SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના V વ્યાકરણકારો શક્ય પ્રયત્ને ઓછા શબ્દોમાં સમગ્ર સંસ્કૃતભાષાને આવરી શકાય તેવું વ્યાકરણ રચવા પ્રયત્ન કરે છે. જેનું વ્યાકરણ સૌથી ઓછા શબ્દોમાં આખી સંસ્કૃત ભાષાને સરળતાથી આવરી લે તેનું વ્યાકરણ ટોચનું ગણાય. વ્યાકરણો તો પાણિનિ, ચાન્ત, શાકટાયન, ભોજ વિગેરે ઘણાં છે, પણ તે નિર્દોષ નથી. પાણિનિ આદિ વ્યાકરણોમાં અતિવિસ્તાર છે, તો કાતન્ત્ર આદિ વ્યાકરણોમાં બધું આવરી ન શકે તેવું અતિ ટૂંકાણ છે. પૂર્વકાળમાં નિશાળ ગમન વખતે પ્રભુ વીરે ઇન્દ્ર સમક્ષ રચેલું ઐન્દ્રવ્યાકરણ હતું, જે શ્રેષ્ઠ ગણાતું^o. પ્રાતિશાખ્ય ગ્રન્થ તથા પાણિનિ, કાતન્ત્ર વિગેરે વ્યાકરણોમાં તેના નામ તથા ઉદ્ધરણો ટાંકેલા જોવા મળે છે. આપણાં કમનસીબ છે કે આજે તે વ્યાકરણ ઉપલબ્ધ નથી, છતાં એટલા આપણા સદ્નસીબ છે કે આજે શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન વ્યાકરણ વિદ્યમાન છે. આ વ્યાકરણ અતિવિસ્તાર આદિ દોષરહિત સંપૂર્ણ સંસ્કૃત ભાષાને આવરતું એક આદર્શ પંચાંગપરિપૂર્ણ વ્યાકરણ છે. તે પ્રકરણશઃ છે તથા તેમાં ક્યાંય પાણિનિ આદિ વ્યાકરણોની જેમ ગૌરવ થતું જોવા નહીં મળે. આ વ્યાકરણ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીમહારાજાએ રચ્યું હોવાથી તેનું નામ ‘શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમ્’રાખવામાં આવ્યું. આ નામ રાખવા પાછળ બીજું આ કારણ પણ આપી શકાય. સઘળાં ય વ્યાકરણોમાં સિદ્ધહેમ વ્યાકરણ પ્રતિષ્ઠિત હોવાથી તે ‘સિદ્ધ’ છે. સરળતા, નિર્દોષતા, પરિપૂર્ણતાદિ ગુણોને લઇને તે અભ્યાસુ અને અધ્યાપકોને સુવર્ણની જેમ ઉપાદેય છે તેથી ‘હેમ’ છે. વ્યાકરણતત્ત્વના પિપાસુરૂપી ચકોરોને માટે તે ચંદ્ર જેવું આહ્લાદક છે તેથી તે ‘ચંદ્ર’ છે અને સાધુ શબ્દોનું પ્રકૃતિ-પ્રત્યય આદિના વિભાગે કરીને તે અનુશાસન (વ્યુત્પાદન) કરનાર હોવાથી ‘શબ્દાનુશાસન’ છે. આમ સઘળાં ય વ્યાકરણોમાં શિરમોર, નિર્દોષતાદિ ગુણોને લઇને સુવર્ણની જેમ ઉપાદેય અને જિજ્ઞાસુઓને ચંદ્ર જેવું આહ્લાદક આ વ્યાકરણ સાધુ શબ્દોનું વ્યુત્પાદન કરતું હોવાથી તેનું નામ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમ્’રાખવામાં આવ્યું છે. અહીં મૂકેલો અનુરાસન શબ્દ વિચાર માંગે છે. અનુ એટલે પશ્ચાત્ અને શાસન એટલે વ્યુત્પાદન. પાછળથી થયેલા સાધુ શબ્દોના વ્યુત્પાદનને અનુશાસન કહેવાય. આ વ્યાકરણ પાણિનિઆદિ પૂર્વાચાર્યોના અનુશાસન(વ્યાકરણ) પછી રચાયું છે, માટે તેમાં ‘અનુશાસન’ શબ્દ મૂક્યો છે. આનાથી કલિકાલસર્વજ્ઞશ્રીએ પૂર્વાચાર્યોનું અનુસરણ કર્યું છે તેમ ઘોતિત થાય છે.) પાણિનિ વ્યાકરણ ઉપરના વ્યાકરણમહાભાષ્ય, કાશિકા-જિનેન્દ્રબુદ્ધિન્યાસ આદિ ગ્રન્થોને જોતા સિદ્ધહેમ વ્યાકરણમાં અનેક સ્થળે તેમનું સામ્ય જોવા મળે. તે દેખી કેટલાક વિદ્વાનો સિદ્ધહેમ વ્યાકરણને મૌલિકતા વિનાનું સંકલનાત્મક વ્યાકરણ ગણાવી અવગણે છે, પરંતુ આ તેમની ગેરસમજ છે. પાણિનિએ પણ તેમના વ્યાકરણમાં પૂર્વના ગાર્ગ્યુ, શાકટાયન, આપિશલિ વિગેરે અનેક વૈયાકરણોના નામ ગણાવ્યા છે, જેનાથી એ ફલિત થાય છે કે તેમણે પણ આ વૈયાકરણોના ગ્રન્થોનું અવલોકન કરી સાર રૂપે પાણિનિ વ્યાકરણની રચના કરી છે. સમજી શકાય તેવી વાત છે (A) तेन प्रणष्टमैन्द्रं तदस्मद्व्याकरणं भुवि । जिताः पाणिनिना सर्वे मूर्खीभूताः वयं पुनः । । (कथासरित्सागर : ४ / २५ ) (B) પૂર્વાચાર્યશાસનસ્થાઽનુ—પશ્ચાત્ શાસનમ્ કૃતિ અનુશાસનમ્। (સ્વોપૉઇન્વોનુશાસનવૃત્તો)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy