ઞાનો નિષેધ પ્રાપ્ત થાય છે. જો ફી, આ વિગેરે પ્રત્યયાન્તને નામસંજ્ઞા ન થાય તો તેમને સાદિ પ્રત્યયોની ઉત્પત્તિનથઇ શકે. તેથી સાદિની ઉત્પત્તિ માટે તેમણે નવા કોઇ સૂત્રની રચનાનું પ્રક્રિયાગૌરવસ્વીકારવું પડે એ સ્પષ્ટ છે.
એ સિવાય પાણિનિના સૂત્રમાં અપાતુ: અને ગપ્રત્યયઃ એમ બેવાર નગ્નનો પ્રયોગ કર્યો છે, તેના બદલે ધાતુ અને પ્રત્યય શબ્દોનો વન્દ્રસમાસ કરી અપાતુપ્રત્યયમ્ આમ એક જ વાર નન્નો પ્રયોગ કરાતતો અને એક વિસર્ગ એમ દોઢ માત્રાનું લાઘવ પણ થાત. સિદ્ધહેમ વ્યાકરણમાં તેમજ કર્યું છે. પાણિનિ તેમના સૂત્રમાં વાક્યનો નિષેધ કરવાનું ચૂકી ગયા છે, જ્યારે કલિકાલસર્વજ્ઞશ્રીએ વાક્યનો નિષેધ કર્યો છે. વાક્ય એ ધાતુ અને પ્રત્યયાન્ત પદથી અતિરિક્તઅર્થવાન વસ્તુ છે.