SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય કરે છે.” (૨) (૫) सम्यग्दर्शनमेव यथा स्यात् तथाऽऽहजिनवचनश्रवणादेः कर्मक्षयोपशमादितः सम्यग्दर्शनम् ॥६॥१३९॥ इति। जिनवचन श्रवणं प्रतीतरूपमे व, आदिशब्दात् तथाभव्यत्वपरिपाकापादितजीववीर्यविशेषलक्षणो निसर्गो गृह्यते, ततो जिनवचनश्रवणादेः सकाशात् यः कर्मक्षयोपशमादिः कर्मणः ज्ञानावरण-दर्शनावरण-मिथ्यात्वमोहादेः क्षयोपशमोपशमक्षयलक्षणो गुणः तस्मात् सम्यग्दर्शनं तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारि असदभिनिवेशशून्यं शुद्धवस्तुप्रज्ञापनानुगतं निवृत्ततीव्रसंक्लेशं उत्कृष्टबन्धाभावकृत् शुभात्मपरिणामरूपं समुज्जृम्भते, कर्मक्षयादिरूपं चेत्थमवसेयम् खीणा निव्वायहुयासणो व्व छारपिहियव्व उवसंता। दरविज्झायविहाडियजलणोवम्मा खओवसमा ।।१०५।। (विशेषा० १२५६) विघाटित इति इतस्ततो विप्रकीर्ण इति ।।६।। સમ્યગ્દર્શન જ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કહે છે - જિનવચનનું શ્રવણ આદિ ઉપાયોથી કર્મનો ક્ષયોપશમ આદિ થવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. જિનવચનનું શ્રવણ આદિ ઉપાયોથી જ્ઞાનાવરણ - દર્શનાવરણ - મિથ્યાત્વમોહ આદિ કર્મનો ક્ષયોપશમ વગેરે થાય છે. એ ક્ષયોપશમ વગેરેથી સમ્યગ્દર્શન પ્રગટે છે. “જિનવચનનું શ્રવણ આદિ ઉપાયોથી' એ સ્થળે “આદિ શબ્દથી તથાભવ્યત્વના પરિપાકથી પ્રગટ થયેલ જીવનો વીર્યવિશેષરૂપ નિસર્ગ લેવામાં આવે છે. તથા “ “ક્ષયોપશમ આદિ થવાથી” એ સ્થળે આદિ શબ્દથી ઉપશમ અને ક્ષય લેવામાં આવે છે. (સમ્યક્ત્વ અધિગમથી અને નિસર્ગથી એમ બે રીતે થાય છે. તેમાં અધિગમ એટલે નિમિત્ત. નિસર્ગ એટલે તથાભવ્યત્વના પરિપાકથી પ્રગટ થતું જીવનું તેવા પ્રકારનું વીર્ય. જેમ જિનવચનશ્રવણ આદિ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે, તેમ નિસર્ગથી, એટલે કે જિનવચનશ્રવણ આદિ નિમિત્ત વિના માત્ર તથાભવ્યત્વના પરિપાકથી થતા વર્ષોલ્લાસથી, પણ સમ્યગ્દર્શન પ્રગટે છે. અહીં જિનવચનનું શ્રવણ એમ કહીને અધિગમથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વનો નિર્દેશ કર્યો છે, અને “આદિથી” એમ કહીને નિસર્ગથી થતા સમ્યકત્વનો નિર્દેશ કર્યો છે. તથા અહીં જિનવચન શ્રવણના ઉપલક્ષણથી જિનપૂજા, સુપાત્રદાન વગેરે ધર્મક્રિયાઓ પણ સમજી લેવી.) સમ્યગ્દર્શન એટલે જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા, એટલે કે જીવાદિ તત્ત્વો જેવા ૧૨૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy