SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય अत्यन्तासक्तिपरिहोरण श्रोत्रादीन्द्रियविकारनिरोधः, सर्वेन्द्रियार्थनिरोधेन पुनर्यो धर्मः स यतीनामेवाधिकरिष्यते, इह तु सामान्यरूपगृहस्थधर्म एवाधिकृतस्तेनैवमुक्तमिति ||૧૧|| છ શવ્વર્ગનો ત્યાગ કરીને અવિરુદ્ધ અર્થના સ્વીકારથી ઈદ્રિયજય કરવો. છ શત્રુવર્ગનો ત્યાગ અયોગ્ય રીતે યોજેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ શિષ્ટ ગૃહસ્થોનો આંતરિક શત્રુવર્ગ છે. બીજાએ સ્વીકારેલી કે પરણેલી સ્ત્રીઓ ઉપર દુષ્ટ અધ્યવસાય કરવો એ કામ કહેવાય છે. જે વિચાર્યા વિના કરવામાં આવે અને બીજાના કે પોતાના અનર્થનું કારણ બને તે ક્રોધ કહેવાય છે. દાન આપવાને યોગ્ય જીવોને દાન ન આપવું અથવા નિષ્કારણ પરધન લેવું તે લોભ કહેવાય છે. દુરાગ્રહને ન મૂકવો અથવા અન્યના યુક્ત વચનને ન સ્વીકારવું તે માન કહેવાય છે. કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ અને વિદ્યાથી આત્મામાં અહંકાર કરવો તે, અથવા બીજાના અપમાનનું કારણ બને છે, મદ કહેવાય છે. કારણ વિના જ બીજાને દુઃખ ઉત્પન્ન કરીને અથવા જાગાર અને શિકાર વગેરે અનર્થનો આશ્રય લઈને મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય તે હર્ષ કહેવાય છે. આ છ શત્રુવર્ગનો ત્યાગ કરવી જોઈએ. અવિરુદ્ધ અર્થનો સ્વીકારઃ અવિરુદ્ધ એટલે ગૃહસ્થાવસ્થાને ઉચિત જે ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ એ બે પુરુષાર્થોની સાથે વિરોધી ન બનેલા. અર્થ એટલે શ્રોત્ર (કાન) વગેરે ઈદ્રિયોના શબ્દ વગેરે વિષયો. સ્વીકાર એટલે ઉપભોગ. આનો ભાવાર્થ એ થયો કે- ધર્મ પુરુષાર્થ અને ધનપુરુષાર્થને બાધ ન પહોચે તે રીતે વિષયોનો ઉપભોગ કરવો તે અવિરુદ્ધ અર્થનો સ્વીકાર કહેવાય. ઈદ્રિયજયઃ વિષયોમાં અત્યંત આસક્તિનો ત્યાગ કરીને શ્રોત્ર વગેરે ઈદ્રિયોના વિકારનો નિરોધ કરવો (= કાબુમાં લેવો) તે ઈદ્રિયજય છે. ભાવાર્થ અહીં સામાન્ય ગૃહસ્થધર્મને ઉચિત ઈદ્રિયજયનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તેમાં મુખ્ય બે મુદ્દા છે. એક મુદ્દો એ છે કે ધર્મપુરુષાર્થ અને ધન પુરુષાર્થને બાધ ન પહોંચે તે રીતે વિષયોનો ઉપભોગ કરવો. બીજો મુદ્દો એ છે કે વિષયોમાં અત્યંત આસક્તિ ન કરવી. અહીં જણાવેલા ઈદ્રિયજયના સ્વરૂપમાં સર્વ વિષયોના ઉપભોગનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો નથી. કારણ કે સર્વ વિષયોના ઉપભોગનો સર્વથા નિષેધ રૂપ ધર્મનો અધિકાર યતિઓને જ હોય છે, અને તે આગળ કહેવામાં આવશે. અહીં તો સામાન્ય ગૃહસ્થ ધર્મનો જ અધિકાર ચાલી - ૨૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy