SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધ્યાય ऽभ्युदयफलधर्मकल्पद्रुममूलत्वेन शास्त्रान्तरेषु प्रतिपादनात् । तदेवंविधमनुष्ठानं धर्म इति दुर्गतिपतज्जन्तुजातधरणात् स्वर्गादिसुगतौ धानाच्च धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते = शब्द्यते सकलाकल्पितभाव-कलापाऽऽकलनकुशलैः सुधीभिरिति । इदं चाविरुद्धवचनादनुष्ठानमिह धर्म उच्यते उपचारात्, यथा नड्वलोदकं पादरोगः, अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः ||३|| અવિરુદ્ધ વચનથી યથોક્ત અને મૈત્રી વગેરે ભાવોથી યુક્ત જે અનુષ્ઠાન કરવામાં આવે તે ધર્મ કહેવાય છે. અવિરુદ્ધ એટલે કષ, છેદ અને તાપથી કરેલી પરીક્ષામાં શુદ્ધ સુવર્ણની જેમ પસાર થયેલ. કષ, છેદ અને તાપનું લક્ષણ આગળ કહેવામાં આવશે. વચન એટલે આગમ. વચનથી એટલે વચનને અનુસરીને. જિનપ્રણીત (= જિને કહેલું)જ વચન અવિરુદ્ધ છે. • કારણ કે તે વચનનું નિમિત્ત શુદ્ધ છે. વચનનો કહેનાર વચનનું અંતરંગ નિમિત્ત કહેવાય છે. (મુખ, હોઠ વગેરે વચનનું બાહ્ય નિમિત્ત કહેવાય) આંતરિક નિમિત્ત એટલે વક્તા. વક્તા જો રાગ, દ્વેષ અને મોહને આધીન હોય તો તેનામાં રાગ, દ્વેષ અને મોહની અશુદ્ધિ રહેલી છે. (એથી તેવો વક્તા અશુદ્ધ નિમિત્ત છે.) કારણકે રાગ, દ્વેષ અને મોહથી અસત્ય વચન બોલાય. આ અશુદ્ધિ જિન ભગવાનમાં ન હોય. કારણ કે આ અશુદ્ધિ જિન ભગવાનમાં હોય તો જિનપણાનો વિરોધ આવે. રાગ, દ્વેષ અને મોહરૂપ અંતરંગ શત્રુઓને જિતે તે જિન એવો જિન શબ્દનો જે અર્થ છે તે અર્થ ઘટી શકે નહિ. તપાવે તે તપન, દહે તે દહન, એ પ્રમાણે જેમ તપન અને દહન વગેરે શબ્દો અન્વર્થ છે, એટલે કે શબ્દની વ્યુત્પત્તિથી થતા અર્થવાળા છે, તેમ જિન શબ્દ પણ અન્યર્થ છે. જે વચન જિનપ્રણીત નથી તે વચનમાં નિમિત્ત શુદ્ધિ ન હોવાથી તે વચન અવિરુદ્ધ નથી. કારણ કે કાર્ય કારણના સ્વરૂપને અનુસરે છે, એટલે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. તેથી દુષ્ટ કારણથી આરંભેલું કાર્ય અદુષ્ટ થતું નથી. લીમડાના બીજમાંથી ક્યારેય શેરડી થાય જ નહિ: જો એમ ન માનવામાં આવે તો કારણની (કાર્ય - કારણની) કોઈ વ્યવસ્થા જ ન રહે. ધર્મબિંદુપ્રકરણ • પૂર્વે બીજા અને ત્રીજા શ્લોકની અવતરણિકામાં ‘‘હેતુશુદ્ધિ કહેવા દ્વારા ધર્મના સ્વરૂપને'' ઈત્યાદિ કહ્યું હતુ. આથી અહીં ‘‘જિનપ્રણીત (= જિને કહેલું) જ વચન અવિરુદ્ધ છે'' એમ કહીને હેતુશુદ્ધિ જણાવી છે.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy