SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય આ પ્રમાણે થતાં જે થાય છે તે કહે છે આ પ્રમાણે ધર્મનું પ્રદાન સફલ બને છે. વિધિથી કરેલો ધર્મનો શુદ્ધ સ્વીકાર નિર્મલ ભાવનું કારણ હોવાથી ગુરુ શિષ્યને ધર્મનું વિધિથી જે પ્રદાન કરે છે તે પ્રદાન સફલ બને છે, અર્થાત્ તે પ્રદાન શિષ્ય ઉપર અનુગ્રહ કરવા રૂપ ફલવાળું બને છે. અન્યથા (= વિધિથી કરેલો ધર્મનો શુદ્ધ સ્વીકાર નિર્મલ ભાવનું કારણ ન હોય તો) ઉખર ભૂમિમાં બીજ વાવવાની જેમ ગુરુએ કરેલું ધર્મનું પ્રદાન નિષ્ફલ જ બને. (૪) प्रागविशेषतो धर्मो ग्राहयतयोक्तः, तत्र च प्रायोऽभ्यस्तश्रावकधर्मो यतिधर्मयोग्यो भवतीति गृहस्थधर्मग्रहणमेवादौ बिभणिषुरिदमाह-- सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणम्, नान्यथा ॥५॥१३८॥ इति। सति विद्यमाने सम्यग्दर्शने सम्यक्त्वलक्षणे न्याय्यम् उपपन्नम् अणुव्रतादीनां अणुव्रत-गुणव्रत-शिक्षाव्रतानां ग्रहणम् अभ्युपगमः, न नैव अन्यथा सम्यग्दर्शने असति, निष्फलप्रसङ्गात्, यथोक्तम् सस्यानीवोषरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहन्ति जीवे मिथ्यात्ववासिते ।।१०३।। संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः। क्षयकालानलेनेव पादपाः फलशालिनः ।।१०४।। ( અમુક ઘર્મનો સ્વીકાર કરવો એમ વિશેષ જણાવ્યા વિના સામાન્યથી જ ધર્મનો સ્વીકાર કરવો એમ પૂર્વે કહ્યું હતું, તેમાં પ્રાયઃ જેણે શ્રાવકધર્મનો અભ્યાસ કર્યો છે તે પુરુષ સાધુધર્મને યોગ્ય બને છે. આથી પહેલાં ગૃહસ્થ ધર્મના સ્વીકારને જ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર આ કહે છે : " સમ્યગ્દર્શન વિદ્યમાન હોયતો અણુવ્રત વગેરેનો સ્વીકાર યુક્ત છે, અન્યથા નહિ. સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તો અણુવ્રત - ગુણવ્રત - શિક્ષાવ્રતોનો સ્વીકાર યુક્ત છે. સમ્યગ્દર્શન ન હોય તો યુક્ત નથી જ. કારણકે સમ્યગ્દર્શન વિના અણુવ્રત વગેરેનો સ્વીકાર નિષ્ફળ બને. આ વિષે કહ્યું છે કે “જેવી રીતે ઉખરભૂમિમાં વાવેલાં બીજો ક્યારેય ઉગતાં નથી, તેવી રીતે મિથ્યાત્વ વાસિત જીવમાં વ્રતો ઉગતાં નથી = સફલ બનતા નથી, (૧)” જે પ્રમાણે પ્રલયકાળનો પવન ફલથી શોભતાં વૃક્ષોનો નાશ કરે છે તે રીતે મિથ્યાત્વ પવિત્ર એવા સર્વ સંયમ અને નિયમોનો નાશ ૧ ૨૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy