SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય આપવાને માટે અયોગ્ય છે.’ (૧૮૩) પંડક, વાતિક, ક્લીબ, કુંભી, ઈર્ષ્યાલુ, શકુનિ, તત્કર્મસેવી, પાક્ષિકાપાક્ષિક, સૌગન્ધિક અને આસક્ત આ દશ નપુંસકો દીક્ષા આપવાને અયોગ્ય છે.” (૧૮૪) આનું સ્વરૂપ નિશીથ અધ્યયનથી જાણી લેવું. (૧) બાલઃ- જન્મથી આરંભી આઠ વર્ષ સુધી બાળક કહેવાય. બાળક સાધિક નવ મહિના ગર્ભમાં પસાર કરે છે. જન્મ થયા પછી પણ આઠ વર્ષ સુધી દીક્ષા ન પામે. કારણ કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બધાયને તેવા પ્રકારના સ્વભાવથી જ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થતી નથી. કેટલાકો ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષાની પ્રાપ્તિ થાય એમ માને છે. પ્રશ્ન ઃ આમ કહેવાથી તો સૂત્રની સાથે વિરોધ આવે છે. કારણ કે છમાસની વયવાળા, છકાયમાં યતનાવાળા અને અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત એવા શ્રીવજીસ્વામીને હું વંદન કરું છું.” એવો શાસ્ત્રપાઠ છે. ઉત્તર ઃ બાલ્યાવસ્થામાં પણ શ્રી વજ્રસ્વામીને ભાવથી થયેલી ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યભૂત છે અને ક્યારેક બનનારી છે. પ્રશ્ન ઃ આઠવર્ષથી ઓછી ઉંમરના બાળકને દીક્ષા ન આપવાનું કારણ શું? ઉત્તર : આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દીક્ષિત પરાભવનું પાત્ર બને છે, પ્રાયઃ તેને ચારિત્રના પરિણામ થતા નથી. બાળકને દીક્ષા આપવામાં સંયમ-વિરાધના વગેરે દોષો લાગે. કારણ કે લોઢાના ગોળા સમાન બાળક જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં અજ્ઞાની હોવાના કારણે છ જીવનિકાયના વધ માટે થાય છે. તથા આ સાધુઓ નિર્દય છે કે જેથી આ પ્રમાણે બાળકોને પણ બલાત્કારે દીક્ષાની જેલમાં નાખીને તેમની સ્વતંત્રતાનો નાશ કરે છે, એ પ્રમાણે લોકનિંદા થાય. માતાને ઉચિત એવી બાળકની પરિપાલના વગેરે ક્રિયા કરવામાં સ્વાધ્યાયનો પલિમંથ (= હાનિ) થાય. (૨) વૃદ્ધઃ- ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય. બીજાઓ કહે છે કે- ૭૦ વર્ષ પહેલાં પણ ઇંદ્રિયોની હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય. વૃદ્ધની સમાધિ કરવી દુઃશક્ય છે. કહ્યું છે કે - “વૃદ્ધ ઊંચા આસને બેશવાની ઈચ્છા કરે, વિનય ન કરે, ગર્વ કરે, માટે વાસુદેવનો પુત્ર હોય તો પણ વૃદ્ધને દીક્ષા ન આપવી.” વૃદ્ધની આ વ્યાખ્યા સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ જાણવી. તે સિવાય તો જે કાલે જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેના દશ ભાગ કરીને આઠમા, નવમા અને દશમા ભાગમાં વર્તમાનને વૃદ્ધ જાણવો. ૨૫૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy