SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય (૩) નપુંસક:- અહીં સ્ત્રી-પુરુષ ઉભયનો અભિલાષી. અને પુરુષની આકૃતિવાળો પુરુષ નપુંસક જાણવો. તે ઘણા દોષોનો કરનાર હોવાથી દીક્ષાને અયોગ્ય છે. (૪) જરૂઃ- જરુના ભાષા જવું, શરીર જવું અને કરણ જડુ એમ ત્રણ પ્રકાર છે. ભાષા જવુ પણ જલમૂક, મન્મનમૂક અને એલકમૂક એમ ત્રણ પ્રકારે છે. જલમાં ડૂબેલાની જેમ બોબડું બોલે તો તે જલમૂક છે. જે બોલતો હોય ત્યારે જાણે ખચકાતો હોય તેમ બોલે તે મન્મનમૂક છે. જે મુંગો હોવાના કારણે ઘેટાની જેમ અસ્પષ્ટ શબ્દ કરે તે એકમૂક છે. જે અત્યંત સ્થૂલ હોવાના કારણે માર્ગમાં અને ભિક્ષામાં ચાલવા માટે અને વંદન વગેરે ક્રિયા કરવા માટે અસમર્થ હોય તે શરીર જડુ છે. કરણ એટલે ક્રિયા. ક્રિયામાં જવું તે કરણજરુ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સંયમપાલન વગેરે ક્રિયાનો વારંવાર ઉપદેશ આપવા છતાં જવું હોવાના કારણે ક્રિયાને સમજી શકે નહિ તે કરણજવું છે. ત્રણ પ્રકારનો ભાષાકડું જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી દીક્ષાને અયોગ્ય છે. શરીરજડુ રસ્તે ચાલવું, આહાર – પાણી લાવવા વગેરેમાં અસમર્થ છે. તથા અતિજડને પરસેવાના કારણે બગલ વગેરેમાં દુર્ગધ થાય. તે સ્થાનનું પાણીથી પ્રક્ષાલન વગેરે કરવામાં કીડી વગેરે જીવો (પાણીમાં) ડૂબી જાય, એથી સંયમવિરાધના થાય. તથા લોક નિંદા કરે કે - અહો ! આ બહુ ખાય છે. નહિ તો આ મુંડાયેલાઓનું શરીર આવું જાડું ન હોય. તથા તેને ઊર્ધ્વગ્વાસ થાય. સર્પ, પાણી, અગ્નિ આદિ નજીક આવતા હોય ત્યારે તે જલદી ભાગી ન શકે. આથી તેને દીક્ષા ન આપવી. કરણજહુ સમજાવવા છતાં સમજી ન શકે. આથી તેને પણ દીક્ષા ન આપવી. (પ) ક્લીબ- સ્ત્રી ભોગ માટે નિમંત્રણ કરે, અથવા અગુપ્ત અંગોવાળી સ્ત્રીના અંગોપાંગોને જોઇને અથવા સ્ત્રીઓના કામવાળા વચનોને સાંભળીને કામનો અભિલાષ થાય અને કામવેદનાને જે સહન ન કરી શકે તે પુરુષની આકૃતિવાળો પુરુષ ક્લીબ છે. તે ઉત્કટ વેદના કારણે પુરુષવેદનો ઉદય થતાં બલાત્કારે સ્ત્રીને આલિંગન વગેરે કરે. તેથી તે શાસનની અપભ્રાજના કરનારો હોવાથી દીક્ષાને માટે અયોગ્ય જ છે. (૬) રોગીઃ-ભગંદર, અતિસાર, કોઠે, ખાંસી, વર વગેરે રોગોથી ઘેરાયેલ દીક્ષાને યોગ્ય નથી. તેની ચિકિત્સા કરવામાં પર્યાયવિરાધના અને સ્વાધ્યાયાદિની ૨૫૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy