SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ અભ્યાસ પૂર્ણ થતાં દીક્ષા છોડીને શ્રી ગુપ્ત આચાર્યની પાસે વાદ કરવા આવ્યો. આચાર્યે તેને નિરુત્તર કરી દીધો. આથી ત્રીજીવાર કોઇ આચાર્યની પાસે દીક્ષા લીધી. . એકવાર આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં આવેલી વનસ્પતિના જીવોની સિદ્ધિ કરનારી યુક્તિઓને તે ભણતો હતો. તે બૌદ્ધધર્મી હોવાથી વનસ્પતિમાં જીવ માનતો ન હતો. પણ આ યુક્તિઓનો વિચાર કરતાં કરતાં તેને “વનસ્પતિમાં જીવ છે.'' એવી શ્રદ્ધા થઇ. આથી તે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળો બન્યો. હવે તેણે ગુરુને મેં અશુદ્ધ આશયથી દીક્ષા લીધી છે” એમ કહીને હવે સાચી દીક્ષા આપો એમ વિનંતી કરી. આથી ગુરુએ તેને ફરી દીક્ષા આપી. પછી અનુક્રમે જૈન દર્શનના શ્રતનો ઊંડાણથી અભ્યાસ કરીને યુગપ્રધાન બન્યા અને જૈન શાસનની મહાન પ્રભાવના કરી. (ઉપદેશ પદ). સુંદરીનંદનું ચરિત્ર (આ. ૬ સૂ. ૬૦) નાશિક નામનું નગર હતું. તેમાં નંદ નામનો વણિક રહેતો હતો. તેની અતિશય સૌંદર્યવતી સુંદરી નામની પત્ની હતી. નંદ પત્ની સુંદરીમાં અતિશય આસક્ત બન્યો. સુંદરી વિના તે એક ક્ષણ પણ રહી શકતો ન હતો. તે નગરમાં નંદ નામના બીજા પણ વણિકો હતા. આ નંદ સુંદરીમાં અતિશય આસક્તિ રાખતો હોવાથી લોકોએ તેનું સુંદરીનંદ એવું નામ પાડ્યું. સુંદરી સાથે વિષયસુખનો અનુભવ કરતા સુંદરીનંદનો કાળ પસાર થઇ રહ્યો હતો. સુંદરીનંદના એક બંધુએ પૂર્વે દીક્ષા લીધી હતી. તેમણે સાંભળ્યું કે ભાઇ પત્ની વિષે અતિશય રાગી બન્યો છે. આ સાંભળીને સાધુએ વિચાર્યું કે હવે મારે તેની ઉપેક્ષા કરી તેને દુર્ગતિગામી કરવો તે યુક્ત નથી. આમ વિચારીને ગુરુની રજા મેળવીને તે નાશિક નગરમાં આવ્યા. ભિક્ષાના સમયે બંધુના ઘરે વહોરવા ગયા. બંધુએ ભક્તિથી વહોરાવ્યું. પછી ભિક્ષાનું પાત્ર ઉપાડવા માટે બંધુને આપ્યું. સ્વજનો થોડે સુધી મુનિની સાથે જઈને મુનિને નમસ્કાર કરીને પાછા વળ્યા. ભાઈ મહારાજ જ્યાં સુધી મને છોડે નહિ ત્યાં સુધી મારે પાછા જવું યોગ્ય નથી એમ વિચારીને સુંદરીનંદ ઉપાશ્રય સુધી આવ્યો. હાથમાં સાધુનું પાત્ર હોવાથી નગરલોકો હાસ્યથી બોલવા લાગ્યા કે આ સુંદરીનંદે દીક્ષા લઈ લીધી. ત્યાં સાધુએ સુંદરીનંદને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના આપી. પરંતુ સુંદરીમાં તીવ્ર રાગ રહેલો હોવાથી ઘર્મ માર્ગમાં તેનું ચિત્ત ચોંટયું નહિ. તે મુનિ વૈક્રિયલબ્ધિવાળા હતા, આથી તેમણે વિચાર્યું કે અધિક લોભ પમાડ્યા સિવાય આને પ્રતિબોધ પમાડી શકાય તેમ નથી. આથી તેને અધિક પ્રલોભન આપીને પ્રતિબોધ પમાડું. આમ વિચારીને મુનિએ તેને કહ્યું: તું મારી સાથે ચાલ, તને ૪૦૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy