SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ द्यूतादिव्यसनमप्यभ्यस्येत् निष्फलशक्तिक्षयाच्चाकिञ्चित्करत्वेनावस्त्वपि स्यात्, एवं चासौ नानुगृहीतः स्यादपि तु विनाशित इति ||३५|| પોષ્ય પરિવારને યથાયોગ્ય કાર્યમાં જોડવો. જે પોષ્ય પરિવારનું પોષણ કર્યું છે તેને યથાયોગ્ય એટલે કે જે જ્યાં ધર્મમાં કે કાર્યમાં જોડાવાને યોગ્ય હોય તેને ત્યાં જોડવો. યોગ્ય કાર્યોમાં નહિ જોડેલો પરિવાર સંતોષ ન થવાથી (= બેચેન રહેવાથી) જુગાર વગેરે વ્યસનનો પણ અભ્યાસ કરે. કામ ન કરવાથી એની શક્તિનો ફલ આપ્યા વિના ક્ષય થાય છે. એથી કંઈ પણ ન કરવાના કારણે તે અવસ્તુ પણ થાય, અર્થાત્ તે જાણે નથી એવું બને. આ પ્રમાણે એના ઉપર અનુગ્રહ કરાતો નથી, કિંતુ એનો વિનાશ કરાય છે. (૩૫) તથા - તત્વયોનનેષુ વદ્ધતક્ષ્યતા રદ્દી તા तस्य भर्तव्यस्य प्रयोजनेषु धर्मार्थकामगोचरेषु चित्ररूपेषु बद्धलक्ष्यता नित्योपयुक्तचित्तता, ते हि तस्मिंश्चिन्ताकरे नित्यं निक्षिप्तात्मानः तेनाचिन्त्यमानप्रयोजनाः सीदन्तः सन्तोऽप्रसन्नमनस्कतया न स्वनिरूपितकार्यकरणक्षमाः संपद्यन्ते इति || ३६ || પોષ્ય પરિવારના કાર્યોની સદા ચિંતા કરવી. પરિવારના ધર્મ, અર્થ અને કામ સંબંધી વિવિધ કાર્યોની સદા ચિંતા કરવી. આશ્રિત પરિવારે પોતાના આત્માને (= જીવનને) ચિંતા કરનાર વડીલને સદા સમર્પી દીધો હોય છે. તેથી જો વડીલ આશ્રિતોનાં કાર્યોની (કોને શું કરવાનું છે? કોને શાની જરૂરિયાત છે? કોણ બિમાર છે? એનો રોગ કેવી રીતે દૂર થાય? ઈત્યાદિ) ચિંતા ન કરે તો આશ્રિતો સીદાય, એથી અપ્રસન્નમનવાળા બનીને પોતાને સોંપેલું કાર્ય કરવા સમર્થ ન બને. (૩૬) પહેલો અધ્યાય તથા અપાયરક્ષોઘોગઃ ॥રૂણા કૃતિ । तस्यैव भर्तव्यस्य अपायेभ्यः अनर्थेभ्यः ऐहिकामुष्मिकेभ्यः परिरक्षा सर्वतस्त्राणम्, तत्र उद्योगो महानुद्यमः, एवं हि भर्तव्यान् प्रति तस्य नाथत्वं स्याद् यदि सोऽलब्धलाभलक्षणं योगं लब्धरक्षारूपं च क्षेमं कर्तुं क्षमः स्यात्, योग-क्षेमकरस्यैव नाथत्वादिति ||३७|| પોષ્ય પરિવારનું અનર્થોથી રક્ષણ કરવામાં ઉદ્યમ કરવો. પોષ્ય પરિવારનું આ લોક સંબંધી અને પરલોક સંબંધી અનર્થોથી બધી રીતે રક્ષણ કરવામાં અતિશય પ્રયત્ન કરવો. જો વડિલ યોગ અને ક્ષેમ કરવામાં સમર્થ હોય તો જ પોષ્ય પરિવાર ૩૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy