SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાહસ કાર્યને રાજા જાણશે, તો મારા આખા કુટુંબ સહિત મને ખરાબ મારથી મરાવી નંખાવશે. તો હવે મારા પ્રાણના રક્ષણ માટે અત્યારે મહાઉપાય હોય તો માત્ર પ્રવ્રજ્યાસ્વીકારનો જ છે.' એ પ્રમાણે બારણાનાં કમાડ બંધ કરીને આખા કુટુંબ સહિત યતિવેષ ગ્રહણ કર્યો. સુવર્ણના જવ લેવા માટે આવેલા પુરુષોએ સોનીએ મેતાર્ય મુનિનો ઘાત કર્યો છે તે સર્વ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો. આથી અતિભયંકર ભૂકુટીની રચનાવાળા ભાલતલવાળા રાજા શ્રેણિકે ખરાબમાં ખરાબ રીતે કુટુંબ સહિત તેનો વધ કરવાની આજ્ઞા કરી. એટલે હાથમાં પ્રચંડ ઊંચા દંડ લઇને રાજાના સુભટો તેના ઘરે આવી પહોંચ્યા. પરંતુ આખા કુલસહિત સર્વેને પ્રવ્રુજિત થએલા જોઇને તેઓને દંડનો અગ્ર ભાગ બતાવીને રાજાની પાસે લઇ ગયા. આખા કુટુંબ સહિત સાધુવેષવાળા સોનારે રાજાને ધર્મલાભ આપ્યો. શ્રેણિક રાજાએ કહ્યું કે, ‘મરવાના ડરથી તેં સાધુવેષ ગ્રહણ કર્યો છે. આ વેષમાં તને શિક્ષા કરું તો શાસનનો ઉડ્ડાહ થાય. તો હવે આ ઉલ્લંઘન ન કરવા યોગ્ય મારી આજ્ઞા સાંભળ. ‘સ્વીકારેલાં આ વ્રતો જીવિત સુધી જો તમે નહિ પાલન કરો અને તમારામાંથી એક પણ જો આ વ્રતનો ત્યાગ કરશો, તો તમારો શારીરિક-પ્રાણાંતિક દંડ રાજા ક૨શે. જેવી રીતે નિષ્કપ મેતાર્ય મહર્ષિએ પોતાના પ્રાણના નાશના ભોગે પણ સમભાવ સ્વરૂપ સામાયિક કર્યું, તેમ બીજાઓએ પણ બીજા જીવોના રક્ષણ માટે ક૨વું. (ઉપદેશમાલા ભાષાંતરમાંથી સાભાર ઉદ્ભુત.) ગોવિંદ વાચકનું દૃષ્ટાંત (અ. ૬ સૂ. ૬) કોઇ એક નગરમાં ગોવિંદ નામનો બૌદ્ધધર્મી પંડિત હતો. તે નગરમાં કોઇ વાર શ્રીગુપ્ત નામના મહાન જૈનાચાર્ય પધાર્યા. આખા નગરમાં તેમની વિદ્વત્તાનો પ્રચાર થયો. આથી આ નગરમાં આ સૂરિથી અધિક વિદ્વાન અન્ય કોઇ નથી એવો પ્રચાર થયો. ગોવિંદ પંડિતે આ વાત સાંભળી. મારાથી અધિક અન્ય કોઇ વિદ્વાન નથી એમ માનનાર ગોવિંદ પંડિત આચાર્યના ફેલાયેલા આવા યશને સહન કરી શક્યો નહિ. આથી તે આચાર્ય સાથે વાદ કરીને આચાર્યને પરાજિત કરવાના ઇરાદાથી વાદ કરવા માટે આચાર્યની પાસે આવ્યો. વાદમાં આચાર્યે તેને પરાજિત કરી દીધો. આથી તે પંડિતે વિચાર્યું કે જ્યાં સુધી હું જૈન દર્શનનું ઊંડું જ્ઞાન નહિ મેળવું ત્યાં સુધી આ આચાર્યને જીતી શકીશ નહિ. આમ વિચારીને તેણે કપટથી અન્ય કોઇ જૈન આચાર્ય પાસે દીક્ષા લીધી. જૈન દર્શનનો અભ્યાસ થઇ ગયા પછી દીક્ષા છોડી દીધી. શ્રી ગુપ્ત આચાર્યની પાસે વાદ કરવા આવ્યો. આ વખતે પણ આચાર્યે તેને હરાવી દીધો. જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કરવા બીજી વાર કપટથી કોઇ આચાર્ય પાસે દીક્ષા લીધી. ४०७
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy