SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય सत्त्वेषु सामान्यतः सर्वजन्तुषु आदिशब्दाद् दुःखित-सुखित-दोषदूषितेषु मैत्र्यादीनाम् आशयविशेषाणां योगो व्यापारः कार्यः, मैत्र्यादिलक्षणं चेदम्परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करूणा। परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ।।१४७।। (षोड० ४/१५) इतिः परिसमाप्तौ // રૂા. જીવો વિષે મૈત્રી આદિ ભાવના રાખવી. સર્વ જીવો વિષે મૈત્રી, દુઃખી જીવો વિષે કરુણા, સુખી જીવો વિષે મુદિતા (= પ્રમોદ) અને દોષથી દૂષિત જીવો વિષે ઉપેક્ષા (= માધ્યશ્મ) ભાવના રાખવી. મૈત્રી વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે :“અન્ય જીવોના હિતનું ચિંતન કરવું તે મૈત્રી જાણવી. અન્યના દુઃખોનો વિનાશ કરનારી કરુણા જાણવી. સુખી જીવો ઉપર અપ્રીતિ (= ઈષ્યા ન કરવી તે મુદિતા જાણવી. અને અન્યના દોષોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના જાણવી. જે જીવના અવિનય વગેરે દોષો દૂર કરી શકાય તેમ ન હોય તે જીવો વિષે ઉપેક્ષા ભાવના રાખવી. પણ જે જીવના દોષો દૂર કરી શકવાની સંભાવના હોય તે જીવ વિષે ઉપેક્ષા ન કરવી.” સૂત્રમાં તિ શબ્દ અધ્યાયની સમાપ્તિનો સૂચક છે. (૯૩) सम्प्रत्युपसंहरन्नाह विशेषतो गृहस्थस्य, धर्म उक्तो जिनोत्तमैः। एवं सद्भावनासारः, परं चारित्रकारणम् ॥४॥ इति । विशेषतः सामान्यगृहस्थधर्मवैलक्षण्येन गृहस्थस्य गृहमेधिनो धर्मः उक्तो निरूपितो जिनोत्तमैः अर्हद्भिः एवम् उक्तनीत्या सद्भावनासारः परमपुरुषार्थानुकूलभावनाप्रधानः भावश्रावकधर्म इत्यर्थः, कीदृशोऽसावित्याह- परम् अवन्ध्यमिह भवान्तरे वा चारित्रकारणं સર્વવિરતિદેતુ: ||૪|| હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે : તીર્થકરોએ આ પ્રમાણે સામાન્યધર્મથી જુદો એવો વિશેષ ગૃહસ્થ ધર્મ કલ્યો છે. આ વિશેષ ગૃહસ્થઘર્મ મોક્ષને અનુકૂલ ભાવનાની પ્રધાનતાવાળો છે, અર્થાત્ ભાવ શ્રાવકનો ધર્મ છે, અને ચારિત્રનું સફલ કારણ છે. એનાથી આ ભવમાં કે ભવાંતરમાં ચોક્કસ સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. (૪) ૨૦૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy