SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બારવ્રત રૂપ ધર્મ ગ્રહણ કરી. આ સાંભળીને શિવાનંદાને બહુજ આનંદ થયો. તરત જ તે રથમાં બેસીને સખીઓ અને દાસીઓ સહિત પ્રભુની પાસે ગઇ. તેણે પણ બાવ્રતો સમજીને ગ્રહણ કર્યા. હવે તે બંને ઉલ્લાસથી વ્રતનું પાલન કરવા લાગ્યા. દરરોજ સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરવા લાગ્યા. પર્વ દિવસોમાં પષધ-ઉપવાસ વગેરે કરવા લાગ્યા. આ રીતે ચૌદ વર્ષ પસાર થયા. હવે પંદરમાં વર્ષે એક મધ્યરાતે ધર્મજાગરિકા કરવા લાગ્યો. ધર્મજાગરિકા કરતાં તેને એવો વિચાર આવ્યો કે આ નગરનો હું આગેવાન છું, તેથી અનેક પ્રકારનાં કામોમાં ભાગ લેવો પડે છે, બીજાઓને સલાહ-સૂચના પણ આપવી પડે છે. વળી કુટુંબનો, જ્ઞાતિનો અને સમાજનો બોજો પણ મારા ઉપર વિશેષ રહે છે. તેથી ધર્મમાં જોઇએ તેટલો પુરુષાર્થ કરી શકતો નથી. માટે પ્રાતઃકાલે બધાં સગાંવહાલાંઓને બોલાવીને તેમને સારી રીતે ભોજન વગેરે કરાવીને તેમની સમક્ષ મારા મોટા પુત્રને ઘરનો અને જ્ઞાતિનો બધો કારભાર સોંપી દઉં, અને હું નિવૃત્ત થઈને કોલ્લાગ સન્નિવેશમાં મારી પૌષધશાલા છે ત્યાં રહીને ધર્મધ્યાનમાં દિવસો પસાર કરું. બીજા દિવસે પ્રાતઃ કાળમાં તેણે ભોજનનું નિમંત્રણ આપીને પોતાનાં સગાંવહાલાંઓને તેડાવ્યાં. તેમને સારી રીતે જમાડીને તથા તેમનું સુંદર સ્વાગત કરીને તેમની સમક્ષ પોતાના મોટા પુત્રને ઘરનો અને જ્ઞાતિનો બધો કારભાર સોંપી દીધો. તથા જણાવ્યું કે હવેથી મને કોઈ બાબતમાં પૂછશો નહિ. તથા મારા માટે ખાન-પાન વગેરે કાંઈ તૈયાર કરાવશો નહિ. પછી સહુની રજા લઈને તે કોલ્લોગ પરામાં ગયો, અને ત્યાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓને વહન કરી. પ્રતિમાઓ પૂર્ણ થતાં તેનું શરીર દૂબળું પડી ગયું, કુશ અને હાડપિંજર જેવું થઇ ગયું. આથી તેણે એવો વિચાર કર્યો કે આ ભારે તપ કર્મથી હું હાડપિંજર જેવો થઇ ગયો છું તો પણ મારામાં હજી ઊઠવા બેસવાની શક્તિ છે, કાર્ય કરવાનું બળ છે. તેથી હવે હું અંતિમ સંલેખના વ્રતનો સ્વીકાર કરું. બીજા દિવસથી તેણે અંતિમ સંલેખના વ્રતનો સ્વીકાર કર્યો. આ સ્થિતિમાં રહેલા તેને ચિત્તશુદ્ધિ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે શ્રી મહાવીર પ્રભુ પરિવાર સાથે વાણિજ્યગ્રામમાં પધાર્યા અને દુતિ પલાસ ચૈત્યમાં રહ્યા. શ્રી ગૌતમસ્વામીએ ભિક્ષાથી પાછા ફરતાં લોકોના મોઢેથી જાણું કે ભગવાન મહાવીરના શ્રમણોપાસક આનંદે પૌષધશાલામાં અંતિમ સંલેખના વ્રત સ્વીકાર્યું છે. આથી શ્રી ગૌતમસ્વામી આનંદ શ્રાવકના પરિણામની ધારા કેવી છે તે જોવા આદિ માટે તેની પાસે ગયા. શ્રી ગૌતમસ્વામીના દર્શન થતાં આનંદ શ્રાવક બહુ उ८४
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy