SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ એક વાર શ્રમણ-ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની સમીપે આવ્યા, અને તેના દુતિપલાસ નામના ચૈત્યમાં ઊતર્યા. તેમની સાથે બીજા સાધુ-સાધ્વીઓ પણ અનેક હતાં. તેમનું આગમન સાંભળીને તે નગરનો રાજા જિતશત્રુ અતિ આનંદ પામ્યો તથા પ્રજાજનો પણ હર્ષિત થયા. તેઓ એ મહાપ્રભુને વાંદવા, સત્કારવા, સન્માનવા ચાલ્યા અને પ્રસંગ મળે તો પ્રશ્ન પૂછી, મનનું સમાધાન મેળવવાની ઇચ્છા રાખવા લાગ્યા. આનંદ ગૃહપતિ પણ તેમાં સામેલ હતો. ભગવાને શ્રોતાઓની સમક્ષ મનુષ્યભવ, જિનવાણીનું શ્રવણ, જિનધર્મની શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ એ ચારની દુર્લભતાનું વર્ણન કર્યું. ત્યાર બાદ ભોગોની અનિત્યતાનું વર્ણન કરતાં કહ્યું કે ભોગો નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીઓ છોડી દે, તેમ વખત આવ્યે તે ભોગો પુરુષને છોડી દે છે. અને તે પુરુષો બિચારા શોક અને સંતાપ કરતા જ રહી જાય છે. માટે સાવધ બનો અને ભોગોનો સમજપૂર્વક ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરો. કદાચ તમે આ બધા ભોગોનો એકદમ ત્યાગ ન કરી શકો, તો ગૃહસ્થ ધર્મમાં રહીને બાર પ્રકારનાં વ્રતોનું પાલન કરો અને તે રીતે પણ ધર્મસાધનામાં તત્પર બનો. પછી તેમણે બાર વ્રતોનું યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું. ભગવાન મહાવીરની આ દેશના સાંભળી આનંદ ગૃહપતિ અતિ હૃષ્ટ થયો, તુષ્ટ થયો અને આનંદ પામ્યો. તેણે બધા લોકો વિદાય થયા પછી ભગવાન મહાવીર પાસે જઈને અંજલિપૂર્વક કહ્યું: “હે ભગવંત ! મને નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધા થઇ છે, પ્રતીતિ થઇ છે તથા રુચિ ઉત્પન્ન થઇ છે. તમે જે કહો છો તે યથાર્થ છે-સત્ય છે. પરંતુ બીજા અનેક રાજાઓ, યુવરાજ, શ્રીમંતો અને શેઠિયાઓ વગેરે જેમ આપનું પ્રવચન સાંભળીને ઘરબારનો ત્યાગ કરી ભિક્ષુ બને છે, અણગાર બને છે, પ્રવ્રુજિત થાય છે.' તેવું કરવાનું મારામાં સામર્થ્ય નથી, એટલે હું આપની પાસેથી બાર પ્રકારનો ગૃહસ્થઘર્મ સ્વીકારવા ઇચ્છું છું.” ભગવાને કહ્યું: “હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર. પરંતુ ધર્મના કાર્યોમાં વિઘ્ન ઘણાં હોય છે અને વિચારો બદલાતાં વાર લાગતી નથી. માટે તેમાં ઢીલ ન કર. આથી આનંદ એ વખતે શ્રાવકનાં બાવ્રતોનો સ્વીકાર કર્યો. હવે તે ઉપાસક = શ્રમણોપાસક બન્યો. ઘરે આવીને આનંદ પોતાની પત્ની શિવાનંદાને કહ્યું છે દેવાનુપ્રિયા ! આજે હું શ્રમણભગવાન મહાવીર દેવની પાસે ગયો હતો, તેમના મુખથી મેં ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને બહુ ચ્યો. તેથી તેમની પાસેથી મેં સમ્યક્ત્વ પૂર્વક બાવ્રતો રૂપ ધર્મ ગ્રહણ કર્યો છે. માટે તમે પણ તેમની પાસે જાઓ અને મારી જેમ ૩૯૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy