SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય સ્વીકારે ત્યારે સાવદ્ય અંશનું પ્રત્યાખ્યાન આપવામાં જે સાવદ્ય અંશનું પ્રત્યાખ્યાન કર્યું નથી તે અંશમાં ગુરુને અનુમતિરૂપ દોષનો પ્રસંગ કેમ ન આવે? એવી શંકા કરીને તેનો ઉત્તર આપે છે. - ભગવાનનું વચન પ્રામાણિક હોવાથી અણુવતો આદિના સ્વીકાર માટે તત્પર બનેલા ભવ્યજીવને અણુવ્રતો આદિ આપવામાં દોષ નથી. ભગવાને જાતે જ આનંદ વગેરે શ્રાવકોને અણુવ્રતો વગેરે વ્રતો આપ્યા હતા, એમ ઉપાસકદશા વગેરે શાસ્ત્રમાં સંભળાય છે. ભગવાનને પણ ત્યાં અનુમતિરૂપ દોષનો પ્રસંગ આવે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે ભગવાનની પ્રવૃત્તિ બધી રીતે સુંદર હોવાથી એકાંતે દોષરહિત હોય છે. આ પ્રમાણે ભગવાનનું વચન (ઉપાસકદશા વગેરેમાં કહેલું) પ્રામાણિક હોવાથી અણુવ્રતો આદિના સ્વીકાર માટે તત્પર બનેલ ભવ્યજીવને માત્ર સાક્ષિભાવે રહીને અણુવ્રતો વગેરે આપનાર ગુરુને અણુવ્રતો વગેરે આપવામાં સાવદ્ય અંશનું પ્રત્યાખ્યાન ન થવા છતાં અનુમતિરૂપ દોષનો પ્રસંગ આવતો નથી. કારણકે ગુરુ વ્રતો આપે તે પહેલાં જ તે જીવ સ્વયમેવ તે વ્રતો લેવામાં પ્રવૃત્ત થયેલો છે. (૧૨) कुत एतदिति चेदुच्यते ગૃહપતિપુત્રમોક્ષજ્ઞાતિ I9 રૂાઉદ્દા રૂતિ गृहपतेः वक्ष्यमाणकथानकाभिधास्यमाननामधेयस्य श्रेष्ठिनः राजगृहाद् यः पुत्राणां मोक्षो विमोचनं तदेव ज्ञातं दृष्टान्तः तस्मात्, भावार्थश्च कथानकगम्यः, तच्चेदम्समस्ति सकलसुरसुन्दरीमनोहरविलासोपहासप्रदानप्रवणसीमन्तिनीजन-कटाक्षच्छटाक्षेपोपलक्ष्यमाणनिखिलरामणीयकप्रदेशो देशो मगधाभिधानः, तत्र च तुषारगिरिशिखरधवलप्रासादमालाविमलकूटकोटिभिरकालेऽपि शरदभ्रलीलां कुर्वाणमिव बभूव वसन्तपुरं नाम नगरम, तस्य च पालयिता सेवावसरसरभसप्रणतनिखिलभूपालविमलमौलिमुकुटकोटीविलग्नमाणिक्यमयूखवाताभिरञ्जित-क्रमकमलयुगलः चण्डदोर्दण्डव्यापारितमण्डलाग्रखण्डितारातिमत्तमातङ्गकुम्भस्थल-गलितमुक्ताफलप्रकरप्रसारिताशेषसंग्राममहीमण्डलः समजायत जितशत्रुनामा नृपतिः, तस्य च सकलजननयनमनोहारिणी पूर्वभवपरम्परोपार्जितपुण्य- प्राग्भारनिर्मापितफलसंबन्धानुकारिणी विबुधवधूविलासावलेपापहारिणी बभूव प्रेयसी धारिणी, तया च सार्द्धमसौ महीपतिः प्रणताशेषक्षितिपतिः दूरतो निराकृतनिकृतिर्मनोहरपञ्चप्रकारभोगान् ૧ ૨૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy