________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
તત્ર –
વિતોપવારલ્ટર ૪૮૧ ૮૧ રૂતિ ! उचितस्य अर्हद्दिम्बानां योग्यस्य उपचारस्य पुष्प-धूपाद्यभ्यर्चनलक्षणस्य करणं विधानम् ।।४८।।
યોગ્ય ઉપચાર કરવો. જિનમંદિરમાં જિનબિંબોની પુષ્પ - ધૂપ આદિથી યોગ્ય પૂજારૂપ ઉપચાર કરવો. (૪૮).
તતઃ- માવતઃ તવાદઃ ૪૧ ૮રા તા
दरिद्रनिधिलाभादिसंतोषोपमानोपमेयाद् भावतो भावात् संतोषलक्षणात् स्तवानां गम्भीराभिधेयानां सद्भूतगुणोद्भावनाप्रधानानां नमस्कारस्तोत्रलक्षणानां पाठः समुचितेन ध्वनिना समुच्चारणम् ।।४९।।
ભાવથી સ્તવપાઠ કરવો. યોગ્ય પૂજા કર્યા પછી દરિદ્રપુરુષને નિધાનનો લાભ થતાં જેવો હર્ષ થાય તેવા હર્ષથી ગંભીર અર્થવાળા અને વાસ્તવિક ગુણોના વર્ણનની પ્રધાનતાવાળા નમસ્કારસ્તોત્રો ઉચિત અવાજથી બોલવા. (૪૯)
તd:- ચૈત્ય-સાધુવન્દનમ્ પગાઉ રૂા રૂતિ.
चैत्यानाम् अर्ह बिम्बानामन्येषामपि भावार्हत्प्रभृतीनां साधूनां च व्याख्यानाद्यर्थमागतानां वन्दनीयानां वन्दनम् अभिष्टवनं प्रणिपातदण्डकादिपाठक्रमेण द्वादशावर्त्तवन्दनादिना च प्रसिद्धरूपेणैवेति ।।५०।।।
જિનબિંબોને અને સાધુને વંદન કરવું. નમસ્કાર સ્તોત્રો બોલ્યા પછી જિનબિંબોને અને અન્ય પણ ભાવ અરિહંત વગેરેને “નમુત્યુ ણં” વગેરે સૂત્રપાઠના ક્રમથી વંદન કરવું = સ્તુતિ કરવી, અને વ્યાખ્યાન • આદિ માટે (જિનમંદિરની પાસેના સ્થાનમાં) આવેલા વંદનીય સાધુઓને દ્વાદશાવર્તવંદન આદિથી વંદન કરવું. નમુત્થણ વગેરે સૂત્રપાઠનો ક્રમ અને દ્વાદશાવર્તવંદન વગેરે પ્રસિદ્ધ જ છે. (૫૦)
• પૂર્વે સાધુઓ મુખ્યતયા ગામની કે શહેરની બહાર ઉદ્યાન આદિમાં કે કોઈના મકાનમાં નિવાસ કરતા હતા અને લોકોની વિનંતિથી વ્યાખ્યાન માટે જિનમંદિરની પાસેના સ્થાનમાં આવીને વ્યાખ્યાન વાંચતા હતા. આથી અહીં વ્યાખ્યાન આદિ માટે આવેલા એમ લખ્યું છે.
૧૮૯