SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય રહ્યો છે. (૧૫) તથા– (૬) ૩૫ણુતાસ્થાનત્યા : 9દા રૂતિ છે उपप्लुतं स्वचक्र-परचक्रविक्षोभात् दुर्भिक्ष-मारीति-जनविरोधादेश्चास्वस्थीभूतं यत् स्थानं निवासभूमिलक्षणं ग्राम-नगरादि तस्य त्यागः, अत्यज्यमाने हि तस्मिन् धर्मार्थकामानां तत्र प्रवृत्तोपप्लववशेन पूर्वलब्धानां विनाशसंभवेन नवानां चानुपार्जनेनोभयोरपि लोकयोरनर्थ एवोपपद्यते इति ।।१६।। ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો. પોતાના નિવાસ સ્થાન રૂપ ગામ-નગર વગેરે જે સ્થાન સ્વરાજ્ય કે પરરાજ્યના સંઘર્ષથી અથવા તો દુકાળ, * મારિ, ઈતિ, લોકવિરોધ આદિથી અસ્વસ્થ થયેલું હોય = અશાંતિવાળું થયેલું હોય તે સ્થાનનો ત્યાગ કરવો. કારણકે તે સ્થાન છોડવામાં ન આવે તો ત્યાં થયેલ ઉપદ્રવના કારણે ધર્મ, અર્થ (= ધન) અને કામ (= વિષયસુખો) જે પૂર્વે મેળવેલા હોય તેનો વિનાશ થાય અને નવા ઉપાર્જન કરી શકાય નહિ. આથી આ લોક અને પરલોક એમ બંને લોકમાં અનર્થ જ થાય. (૧૬) તથા– (૭) સ્વયથSSAY I9ળા તિ . स्वस्य आत्मनो योग्यस्य उचितस्य रक्षाकरस्य राजादेरपूर्वलाभसंपादनलब्धरक्षणक्षमस्य आश्रयणं 'रक्षणीयोऽहं भवताम्' इत्यात्मसमर्पणम्, यत उक्तम्स्वामिमूलाः सर्वाः प्रकृतयः, अमूलेषु तरुषु किं कुर्यात् पुरुषप्रयत्नः (नीतिवाक्या ०) इति। स्वामी च धार्मिकः कुलाचाराभिजनविशुद्धः प्रतापवान् न्यायानुगतश्च कार्य इति 19ણા પોતાને યોગ્ય હોય તેવા પુરુષનો આશ્રય કરવો. પોતાને યોગ્ય એટલે કે પોતાનું રક્ષણ કરી શકે તેવા, અર્થાત્ નવો લાભ મેળવી આપવામાં અને મેળવેલાનું રક્ષણ કરવામાં સમર્થ હોય તેવા રાજા વગેરે યોગ્ય પુરુષ છે. તેમનો આશ્રય કરવો એટલે “હું તમારાથી રક્ષા કરવા યોગ્ય છું” એ રીતે આત્મસમર્પણ કરવું. રક્ષણ * મારિ એટલે મરકી – કોલેરા વગેરેનો ઉપદ્રવ. • અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, શુડા અને સ્વરાજ્ય અને પરરાજ્ય એ છ ઈતિ (ઉપદ્રવો) છે.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy